Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બુલેટ ટ્રેન સહિત અનેક વિકાસ કામો ભારત-જાપાનની મજબૂત દોસ્તીનું ઉદાહરણ : PM મોદી

ગાંધીનગર ખાતે મારુતિ સુઝુકીના 40 વર્ષની ઉજવણીમાં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિત રહ્યાં હતાં.  આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાત વિકાસનું મોડલ છે. આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ભારત-જાપાનની મજબૂત દોસ્તી પર સંબોધન કર્યું. સુઝુકી પરિવાર સાથે જોડાયેલા લોકોને અભિનંદન, ભારત અને ભારતના લોકોનો સુઝુકી સાથે નાતો રહ્યો છે : PM મોદી- ભ
12:36 PM Aug 28, 2022 IST | Vipul Pandya

ગાંધીનગર ખાતે મારુતિ સુઝુકીના 40 વર્ષની ઉજવણીમાં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિત રહ્યાં હતાં.  

આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાત વિકાસનું મોડલ છે. 
આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ભારત-જાપાનની મજબૂત દોસ્તી પર સંબોધન કર્યું. સુઝુકી પરિવાર સાથે જોડાયેલા લોકોને અભિનંદન, ભારત અને ભારતના લોકોનો સુઝુકી સાથે નાતો રહ્યો છે : PM મોદી
- ભારત પોતાની ઉર્જાની જરૂરિયાત માટે આત્મનિર્ભર બને, મને વિશ્વાસ છે કે તમારા સહયોગથી દેશ આ લક્ષ્ય જરૂર       પુરો કરશે.
- ગુજરાત 13 વર્ષ પહેલા સુઝુકી ગુજરાત આવી ત્યારે મેં કહ્યું કે જેમ જેમ તેઓ ગુજરાતનું પાણી પીશે તેમને ખબર પડી જશે કે વિકાનનું પરફેક્ટ મોડલ ક્યાં છે.
- વાઈબ્રન્ટ સમિટનું આયોજન થયું ત્યારથી જાપાન પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલું છે
- ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોનું બજાર વધી રહ્યું છે, થોડા સમય પહેલાં તેની કલ્પના નહોતી
આજનો અવસર બંન્ને દેશના સંબંધો પર ચર્ચા કરીએ એટલી ઓછી છે.

મારૂતી સુઝુકીની સફળતા ભારત જાપાનના સંબંધો નવી ઉચાઈએ લઈ જઈ રહ્યાં છે : વડાપ્રધાનશ્રી મોદી
જાપાનના સ્વ.વડાપ્રધાન શિંઝો આબેને યાદ કર્યાં. બંન્ને દેશને નજીક લાવવાના તેમણે અતૂટ પ્રયાસ કર્યાં છે તે હાલના વડાપ્રધાન કીશિદા આ પ્રયાસોને આગળ વધારી રહ્યાં છે. ગુજરાત 13 વર્ષ પહેલા સુઝુકી ગુજરાત આવી ત્યારે મેં કહ્યું કે જેમ જેમ તેઓ ગુજરાતનું પાણી પીશે તેમને ખબર પડી જશે કે વિકાનનું પરફેક્ટ મોડલ ક્યાં છે. આજે મને ખુશી છે કે, ગુજરાતે સુઝુકીને કરેલો વાયદો ફળીભૂત થયો. આજના અવસરે બંન્ને દેશના સંબંધો પર ચર્ચા કરીએ એટલી ઓછી છે.વાઈબ્રન્ટ સમિટનું આયોજન થયું ત્યારથી જાપાન પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલું છે. 

Tags :
CMOGandhinagarGujaratGujaratFirstHon'blePrimeMinisterMarutiSuzuki's40YearsCelebrationNarendraModiPMModiGujaratVisitPMOPMOIndia
Next Article