Navsari : ભારે વરસાદને પગલે પૂર્ણા નદી ભયજનક સપાટીએ, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા...
ડાંગ જિલ્લાના કેસમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદના કારણે નવસારી (Navsari) જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાંથી પસાર થતી અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતા બંદર વિસ્તારમાં નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ખાસ કરીને ચોપાટી પાણીમાં ઘડકાવ થઈ છે. લોકોને બેસવા માટે મૂકવામાં આવેલા બાંકડા પણ પાણીમાં ઘરકાવ થયા છે ભરતીના સમયે હજુ પાણી વધવાની સંભાવના પણ દેખાતા નદી કિનારે લોકોને ન જવા માટે અપીલ કરવામાં આવી છે સાથે જ નદી કિનારા ઉપર બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Valsad ઉપરવાસમાં ભારે વરસાદ, ઓરંગા નદી ભયજનક સપાટીએ, તંત્ર સજ્જ