Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ડ્રગ્ઝના કેસોમાં ટોપ ટુ બોટમ અને બોટમ થી ટોપ સુધી તપાસ થવી જોઈએ: ગૃહમંત્રીશ્રી

ગાંધીનગર ખાતે ડ્રગ્ઝ ટ્રાફિકિંગ, નેશનલ સિક્યોરિટિ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે બેઠક યોજી હતી જેમાં તેમની સાથે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યાં હતા. આ સિવાય આ બેઠકમાં DGથી લઈને ACP સુધીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા અને રાજ્યમાં ડ્રગ્ઝની સ્થિતિ અને તેને ઘટાડવા પર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં ગુજરાત, દાદરાનગર હવેલી, દિવ દમણ, મહારાષ્ટà
01:53 PM Oct 26, 2022 IST | Vipul Pandya
ગાંધીનગર ખાતે ડ્રગ્ઝ ટ્રાફિકિંગ, નેશનલ સિક્યોરિટિ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે બેઠક યોજી હતી જેમાં તેમની સાથે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યાં હતા. આ સિવાય આ બેઠકમાં DGથી લઈને ACP સુધીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા અને રાજ્યમાં ડ્રગ્ઝની સ્થિતિ અને તેને ઘટાડવા પર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં ગુજરાત, દાદરાનગર હવેલી, દિવ દમણ, મહારાષ્ટ્ર, ગોવા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મહાનુભાવો જોડાયા હતા.
ડ્રગ્ઝનો નાશ કરાયો
આ સાથે જ ગુજરાત ATS અને NCB દ્વારા જપ્ત કરવામાં આવેલા ડ્રગઝના જથ્થાનો અંકલેશ્વર GIDCમાં આવેલી BIL કંપનીમાં નાશ કરવામાં આવ્યો હતો. ગુજરાત ATS દ્વારા અત્યાર સુધીમાં અંદાજીત 1607 કિલો ડ્રગઝનો જથ્થો તથા NCB દ્વારા 940 કિલો ડ્રગઝનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કુલ 12,178 કિલો ડ્રગ્ઝનો વર્ચ્યૂઅલી નાશ કરવામાં આવ્યો હતો.
અમિત શાહનું સંબોધન
આ કાર્યક્રમમાં ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આજે આ ત્રીજું સમ્મેલન છે. અગાઉ પંજાબ અને આસામમાં બેઠક મળી હતી. દેશના સિમાડાઓમાં આંતરરાજ્ય ગેંગના માધ્યમથી આ વેપાર ફુલ્યો છે અને દેશની યુવા પેઢીને બરબાદ કરી રહ્યો છે. દરેક એજન્સીના સમન્વયથી આ દુષણને દુર કરવું જરૂરી છે. આના માટે વડાપ્રધાનશ્રીએ પણ માર્ગદર્શન આપ્યું છે. જેના પરિણામ જ ડ્રગ્ઝના દુષણ સામે આવા સંમ્મેલનો યોજાઈ રહ્યાં છે. 
તેમણે કહ્યું, ગુજરાતની ધરકી પર આ ત્રીજું સમ્મેલન મળ્યું છે. નોર્કોટિક્સ યુવા પેઢીને ખતમ કરે છે અને આતંકવાદને પ્રોત્સાહન આપે છે. આ લડાઈના નાજુક મોડ પર નાર્કોટિક્સ મુક્ત ભારતનો સંકલ્પ કરવો પડશે. જે સંકલ્પ મોદીજીએ આપ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી સારા પરિણામ મળ્યા છે. 75 દિવસમાં 75 હાજર કિલો ડ્રગ્સ નાશ કરવાનો સંકલ્પ હતો. આજે આપણે 1.5 લાખ કિલો નષ્ટ કર્યું છે જે મોટી ઉપલબ્ધિ છે. નાર્કોટિક્સ એજન્સીઓનું સશક્તિકરણ અને સમન્વય કરવાનું છે.
તેમણે કહ્યું કે, વર્ષ 2006થી વર્ષ 2013 સુધીમાં ડ્રગ્ઝના કુલ 1257 કેસ થયાં જ્યારે વર્ષ 2014 થી વર્ષ 2022 સુધીમાં કુલ 3172 કેસ કરવામાં આવ્યા છે. 8 વર્ષમાં 20 હજાર કરોડનું ડ્રગ્ઝ પકડાયું છે. પશ્ચિમ કિનારેથી હેરોઈનની તસ્કરી વધી છે. જોકે એજન્સીઓએ તેને રોકવામાં મહત્વની કામગીરી કરી છે. કુરિયર અને પાર્સલ સેવાને લઈને વિશેષ સુરક્ષાના પગલાં ભરવા પડશે.
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે આપ્યા મહત્વના સૂચનો
  • વિવિધ રાજ્યોની એજન્સીઓનું કૉ-ઓર્ડિનેશન જેટલું સશક્ત હશે તેટલી કામગીરી સારી થઈ શકશે
  • આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય કેસો NCB, NIAને રિફર કરો
  • નેશનલ એજન્સી તેમાં સારી તપાસ સારું ઇનપુટ લાવી સકશે
  • ભારત સરકારે અઢી વર્ષમાં રીફોમ કર્યા, એનકોર્ડ 4 સ્તરીય રીતે કામ કરશે
  • એનકોર્ડ મિટિંગ કેટલી થઈ તથા દરેક સ્તરીય રીતે ડેટા મળે તો સારું કામ થશે
  • જિલ્લા સ્તરીય પર ધ્યાન આપવું પડશે
  • મિટિંગ કરવા પર. કામગીરી કરવા પર.  નિદાન પર સહિત વિવિધ મુદ્દે સલાહ આપી
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કેટલીક બાબતે નારાજગી વ્યક્ત કરી
કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ કેટલીક બાબતો પર નારાજગી પણ વ્યક્ત કરી હતી. તેમણે પોર્ટલ પર ડેટા અપલોડ નથી થતા તેના પર નારાજગી વ્યક્ત કરી. નિદાન પોર્ટલ ના ડેટાને લઈને અમિત શાહ નારાજ હતા. વધુમાં તેમણે કહ્યું કે, ફાસ્ટ ટ્રેક કોર્ટ જેટલી વધશે તેટલું આ અભિયાન ની સફળતા ને વેગ મળશે. ડ્રગ્સ મુક્તિ માટેના અભિયાનમાં આપ પણ આપના સૂચનો ગ્રહ મંત્રાલય ને મોકલી સકો છો મને પણ ટેગ કરજો તેવી તેમણે અપીલ કરી હતી.
આ પણ વાંચો - 20 વર્ષોમાં માળખાકીય સુવિધાઓના વિકાસથી ગુજરાતના નાગરિકોને મળ્યું ‘ઇઝ ઓફ લિવિંગ’
Tags :
AMITSHAHdrugsGandhinagarGujaratATSGujaratFirstGujaratPoliceNationalSecurityNCBNIA
Next Article