Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કોંગ્રેસના વિરોધને લઈ ગૃહમંત્રી અમિત શાહએ શું કહ્યું ? જાણો

ગૃહમંત્રી અમિત શાહે આજે પ્રદર્શન કરી રહેલ કોંગ્રેસને હાથ લેતા કહ્યું કે, આજે તો કોઈ ઈડી સાથે પૂછપરછ થઈ નથી. તો પછી કાળા કપડામાં કોંગ્રેસ શા માટે વિરોધ કરે છે. કોંગ્રેસે જવાબદાર પાર્ટીના નાતે કાયદાનો સહયોગ કરવો જોઈએ. કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે. 5 ઓગસ્ટના રોજ જે રામમંદિરનો શિલાન્યાસ થયો છે. તે જ દિવસે છેલ્લા 2 વર્ષથી કોંગ્રેસ વિરોધ કરી રહી છે. કાળા કપડા પહેરીને વિરોધ કરવ
02:56 PM Aug 05, 2022 IST | Vipul Pandya
ગૃહમંત્રી અમિત શાહે આજે પ્રદર્શન કરી રહેલ કોંગ્રેસને હાથ લેતા કહ્યું કે, આજે તો કોઈ ઈડી સાથે પૂછપરછ થઈ નથી. તો પછી કાળા કપડામાં કોંગ્રેસ શા માટે વિરોધ કરે છે. કોંગ્રેસે જવાબદાર પાર્ટીના નાતે કાયદાનો સહયોગ કરવો જોઈએ. કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે. 5 ઓગસ્ટના રોજ જે રામમંદિરનો શિલાન્યાસ થયો છે. તે જ દિવસે છેલ્લા 2 વર્ષથી કોંગ્રેસ વિરોધ કરી રહી છે. કાળા કપડા પહેરીને વિરોધ કરવાનો શું મતલબ છે.

અમિત શાહનું કહેવું છે કે કોંગ્રેસે છુપાઈને તુષ્ટિકરણની નીતિ અપનાવી છે. કોઈ ઈડીએ સમન નથી મોકલ્યું. તેમ છતાં પણ વિરોધનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આજે બધા લોકો કાળા કપડા પહેરીને આવ્યા. આજના જ દિવસે રામ જન્મ ભૂમિ શિલાન્યાસ થયો હતો. શાંતિપૂર્ણ રીતે સમાધાન થયું હતું. પણ કોંગ્રેસ તેમ છતાં પણ ખુશ નથી. આ રામ મંદિરના વિરોધ માટે કાળા કપડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

ગૃહમંત્રીએ ભાર આપીને કહ્યું હતું કે, કોંગ્રેસ હંમેશા તુષ્ટિકરણની નીતિને પ્રોત્સાહન આપી રહી છે. 
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ એક જવાબદાર પાર્ટીના નાતે કાયદાનો સાથ આપવો જોઈએ. હકીકતમાં કોંગ્રેસ પાર્ટીએ આજે કાળા કપજામાં દિલ્હીમાં ખૂબ વિરોધ પ્રદર્શન કર્યા. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીથી લઈને કોંગ્રેસના લગભગ તમામ મોટા નેતાઓ કાળા કપડામાં જોવા મળ્યા હતા. કોંગ્રેસનો આ વિરોધ કથિત રીતે પાર્ટી નેતાઓ વિરુદ્ધ એજન્સીઓની કાર્યવાહીના વિરોધમાં હતો. જો કે, ગૃહમંત્રીએ કહ્યું કે, આ વિરોધ પ્રદર્શનને રામ મંદિર નિર્માણની તારીખ સાથે જોડીને પણ જોવામાં આવી રહ્યું છે. બે વર્ષ પહેલા 5 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ આધારશિલા રાખી હતી. 
 
Tags :
AMITSHAHCongressGujaratFirstHomeMinisterstatement
Next Article