Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગૃહમંત્રી અમિત શાહ ચંદિગઢમાં સિદ્ધુ મુસેવાલાના પરિવારને મળ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે ચંદિગઢમાં પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન દિવંગત ગાયકના પિતા ભાવુક થઈ ગયા હતા.ઉલ્લેખનિય છે કે  ગયા અઠવાડિયે, રવિવાર, 29 મેના રોજ, પંજાબના માનસા જિલ્લામાં પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની અજાણ્યા હુમલાખોરો દ્વારા ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી.મુસેવાલાની હત્યા બાદ  પંજાબના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે
ગૃહમંત્રી અમિત શાહ ચંદિગઢમાં સિદ્ધુ મુસેવાલાના પરિવારને મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે ચંદિગઢમાં પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન દિવંગત ગાયકના પિતા ભાવુક થઈ ગયા હતા.ઉલ્લેખનિય છે કે  ગયા અઠવાડિયે, રવિવાર, 29 મેના રોજ, પંજાબના માનસા જિલ્લામાં પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની અજાણ્યા હુમલાખોરો દ્વારા ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી.
મુસેવાલાની હત્યા બાદ  પંજાબના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સિદ્ધુને સતત મળતી ધમકીઓ વચ્ચે તેમની સુરક્ષામાં ઘટાડો કર્યા બાદ તેમની હત્યાના કારણે પંજાબની ભગવંત માન સરકાર વિરોધનો સામનો કરી રહી છે. સિદ્ધુ મુસેવાલાના સંબંધીઓ સિદ્ધુની હત્યાની સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે.
Advertisement

ગૃહમંત્રી અમિત શાહ પહેલા શુક્રવારે પંજાબના સીએમ ભગવંત માન સિંગર સિદ્ધુ મુસેવાલાના ઘરે ગયા હતા અને તેમના પિતા અને પરિવારના સભ્યોને મળ્યા હતા. જોકે આ દરમિયાન તેમને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનિય છે કે  તાજેતરમાં પંજાબ સરકારે સિદ્ધુ મુસેવાલા સહિત 424 લોકોની સુરક્ષા કવચ ઘટાડી દીધી હતી.
પંજાબ પોલીસે 28 મેના રોજ સિદ્ધુ મુસેવાલાની સુરક્ષા ઘટાડતા જ બીજા દિવસે 29 મેના રોજ કેટલાક હુમલાખોરોએ  એક પછી એક ગોળીબાર કરીને સિદ્ધુની હત્યા કરી નાખી હતી.  આ પહેલા પંજાબ પોલીસના 4 જવાનો સિદ્ધુ મુસેવાલાની સુરક્ષામાં તૈનાત હતા. સુરક્ષા ઘટાડીને બે પોલીસ કમાન્ડોને પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.
Tags :
Advertisement

.