Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હવાઇ મુસાફરી સમયે મજાક કરવી પડી ભારે, ઓસ્ટ્રેલિયાને બદલે જેલમાં પહોંચ્યું કપલ

કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચેક ઇન કરતી વખતે એક કપલ મજાક કરવી ભારે પડી.  જ્યારે સુરક્ષાકર્મીઓએ તેમને ચેક-ઈન કાઉન્ટર પર પૂછ્યું કે તેમના સામાનમાં શું છે? આ વ્યક્તિએ કહ્યું કે બોમ્બ છે. આ સાંભળીને સુરક્ષા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. આ માહિતી પોલીસને પણ આપવામાં આવી હતી, ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમ્યાન ભારે નાસભાગ પણ મચી હતી. કડક સિક્યુરિટી ચેકીંગમાંથી પસાર થવું પડ
10:43 AM Jul 03, 2022 IST | Vipul Pandya
કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચેક ઇન કરતી વખતે એક કપલ મજાક કરવી ભારે પડી.  જ્યારે સુરક્ષાકર્મીઓએ તેમને ચેક-ઈન કાઉન્ટર પર પૂછ્યું કે તેમના સામાનમાં શું છે? આ વ્યક્તિએ કહ્યું કે બોમ્બ છે. આ સાંભળીને સુરક્ષા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. આ માહિતી પોલીસને પણ આપવામાં આવી હતી, ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમ્યાન ભારે નાસભાગ પણ મચી હતી. 
કડક સિક્યુરિટી ચેકીંગમાંથી પસાર થવું પડ્યું
કેરળના 63 વર્ષીય વ્યક્તિ અને તેની પત્ની શનિવારે વહેલી સવારે એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેઓ ભારતથી દુબઈ થઈને ઓસ્ટ્રેલિયામાં તેમની પુત્રીને મળવા જવાના હતા. દંપતીને એરપોર્ટ પર કડક સિક્યુરિટી ચેકીંગમાંથી પસાર થવું પડ્યું હતું. આ દરમિયાન જ્યારે તેમને સામાન વિશે પૂછવામાં આવ્યું તો તેમણે મજાકમાં કહ્યું કે તેમાં બોમ્બ છે. આ કપલ તેમની દીકરીને મળવા ઓસ્ટ્રેલિયામાં જવાનું હતું. એરપોર્ટ પર, તેમણે કડક ચેકિંગના અનેક સ્તરોમાંથી પસાર થવું પડ્યું. જ્યારે તેને તેના સામાન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્ટાફ જોડે મજાક કરી કે સામાનમાં બોમ્બ છે
વાતચીત સીસીટીવી કેમેરામાં કેદ થઇ
નેદુમ્બસેરી પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “અમને એરપોર્ટ પરથી માહિતી મળી હતી કે એક વ્યક્તિ તેના સામાનમાં બોમ્બ હોવાની વાત કરી રહ્યો છે. દંપતી અને સ્ટાફ વચ્ચેની વાતચીત ટર્મિનલ પર લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. વાત મજાક છે પરંતુ એરપોર્ટ પર તે સ્વીકાર્ય નથી. દંપતી અને સ્ટાફ વચ્ચેની વાતચીત પણ ટર્મિનલ પર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી."
જામીન પર મુક્તી મળી
પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ કપલની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં પોલીસ જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતાં. કેરળ પોલીસ અધિનિયમની કલમ 118B (ઇરાદાપૂર્વક અફવા ફેલાવવી અથવા પોલીસ, ફાયર બ્રિગેડ અથવા અન્ય કોઈપણ ઇમરજન્સી સેવાને ગેરમાર્ગે દોરવા માટે ખોટું એલાર્મ આપવી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
Bomb Squad, Security System, Couple, International visit, fight rule 
Tags :
BombSquadcoupleGujaratFirstInternationalvisitSecuritySystem
Next Article