Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ વ્યક્તિએ 11 હજારમાંથી 20 લાખ રૂપિયા કેવી રીતે જીત્યા?

કોનું નસીબ ક્યારે ચમકશે તે કોઈ કહી શકતું નથી. આવી જ એક ઘટના આ વ્યક્તિ સાથે બની છે, આ વ્યક્તિએ રેસમાં ઘોડો દાવ પર લગાવ્યો. તેણે જે ઘોડા પર દાવ લગાવ્યો તેની પાસે રેસ જીતવાની દૂર દૂર સુધી કોઇ આશા નહોતી. પરંતુ અંતે એક 'ચમત્કાર' થયો અને વ્યક્તિ લખપતિ બની ગયો. જુઓ આ વ્યક્તિએ 11 હજાર માંથી 20 લાખ રૂપિયા કેવી રીતે બનાવ્યા? વ્યક્તિએ ઈન્ટરવ્યુમાં કહ્યું કે તે દિવસે મારી પાસે માત્ર 14-15 હજાર રૂપિયા હતàª
આ વ્યક્તિએ 11 હજારમાંથી 20 લાખ રૂપિયા કેવી રીતે જીત્યા
કોનું નસીબ ક્યારે ચમકશે તે કોઈ કહી શકતું નથી. આવી જ એક ઘટના આ વ્યક્તિ સાથે બની છે, આ વ્યક્તિએ રેસમાં ઘોડો દાવ પર લગાવ્યો. તેણે જે ઘોડા પર દાવ લગાવ્યો તેની પાસે રેસ જીતવાની દૂર દૂર સુધી કોઇ આશા નહોતી. પરંતુ અંતે એક 'ચમત્કાર' થયો અને વ્યક્તિ લખપતિ બની ગયો. જુઓ આ વ્યક્તિએ 11 હજાર માંથી 20 લાખ રૂપિયા કેવી રીતે બનાવ્યા? વ્યક્તિએ ઈન્ટરવ્યુમાં કહ્યું કે તે દિવસે મારી પાસે માત્ર 14-15 હજાર રૂપિયા હતા. હું મિત્રો સાથે બીયર પીતો હતો. પછી અમે વોક કરીને રેસકોર્સના તબેલામાં પહોંચ્યા. 
હવે આ જીત બાદ તેનો એક ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ઓસ્ટ્રેલિયાની છે. જ્યાં જારોડ નામના વ્યક્તિએ ઘોડાની રેસમાં ઘોડા પર 11 હજાર રૂપિયાની સટ્ટાબાજી કરી હતી, અને તે  લગભગ 20 લાખ રૂપિયા (£20,000) જીત્યા. રસપ્રદ વાત એ છે કે જેરોડે નશામાં કોઇ પણ પ્રકાના આયોજન વગર ખાલી તુક્કા પર  આ દાવ લગાવ્યો હતો. અને તેની કિસ્મત રંગ લાવી કારણકે તેણે જે ઘોડા પર બાજી લગાડી હતી તે, તે ઘોડાની રેસ જીતવાની શક્યતાઓ જ હતી નહીં , કારણ કે તે રેસમાં  180-1થી પાછળ હતો.
Advertisement

શરત લગાવ્યા પછી, જારોડને ખ્યાલ નહોતો કે તે ઇનામ જીતી શકશે. પરંતુ રેસકોર્સ ખાતેની જાહેરાત વખતે આશ્ચર્યજનક રીતે જ્યારે  વિજેતા તરીકે પોતાનું નામ સાંભળ્યું તો  જરોડ ખુશ થઇ ગયો હતો. જરોડે કહ્યું કે તે દિવસે મારી પાસે માત્ર 14-15 હજાર રૂપિયા હતા. હું મિત્રો સાથે બીયર પીતો હતો. પછી અમે વોક કરીને રેસકોર્સના તબેલામાં પહોંચ્યા. ત્યાં અમે ઘોડા પર શરત મારી. ખૂબ રસાકસી બાદ આખરે ખબર પડી કે અમારા ઘોડાએ £20,000 થી વધુનું ઇનામ જીત્યું છે. 
આ વીડિયો પર તમામ યુઝર્સે પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે કહ્યું કે જો આ તમારું  નસીબ છે તો બીજા યુઝરે કહ્યું કે અભિનંદન, તમે અમીર બની ગયા છો. અન્ય યુઝરે લખ્યું કે અભિનંદન, તમે અમીર બની ગયા છો. અન્ય એક યુઝરે લખ્યું- નસીબ ચમકે ત્યારે ભાગ્ય બદલવામાં વધુ સમય નથી લાગતો.
Tags :
Advertisement

.