Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ફિલ્મોની સસ્તી પબ્લીસિટી માટે ફાલતુ હથકંડા અપનાવવા કેટલા યોગ્ય?

ફિલ્મો અને વિવાદ એક બીજાથી પર નથી. ક્યારેક ફિલ્મોથી વિવાદ જાગી જાય છે. તો ક્યારેક ફિલ્મને ચર્ચામાં લાવવા માટે જાણી જોઈને વિવાદ જગાવવામાં આવે છે. પરંતુ અહીં સવાલ એ થાય કે ફક્ત વિવાદ જગાવવા કે ફિલ્મોની સસ્તી પબ્લીસિટી માટે ફાલતુ હથકંડા અપનાવવા કેટલા યોગ્ય? આ સવાલ એટલા માટે થાય છે કે ફિલ્મો અને વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યાં. હાલમાં મૂળ તામિલનાડુ અને કેનેડા બેઝ્ડ લીના મણિમેકલાઈ ના
ફિલ્મોની સસ્તી પબ્લીસિટી માટે ફાલતુ હથકંડા અપનાવવા કેટલા યોગ્ય
ફિલ્મો અને વિવાદ એક બીજાથી પર નથી. ક્યારેક ફિલ્મોથી વિવાદ જાગી જાય છે. તો ક્યારેક ફિલ્મને ચર્ચામાં લાવવા માટે જાણી જોઈને વિવાદ જગાવવામાં આવે છે. પરંતુ અહીં સવાલ એ થાય કે ફક્ત વિવાદ જગાવવા કે ફિલ્મોની સસ્તી પબ્લીસિટી માટે ફાલતુ હથકંડા અપનાવવા કેટલા યોગ્ય? 
આ સવાલ એટલા માટે થાય છે કે ફિલ્મો અને વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યાં. હાલમાં મૂળ તામિલનાડુ અને કેનેડા બેઝ્ડ લીના મણિમેકલાઈ નામની મહિલા ડિરેક્ટર વિવાદોના ઘેરામાં આવી છે. કેનેડાના રિધમ ઓફ સાગા નામના ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં લીનાએ 'કાલી' નામની એક ડૉક્યુમેન્ટરી માટે તેનું પોસ્ટર રિલીઝ કર્યું જેમાં હિંદુઓની દેવી મહાકાલીના હાથમાં સિગારેટ અને હાથમાં LGBTQનો ફ્લેગ દેખાઈ રહ્યો છે. જેને લઈને સોશિયલ મીડિયામાં હોબાળો મચી ગયો અનેકોની લાગણી આહ્ત થઈ. અહીં સવાલ ઘણા ઉઠે છે કે કેમ દરેક વખતે ક્રિએટીવિટીના નામે હિંદુ દેવી-દેવતાઓને જ સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવે છે? શું આ સિવાય બીજા કોઈ વિષયવસ્તુ છે જ નહીં? સાથે સવાલ એ પણ ઉઠે છે પબ્લિસિટી માટે કેમ આવા વિવાદો ફિલ્મો માટે ઊભા કરવામાં આવે છે? 
પેઈન્ટીંગ, પોસ્ટર્સ, શોર્ટ ફિલ્મસ, વેબ સિરીઝ, સિરીયલ્સ કે પછી ફિલ્મો માધ્યમો ઘણા છે પણ સમસ્યા એક જ. ફિલ્મો પર લગામ લગાડવા માટે તો પણ સેન્સર બોર્ડ જેવી વ્યવ્સ્થાઓ છે પરંતુ બાકી ઓડિયો-વિઝ્યુલ માધ્યમે તો જાણે કે ભાષા, વિષય અને કંટેન્ટના નામે તમામ મર્યાદાઓ લાંઘી દીધી છે. તમે આસ્તિક હોવ કે નાસ્તિક પરંતુ એક મોટા વર્ગની સાથે સંકળાયેલી આસ્થા સાથે રમવાનો કે એનો ઉપહાસ કરવાનો હક એ પણ ક્રિએટીવિટીના નામે કોઈને પણ નથી મળી જતો. 
ધર્મ જેવી અતિસંવેદનશીલ બાબતોને લઈ તેના સારા-નરસા પરિણામોથી આપણે ક્યાં અજાણ છીએ! હાલમાં નૂપુર શર્માના વિવાદીત નિવેદનને કારણે આખા દેશમાં લાગણી દુભાવાને કારણે જે પરિસ્થિતિ ઉતપન્ન થઈ છે એ પણ સર્વવિદિત છે ત્યારે કેમ જાણી જોઈને વિવાદના મધપૂડા છંછેડવામાં આવે છે. હાલમાં ધર્મા પ્રોડક્શનની રણબીર-આલિયાની અપકમિંગ ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ને લઈ રણબીરના મંદિરમાં જૂતા પહેરીને જવા પર પણ વિવાદ છેડાયો હતો. જો કે દરેક વખતે વિવાદ અને ફિલ્મો એકબીજાના પર્યાય બની જ ગયા છે. અગાઉ પદ્માવત હોય કે લવયાત્રી, પીકે હોય કે પછી રામલીલા ક્યારેક ધર્મના નામે તો ક્યારેક ઇતિહાસ સાથે ચેડાં કરવાના નામે તો ક્યારેક આસ્થાને કારણે ફિલ્મના નામથી લઈ કલાકારો અને અંદરના સીનમાં પણ ઘણા આક્રોશપૂર્ણ વિવાદ સામે આવી ચૂક્યાછે.  
માંડ-માંડ હવે કોરોના બાદ બધુ ધીર-ધીરે બધું થાળે પડી રહ્યું છે. ત્યારે બોલીવુડ હોય કે ઢોલીવુડ ઘણીબધી ફિલ્મો પાઈપલાઈનમાં હોવાથી હવે તે સામે આવી રહ્યી છે. ત્યારે લાંબો સમયગાળો અને ફિલ્મોના ધસારાને કારણે સ્ક્રીન અને ઓડિ્યન્સ પણ ખૂબ ઓછું મળે છે એવામાં ફિલ્મો વચ્ચે હરિફાઈ પણ ખુબ વધી જાય છે. તો બીજી તરફ ઓટીટી, યુટ્યુબ જેવા માઘ્યમોને કારણે ઘણું બધુ કન્ટેનેટ ખૂબ આસાનીથી પ્રાપ્ય છે ત્યારે ચેલેન્જીસ ફિલ્મો માટે પણ છે જ.
જો કે પુષ્પા ધ રાઈઝ કે રાજામૌલીની RRR જેવી ફિલ્મોએ અધધધ કમાણી કરીને એ પણ સાબિત કરી દીધું છે કે ગમે તેવી પરિસ્થિતિમાં જો ફિલ્મોનું સારું કન્ટેન્ટ હશે તો તે લોકજીભે ચર્ચામાં ચઢશે જ અને હિટ પણ જશે જ. આજના સમયમાં ટોલિવુડ બોલીવુડને પણ ઓવરટેઈક કરી ગયું છે એ વાતમાં કોઈ અતિશયોક્તિ નથી કારણકે મનોરંજન જગતમાં વાર્તા અને સ્ટોરી ટેલીંગ ખૂબ મહત્ત્વ રાખે છે. અને જે ફિલ્મો દર્શકોનું મનોરંજન કરે છે એ સફળ થઈ કમાણી પણ કરે જ છે. એના માટે ફાલતુ હથકંડાઓ અજમાવી વિવાદ ઉભા કરવાની બિલકુલ જરુર નથી જ પડતી. વિવાદોના ઘેરામાં આવી સફળ થઈ હોય એવી ફિલ્મો ઘણી ઓછી છે. કદાચ પદ્માવત કે રામલીલાને અમુક અંશે એમાં અપવાદ ગણી શકાય. બાકી ફિલ્મોને નેગેટીવ પબ્લિસિટીનો ફાયદો મળે જ મળે છે એ વાત પણ એક મોટું મીથ છે. છેલ્લે કોઈપણ ઘર્મનો ઉપયોગ કે એના અંશો ઉપયોગ કરવા માટે ઇન્ટરનેશનલ લેવલે ક્રાઈટેરિયા અને કાયદાકીય લગામ હોવી જરુરી બની ગયું છે. જેને કારણે અમુક વિધ્ન સંતોષીઓ કલાના નામે અભિવ્યક્તિની આઝાદીનો દુરુપયોગ ન કરી શકે. 
ખણખોદ 
યશરાજની અપકમિંગ ફિલ્મમાં શમશેરામાં રણબીર કપુર અને સંજય દત્ત સાથે જોવા મળશે. બ્રિટિશ સમયના કથાવસ્તુ પર આધારિત આ ફિલ્મ સાથે ટ્રેઈલરમાં લુક રિલીઝ કરવામાં આવ્યો છે. બેક ટુ બેક ફલોપ આપ્યા બાદ ઘણા સમય બાદ અને આલિયા સાથે લગ્ન બાદ રણબીર કપુરની એક સાથે બે ફિલ્મો વાણી કપુર સાથે શમશેરા અને આલિયા સાથે બ્રહ્માસ્ત્રથી રણબીરના દર્શકો આતુરતાથી રાહ જોઈને બેઠા છે.
અમદાવાદ ખાતે જાણીતા પ્રોડ્યુસર અને ડિરેક્ટરોની હાજરીમાં ખાસ એસોસિએશનની રચના કરવામાં આવી જેમાં પ્રમુખ તરીકે ફિલ્મ અભિનેતા હિતુ કનોડિયાની વરણી થઈ જ્યારે મહામંત્રી તરીકે નિર્માતા અભિલાષ ઘોડાની પસંદગી કરાઈ છે.
જાણીતા નિર્માતા ક્રિષ્નદેવ યાજ્ઞિકની નાડીદોષને સારી એવી સફળતા મળી છે લોકો ફિલ્મને પસંદ કરી રહ્યાં છે ત્યારે હવે બેક ટુ બેક કેડીની જ બીજી ફિલ્મ રાડો પણ ચર્ચામાં છે હિતેનકુમાર, હિતુ કનોડિયા, યશ સોની, નિલમ પાંચાલ જેવા કલાકારોને એક સાથે જોવા લોકો આતુર બન્યા છે.
#BaniKiVani
Advertisement
Tags :
Advertisement

.