ટોરોન્ટોમાં હિન્દૂ મંદિરની દિવાલો પર લખાયા ભારત વિરોધી નારા
કેનેડાના ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા ટોરોન્ટોમાં એક હિન્દુ મંદિરને ભારત વિરોધી ભીંતચિત્રો બનાવીને ભારત વિરોધી નારા લખાયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાને હેટ ક્રાઈમ ગણાવીને ભારતે કેનેડિયન સત્તાવાળાઓને આરોપીઓ સામે ઝડપી કાર્યવાહી કરવા વિનંતી કરી છે. ટોરોન્ટોના BAPS સ્વામિનારાયણ મંદિરમાં આ ઘટના ક્યારે બની તે હજુ સુધી જાણી શકાયું નથી.ટોરોન્ટોમાં ભારતીય હાઈકમિશને બુધવારે
04:07 PM Sep 15, 2022 IST
|
Vipul Pandya
કેનેડાના ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા ટોરોન્ટોમાં એક હિન્દુ મંદિરને ભારત વિરોધી ભીંતચિત્રો બનાવીને ભારત વિરોધી નારા લખાયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાને હેટ ક્રાઈમ ગણાવીને ભારતે કેનેડિયન સત્તાવાળાઓને આરોપીઓ સામે ઝડપી કાર્યવાહી કરવા વિનંતી કરી છે. ટોરોન્ટોના BAPS સ્વામિનારાયણ મંદિરમાં આ ઘટના ક્યારે બની તે હજુ સુધી જાણી શકાયું નથી.
ટોરોન્ટોમાં ભારતીય હાઈકમિશને બુધવારે ટ્વિટ કર્યું હતું કે, અમે ટોરન્ટોના BAPS સ્વામીનારાયણ મંદિરને ભારત વિરોધી ભીંતચિત્રોથી વિકૃત કરવાની ઘટનાને વખોડીએ છીએ. કેનેડાના અધિકારીઓ પાસે ઘટનાની તપાસ કરવા અને આરોપીઓ વિરૂદ્ધ જલ્દી કાર્યવાહી કરવાનો અનુરોધ કરીએ છીએ.
કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ ટ્વિટર પર કહ્યું કે, "કેનેડિયન ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા ટોરોન્ટોના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની આ ઘટનાની બધાએ નિંદા કરવી જોઈએ. આ માત્ર એક જ ઘટના નથી. કેનેડામાં હિંદુ મંદિરોએ તાજેતરના સમયમાં આવા અનેક નફરતના ગુનાઓનો સામનો કરવો પડ્યો છે. આ ઘટનાઓને લઈને કેનેડિયન હિંદુઓની ચિંતા યોગ્ય છે."
બ્રેમ્પટન સાઉથના સાંસદ સોનિયા સિદ્ધુએ પણ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું, તેમણે ટ્વીટ કર્યું કે, “ટોરોન્ટોમાં BAPS સ્વામિનારાયણ મંદિરની આ ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. અમે બહુસાંસ્કૃતિક અને બહુ-આસ્થા સમુદાયમાં રહીએ છીએ, જ્યાં દરેક વ્યક્તિ સલામતી અનુભવવાને હકદાર છે. આ ઘટના માટે જવાબદાર લોકોની ઓળખ થવી જોઈએ, જેથી તેઓને તેમના કૃત્ય માટે સજા મળી શકે.”
Next Article