ઈમરાન ખાનની ધરપકડ પર હાઈકોર્ટે સંભળાવ્યો આ નિર્ણય
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (PTI)ના અધ્યક્ષ અને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan) પર ધરપકડની તલવાર લટકી રહી હતી. આ મામલે હાઈકોર્ટ તરફથી તેમને રાહત મળી છે. હાઈકોર્ટે ઈમરાન ખાનની ધરપકડ પર રોક લગાવી છે. ઈમરાન ખાને પોતાની વિરૂદ્ધ નોંધાયેલા આતંકવાદ વિરોધી અધિનિયમ હેઠળના કેસમાં ધરપકડથી બચવા માટે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં (Islamabad Highcourt) જામીન અરજી કરી હતી. જે બાદ કોર્ટે તેમને 25 ઓગસà
10:27 AM Aug 22, 2022 IST
|
Vipul Pandya
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (PTI)ના અધ્યક્ષ અને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan) પર ધરપકડની તલવાર લટકી રહી હતી. આ મામલે હાઈકોર્ટ તરફથી તેમને રાહત મળી છે. હાઈકોર્ટે ઈમરાન ખાનની ધરપકડ પર રોક લગાવી છે. ઈમરાન ખાને પોતાની વિરૂદ્ધ નોંધાયેલા આતંકવાદ વિરોધી અધિનિયમ હેઠળના કેસમાં ધરપકડથી બચવા માટે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં (Islamabad Highcourt) જામીન અરજી કરી હતી. જે બાદ કોર્ટે તેમને 25 ઓગસ્ટ સુધી ત્રણ દિવસ માટે ટ્રાન્ઝિ જામીન આપ્યા છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે PTIની એક લીગલ ટીમે ધરપકડ પહેલાં જામીન અરજી કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ઈમરાન ખાનને જ્યારે પણ બોલાવવામાં આવશે ત્યારે તેઓ કોર્ટમાં હાજર થવાં તૈયાર છે. પાકિસ્તાનની રાજધાનીના F-9 પાર્કમાં એક રેલીમાં ઈસ્લામાબાદ પોલીસના સિનિયર અધિકારીઓ અને એક એડિશનલ સેશન્સ જજને ધમકી આપવા માટે ATA હેઠળ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન વિરૂદ્ધ કેસ નોંધાયો હતો.
તેમના વકિલ ફૈસલ ચૌધરી અને બાબર અવાને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan) વતી અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે દલીલ કરી હતી કે, તેમને જ્યારે પણ સમન્સ મોકલાશે તેઓ કોર્ટમાં હાજર થવા તૈયાર છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ઈમરાન ખાનનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી અને તેમને ક્યારેય કોઈ ગુન્હા માટે દોષિત ઠેરવાયા નથી. તેમના દ્વારા ફરિયાદીએ રજુ કરેલા પુરાવાને નુકસાન પહોંચાડવા કે ફરાર થવાની કોઈ શક્યતા નથી. ઈમરાન ખાન પોતાના જામીન માટે જામીનગીરીરૂપે પૈસા જમા કરાવવા પણ તૈયાર છે. જસ્ટીસ મોહસિન અખ્તર કયાની અને જસ્ટીસ બાબર સત્તારે કેસની સુનવણી કરી અને તેમણે 25 ઓગસ્ટ સુધી ઈમરાન ખાનને ટ્રાન્ઝીટ જામીન આપ્યા. ખાનને આ મામલે 25 ઓગસ્ટ સુધીમાં સંબંધિત આતંકવાદ વિરોધી કોર્ટ (ATC)નો સંપર્ક કરવા કહ્યું છે.
આ વચ્ચે ગૃહ મંત્રાલયે કેસ નોંધાયા બાદ ઈમરાન ખાનની ધરપકડ કરવા માટે વડાપ્રધાન શાહબાઝ શરીફના કાર્યાલય પાસેથી લેખિત મંજુરી માંગી છે. બીજી બાજુ મળી રહેલી વિગતો મુજબ ધરપકડથી બચવા માટે PTI અધ્યક્ષ પોતાના ગાલા સ્થિત નિવાસસ્થાનેથી નિકળી ગયા છે અને તેઓ લાહૌર કે ખૈબર પખ્તૂન માટે રવાના થઈ શકે છે. જ્યારે PTI નેતા ફૈસલ વાવડાએ કહ્યું કે તેઓ હજુ પણ ગાલામાં જ છે.
Next Article