Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કિવમાં હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટના, યુક્રેનના ગૃહમંત્રી સહિત 16ના મોત

યુક્રેનની રાજધાની કિવમાં હેલિકોપ્ટર ક્રેશ થવાના સમાચાર સામે આવ્યા છે. આ દુર્ધટનામાં યુક્રેનના મંત્રી સહિત 16 લોકોના મોતના સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે. હેલિકોપ્ટર કિવની સીમમાં નાના બાળકો માટેની શાળામાં ક્રેશ થયું હતું. બાળકોની શાળા આગની જ્વાળાઓમાં લપેટાઇ કિવના ઉત્તર-પૂર્વમાં આવેલા નગર બ્રોવરીમાં આ ઘટના બની હતી. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ
10:23 AM Jan 18, 2023 IST | Vipul Pandya
યુક્રેનની રાજધાની કિવમાં હેલિકોપ્ટર ક્રેશ થવાના સમાચાર સામે આવ્યા છે. આ દુર્ધટનામાં યુક્રેનના મંત્રી સહિત 16 લોકોના મોતના સમાચાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે. હેલિકોપ્ટર કિવની સીમમાં નાના બાળકો માટેની શાળામાં ક્રેશ થયું હતું. 
બાળકોની શાળા આગની જ્વાળાઓમાં લપેટાઇ 
કિવના ઉત્તર-પૂર્વમાં આવેલા નગર બ્રોવરીમાં આ ઘટના બની હતી. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને ઈમરજન્સી સર્વિસ સાથે જોડાયેલા લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ હેલિકોપ્ટર દુર્ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બાળકોની શાળા દુર્ઘટના બાદ આગની જ્વાળાઓમાં ઘેરાયેલી જોવા મળી.
હેલિકોપ્ટર ક્રેશનું કારણ હજુ અકબંધ 
અત્યાર સુધી હેલિકોપ્ટર ક્રેશનું કારણ જાણી શકાયું નથી. યુક્રેનની નેશનલ પોલીસના વડા ઈગોર ક્લિમેન્કોએ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 16 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં યુક્રેનના ગૃહ મંત્રાલયના ઘણા વરિષ્ઠ અધિકારીઓ અને ગૃહ પ્રધાન ડેનિસ મોનાસ્ટ્રીસ્કી અને તેમના નાયબ યેવજેની યેસેનિનનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે મોનાસ્ટ્રીસ્કી વર્ષ 2021માં જ યુક્રેનના ગૃહમંત્રી બન્યા હતા. આ દુર્ઘટનામાં બે બાળકો સહિત 22 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓનું કહેવું છે કે દુર્ઘટના સમયે પ્લે સ્કૂલમાં બાળકો અને શાળાનો સ્ટાફ હાજર હતો.
આ પણ વાંચોઃ  વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા Lucile Randon હવે નથી રહી, 118 વર્ષની વયે થયું નિધન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
crashGujaratFirstHelicopterHomeMinisterKievkillsukraine
Next Article