રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વિવિધ જીલ્લાઓમાં વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શનિવારે રાજ્યના વિવિધ જીલ્લામાં વીજળી પડતાં 7 લોકોના મોત થયા હતા. દાહોદ જીલ્લામાં વીજળી પડતાં 3 પશુના મોત થયા હતા અને જ્યારે અન્ય જીલ્લામાં 3 પશુના મોત થયા હતા.રાજ્યમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 3 àª
04:23 AM Sep 11, 2022 IST
|
Vipul Pandya
ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વિવિધ જીલ્લાઓમાં વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શનિવારે રાજ્યના વિવિધ જીલ્લામાં વીજળી પડતાં 7 લોકોના મોત થયા હતા. દાહોદ જીલ્લામાં વીજળી પડતાં 3 પશુના મોત થયા હતા અને જ્યારે અન્ય જીલ્લામાં 3 પશુના મોત થયા હતા.
રાજ્યમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 3 દિવસમાં દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ભાદરવો ભરપૂર તે કહેવત આ વર્ષે સાચી પડી રહી છે. શનિવારે પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો.
શનિવારે બપોર બાદ અમદાવાદ શહેરમાં પણ મેઘરાજાએ ભારે બઘડાટી બોલાવી હતી. વીજળીના ભારે કડાકા ભડાકા સાથે અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે ઘણા વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા. સમી સાંજ સુધી વિવિધ વિસ્તારમાં હળવો વરસાદ ચાલુ રહ્યો હતો. ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. અમદાવાદ શહેરમાં સૌથી વધુ બોડકદેવ વિસ્તારમા ૩.૫ ઈંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે 2 કલાકમા બોપલમાં ૨.૫ ઈચ, સાયંસ સીટી વિસ્તારમા ૩.૫ ઈચ વરસાદ તથા ઓઢવ અને ઉસ્માનપુરામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં વરસેલા ભારે વરસાદના કારણે લોકોએ બફારામાંથી મુક્તી મેળવી હતી.
અમદાવાદ ઉપરાંત રાજકોટમાં પણ શનિવારે ભારે વરસાદ વરસ્યો હતો. રાજકોટ પંથકમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ભાવનગર પંથકમાં પણ શનિવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતાં અસહ્ય બફારાથી કંટાળેલા લોકોએ રાહત અનુભવી હતી. સુરત પંથકમાં પણ સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેથ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. મહેસાણા અને કડીમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.
દક્ષિણ ગુજરાતમાં પણ શનિવારે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી જીલ્લામાં પણ વ્યાપક વરસાદ વરસ્યો હતો.
આ પણ વાંચો--અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં ગાજવીજ વરસાદ
Next Article