Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મંગળવારે પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. નાના મોટા ડેમમાં પાણીની આવક પણ વધી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે  સરદાર સરોવર ડેમની જળ સપાટી વધી રહી છે અને હાલ નર્મદા ડેમની સપાટી 135.93 મીટરે પહોંચી છે, જેના પગલે  ભરૂચ પાસે નર્મદા નદીની જળ સપાટી પણ વધી છે અને હાલ નર્મદા નદીની જળ સપાટી 20 ફુટે પહોંચી છે.  3 કલાકમાં નદીની સપા
આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મંગળવારે પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. નાના મોટા ડેમમાં પાણીની આવક પણ વધી રહી છે. 
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે  સરદાર સરોવર ડેમની જળ સપાટી વધી રહી છે અને હાલ નર્મદા ડેમની સપાટી 135.93 મીટરે પહોંચી છે, જેના પગલે  ભરૂચ પાસે નર્મદા નદીની જળ સપાટી પણ વધી છે અને હાલ નર્મદા નદીની જળ સપાટી 20 ફુટે પહોંચી છે.  3 કલાકમાં નદીની સપાટી 2 ફુટ વધી છે, કારણ કે નર્મદા ડેમમાંથી સતત પાણી છોડાઇ રહ્યું છે.
બીજી તરફ સરદાર સરોવરમાંથી પાણી છોડવામાં આવતા વડોદરા જીલ્લાના નર્મદા કાંઠે આવેલા 5 ગામોને એલર્ટ કરાયા છે. 
મંગળવારે રાજ્યના અનેક સ્થળોએ વરસાદ શરુ થયો છે. બનાસકાંઠામાં વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે અને 
યાત્રાધામ અંબાજીમાં પણ ફરી મેઘમહેર થઇ છે. બીજી તરફ અમદાવાદ સહિતના આસપાસના વિસ્તારમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પાટણ પંથકમાં પણ મોડી રાતથી વરસાદી માહોલ છે. ઉત્તર ગુજરાતમાં સાર્વત્રીક વરસાદ હોવાનું જાણવા મળે છે. દાહોદ પંથકમાં પણ આજે સવારથી વરસાદી વાતાવરણ છે. 
વરસાદના કારણે ધોળીધજા ડેમ પણ ઑવરફ્લો થવાની શકયતા છે તો અરવલ્લી જિલ્લામાં ડેમમાં પણ પાણીની આવકમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. જીલ્લાના  વાત્રક અને માઝુમ ડેમમાં ૪૫૦૦ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ઉપરાંત ઉપલેટાનો મોજ ડેમ ઓવરફ્લો થતા દરવાજા ખોલાયા છે તો ધરોઇ ડેમના પણ  4 દરવાજા ખોલવામાં આવ્યા છે.
દરમિયાન વીતેલા  છેલ્લાં 24 કલાકમાં 96 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં સાબરકાંઠાના ઈડરમાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ, મહીસાગરના સંતરામપુરમાં 1.5 ઈંચ વરસાદ, અરવલ્લીના ભિલોડામાં પણ 1.5 ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે અન્ય 93 તાલુકામાં પણ વરસાદ પડ્યો છે.  
બીજી તરફ મંગળવારે સવારે 6 થી 8 સુધી 64 તાલુકામાં મેઘમહેર થઇ છે જેમાં પાટણના સરસ્વતીમાં 2 કલાકમાં 2.5 ઈંચ વરસાદ, પાટણ શહેરમાં સરેરાશ 2 ઈંચ વરસાદ, પાટણના રાધનપુરમાં 1.5 ઈંચ વરસાદ અને અરવલ્લીના મેઘરજમાં 1 ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે અન્ય 60 તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે.
Advertisement
Tags :
Advertisement

.