Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડનગરમાં જમીન સંપાદન મામલે હાઇકોર્ટે અરજી ફગાવી

જમીન સંપાદનની કાર્યવાહી સામે થયેલ અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. વડનગરના 11 જેટલા અરજદારોએ  મ્યુઝિયમ બનાવવા માટે આર્કિયોલોજિકલ વિભાગે કરેલ જમીન સંપાદનની કામગીરીને અયોગ્ય ગણાવીને ગુજરાત હાઇકોર્ટમાં પડકારી હતી. જે મામલે ગુજરાત હાઇકોર્ટ બંને પક્ષે વિગતવારે સાંભળ્યા બાદ અરજદારની અરજી ફગાવી દીધી છે. વડનગરના 11 અરજદારોએ અરજી કરી હતીમહેસાણા જિલ્લાના વડનગર ગામમાં ખોદકામ દરમ
વડનગરમાં જમીન સંપાદન મામલે હાઇકોર્ટે અરજી ફગાવી
જમીન સંપાદનની કાર્યવાહી સામે થયેલ અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. વડનગરના 11 જેટલા અરજદારોએ  મ્યુઝિયમ બનાવવા માટે આર્કિયોલોજિકલ વિભાગે કરેલ જમીન સંપાદનની કામગીરીને અયોગ્ય ગણાવીને ગુજરાત હાઇકોર્ટમાં પડકારી હતી. જે મામલે ગુજરાત હાઇકોર્ટ બંને પક્ષે વિગતવારે સાંભળ્યા બાદ અરજદારની અરજી ફગાવી દીધી છે. 

વડનગરના 11 અરજદારોએ અરજી કરી હતી
મહેસાણા જિલ્લાના વડનગર ગામમાં ખોદકામ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ મોન્યુમેન્ટ મળી આવ્યા હતા. રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ આપેલા નિવેદન પ્રમાણે અંદાજે 45 હજાર જેટલી વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓ મળી આવી હતી, જે  ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. જેથી આ પ્રકારની ચીજવસ્તુઓની જાળવણી થવી જરૂરી છે. જે માટે તેમને મળી આવેલ વસ્તુઓની જાળવણી માટે અને પ્રવાસન ક્ષેત્રે વિકાસ થાય તે માટે એક મ્યુઝિયમ તૈયાર કરવાનો નિર્ણય લીધો હતો. પરિણામે ખોદકામની આસપાસની જગ્યા બફર ઝોન તરીકે જાહેર કર્યો હતો. જેને લઇને અસરગ્રસ્ત પરિવારના 11 જેટલા અરજદારોએ ગુજરાત હાઇકોર્ટમાં જમીન સંપાદનની કામગીરી અને તેમને મળેલી વળતર અંગે વાંધો ઉઠાવ્યો હતો જેમાં અરજદારના વકીલ અશોક પ્રજાપતિ દ્વારા રજૂઆત કરાઇ હતી કે 'આ મ્યુઝિયમ માટેની જગ્યા અન્ય સ્થળ પણ ખસેડી શકે છે ઉપરાંત તેમની જમીનનું સંપાદન કરવામાં આવ્યું છે, જે માટે તેમને વર્ષ 2011ની જંત્રી પ્રમાણે વળતર મળ્યું છે, તે અપૂરતી માત્રામાં છે
Advertisement
Tags :
Advertisement

.