Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતમાં કેટલાક સ્થળોએ આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

દેશના અનેક ભાગોમાં વરસાદ સતત ચાલુ છે. આ વચ્ચે હવામાન વિભાગે કહ્યું છે કે, દેશમાં વરસાદની અવધિ ચાલુ રહેશે. તેનું કારણ એ છે કે ચોમાસાનું લો પ્રેશર એરિયા તેના નિર્ધારિત સ્તરે જ રહ્યું છે. આગામી બે-ત્રણ દિવસ બાદ તે દક્ષિણ તરફ ધીમી ગતિએ આગળ વધે તેવી શક્યતા છે. મહત્વનું છે કે, ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ અનરાધાર પડી રહ્યો છે. બુધવારે દિલ્હીમાં મધ્યમથી ભારે વરસાદ થયો હતો. ગુરુવારે સવાàª
04:06 AM Jul 21, 2022 IST | Vipul Pandya
દેશના અનેક ભાગોમાં વરસાદ સતત ચાલુ છે. આ વચ્ચે હવામાન વિભાગે કહ્યું છે કે, દેશમાં વરસાદની અવધિ ચાલુ રહેશે. તેનું કારણ એ છે કે ચોમાસાનું લો પ્રેશર એરિયા તેના નિર્ધારિત સ્તરે જ રહ્યું છે. આગામી બે-ત્રણ દિવસ બાદ તે દક્ષિણ તરફ ધીમી ગતિએ આગળ વધે તેવી શક્યતા છે. 
મહત્વનું છે કે, ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ અનરાધાર પડી રહ્યો છે. બુધવારે દિલ્હીમાં મધ્યમથી ભારે વરસાદ થયો હતો. ગુરુવારે સવારે પણ દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં વાદળછાયું આકાશ રહ્યું હતું. દરમિયાન, હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં NCRમાં વાદળછાયું આકાશ, મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. વળી, દેશના ઉત્તરમાં પર્વતીય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. દિલ્હી-એનસીઆર, બિહાર-ઝારખંડ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ હાલમાં ચાલુ છે. વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. બિહારમાં બુધવારના વરસાદને કારણે પાંચ લોકોના મોત થયા છે. ડોડા અને બારામુલ્લામાં વાદળ ફાટવાથી 13 મકાનો તણાઈ ગયા અને વ્યાપક નુકસાન થયું છે. લોકોને નદીઓ અને નાળાઓ તરફ ન જવા સૂચના આપવામાં આવી છે. 
રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નીંચાણવાળા વિસ્તારોના હજારો રહેવાસીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તાપી જિલ્લાની તાપી નદી પર આવેલા ઉકાઈ ડેમમાંથી જંગી માત્રામાં પાણી છોડવામાં આવ્યું હતું. 23 અને 24 જુલાઈએ ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. 23 અને 24 જુલાઈએ ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનની આગાહી કરતી સંસ્થા સ્કાયમેટે મધ્યપ્રદેશમાં વરસાદને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ અહેવાલ મુજબ પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેની આસપાસના પ્રદેશો પર ચક્રવાતી પરિભ્રમણ યથાવત છે. 
મોનસૂન ટ્રફ હવે ગંગાનગર, હિસાર, દિલ્હી, લખનૌ, વારાણસી, હજારીબાગ, બાંકુરા, કોલકાતા થઈને પૂર્વ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી તરફ આગળ વધી રહી છે. 23 અને 24 જુલાઈના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. કારણ કે હવામાન વિભાગે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સરક્યુલેશનના રૂપમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 22 જુલાઈ સુધી પંજાબ, હરિયાણા અને યુપીમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. કેટલાક સ્થળોએ ભારે વરસાદની પણ આગાહી છે. બીજી તરફ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં 24 જુલાઈ સુધી વરસાદ આ જ રીતે ચાલુ રહેશે. હવામાન વિભાગે ઉત્તરાખંડમાં 23 જુલાઈ સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે.
આ પણ વાંચો - વડોદરાની વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો, વડસરથી કોટેશ્વર રોડ પર મગરોનો અડિંગો
Tags :
GujaratGujaratFirstGujaratRainGujaratRainsMonsoonMonsoon2022RainTapi
Next Article