Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

wagon R કારમાંથી બનાવ્યું હેલિકોપ્ટર, જોઇને લોકો થાય છે દિવાના

ભારતીયો જુગાડમાં નંબર 1 હોય છે. હકીકતમાં, આ લોકો 'જુગાડ' કરીને કંઈપણ બનાવી શકે છે. વિશ્વાસ ન આવતો હોય તો બિહારના આ માણસને જુઓ, જેણે 'દેશી જુગાડ'થી પોતાની વેગનઆર કારને હેલિકોપ્ટરમાં બદલી નાખી. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. અહેવાલો અનુસાર, બિહારના ખગરિયા જિલ્લાના વતની દિવાકરે પોતાની વેગનઆરને હેલિકોપ્ટરમાં રૂપાંતરિત કરી છે. જ્યારે તે એસી રિપેર કરાવવા ભાગલપુàª
wagon r કારમાંથી બનાવ્યું હેલિકોપ્ટર  જોઇને લોકો થાય છે દિવાના
ભારતીયો જુગાડમાં નંબર 1 હોય છે. હકીકતમાં, આ લોકો 'જુગાડ' કરીને કંઈપણ બનાવી શકે છે. વિશ્વાસ ન આવતો હોય તો બિહારના આ માણસને જુઓ, જેણે 'દેશી જુગાડ'થી પોતાની વેગનઆર કારને હેલિકોપ્ટરમાં બદલી નાખી. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. અહેવાલો અનુસાર, બિહારના ખગરિયા જિલ્લાના વતની દિવાકરે પોતાની વેગનઆરને હેલિકોપ્ટરમાં રૂપાંતરિત કરી છે. જ્યારે તે એસી રિપેર કરાવવા ભાગલપુર પહોંચ્યો હતો ત્યારે તેની અનોખી કારને જોઈને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ફોટા પડાવવા અને વીડિયો બનાવવા લાગ્યા હતા.
Advertisement



હેલિકોપ્ટર બનાવવામાં કેટલો ખર્ચ થયો? 
એવું કહેવામાં આવ્યું હતું કે વ્યક્તિએ વેગનઆરને હેલિકોપ્ટરનો આકાર આપવા માટે લગભગ 3.5 લાખ રૂપિયા ખર્ચ્યા છે. દિવાકરે કહ્યું- મેં યુટ્યુબ પર આવી કાર જોઈ હતી. ત્યાંથી મને મારી કારને હેલિકોપ્ટરમાં બદલવાનો વિચાર આવ્યો. હું આ વિશે ખૂબ જ ઉત્સાહિત હતો. તેથી હું માર્કેટમાં ગયો અને તેને નવો લુક આપવા માટે મારી વેગનઆરને સિવાનમાં મોડિફાઈડ કરાવી. 
પોતાની કારને કારણે દિવાકર શહેરમાં ખૂબ જ ફેમસ થઈ ગયો છે. અને હા, તેની કારની ઘણી માંગ છે. ઘણાં લોકો લગ્ન માટે તેની કાર બુક કરાવે છે, જેનાથી દિવાકરને આવક પણ થાય છે. તે કહે છે કે વર-કન્યાને તેની યુનિક કારમાં બેસવાનું પસંદ છે. તેની કારના કારણે તેમના લગ્ન પણ ચર્ચાનો વિષય બની જાય છે.
સોશિયલ મિડીયા પર આ વીડિયો ક્લિપ ટ્વિટર @Mukesh_Journo નામના ટ્વિટર યુઝરે શેર કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું - શોખ મોટી વસ્તુ છે. વીડીયોમાં હેલિકોપ્ટરની ફીલ કરાવવા માટે વેગનર કારને હેલિકોપ્ટરમાં ફેરવવામાં આવી હતી. તેણે દાવો કર્યો કે આ મામલો ખાગરિયાનો છે, જ્યાં એક વ્યક્તિએ સિવાન પાસેથી કાર મોડિફાઈ કરી હતી.
આ પહેલા પણ એક વ્યક્તિએ નેનો માંથી હેલિકોપ્ટર બનાવ્યું હતું તે પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું હતું. 
Tags :
Advertisement

.