Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઢોર નિયંત્રણ માટે કરાયેલી જાહેરહિતની અરજી હાઇકોર્ટે ફગાવી, જાણો શું કહ્યું

ઢોર નિયત્રણ એક હેઠળની જાહેરહિતની અરજી માલધારી સમાજ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી જેને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે.  શહેરી વિસ્તારની આસપાસ માલધારીઓને ગૌચરની વૈકલ્પિક જગ્યા આપવામાં આવે તેવી રજૂઆત અરજીમાં માલધારીઓ  દ્વારા કરવામાં આવી છે. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું છે કે પોતના ઢોરની તકેદારી રાખવાની જવાબદારી પશુ માલિકની જ હોવી જોઈએ, સાથે સાથે ઢોર માટેની પà«
ઢોર નિયંત્રણ માટે કરાયેલી જાહેરહિતની અરજી હાઇકોર્ટે ફગાવી  જાણો શું કહ્યું

ઢોર નિયત્રણ એક હેઠળની જાહેરહિતની અરજી માલધારી સમાજ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી જેને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે.

Advertisement

 શહેરી વિસ્તારની આસપાસ માલધારીઓને ગૌચરની વૈકલ્પિક જગ્યા આપવામાં આવે તેવી રજૂઆત અરજીમાં માલધારીઓ  દ્વારા કરવામાં આવી છે. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું છે કે પોતના ઢોરની તકેદારી રાખવાની જવાબદારી પશુ માલિકની જ હોવી જોઈએ, સાથે સાથે ઢોર માટેની પુરતી જગ્યા રાખવાની જવાબદારી પણ માલિકોની જ હોવી જોઈએ. જે પ્રમાણે રોડ રસ્તાઓ પર ઢોર રખડતા મુકવામાં આવે છે ,તેની પર પણ ગુજરાત હાઇકોર્ટે પોતાનું વલણ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે શહેરી વિસ્તારમાં ઢોર રાખીને તેણે રસ્તે રઝળતા મુકવાની છુટ પશુ માલિકોને આપી શકાય નહી.ઉલ્લેખનીય છે કે ચાલુ સુનવણી દરમ્યાન હાઈકોર્ટે કડક શબ્દોમાં જણાવ્યું છે કે મુંગા પશુઓને રઝળતા મૂકી ઢોર માલિકો પોતાની નૈતિક અને સામજિક જવાદારી માંથી છટકવા  માંગે છે તે પણ ચલાવી શકાશે નહી.ઉપરાંત કોર્ટે કહ્યું કે રસ્તે રઝળતા પશુઓ પકડાય તો તે માટે જે દંડની રકમ વસુલવામાં આવે છે, તે દંડની રકમ ઘટાડવા માટે સક્ષમ સત્તા મંડળ સમક્ષ રજૂઆત કરવાની ગુજરાત હાઈકોર્ટે છૂટ આપી છે
Tags :
Advertisement

.