Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હર્ષ સંઘવી એક્શન મોડમાં, GSRTSના મધ્યસ્થ યંત્રાલયની લીધી મુલાકાત

એક્શન મોડમાં મંત્રીશ્રી હર્ષ સંઘવી રાજ્યકક્ષાના વાહન વ્યવહાર વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળ્યા બાદ મંત્રીશ્રી હર્ષ સંઘવી એક્શન મોડમાં છે. હર્ષ સંઘવીએ અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં સ્થિત ગુજરાત રાજ્ય માર્ગ અને  વાહન વ્યવહાર નિગમના મધ્યસ્થ યંત્રાલય ખાતે પહોંચી બસના બોડી બિલ્ડીંગ વર્કનું નિરીક્ષણ કર્યું હતું. આશરે ૫૧ એકરમાં ફેલાયેલા આ પરિસરમાં વિવિધ ૧૬ વિભાગો આવેલા છે. જ
11:53 AM Dec 22, 2022 IST | Vipul Pandya
એક્શન મોડમાં મંત્રીશ્રી હર્ષ સંઘવી 
રાજ્યકક્ષાના વાહન વ્યવહાર વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળ્યા બાદ મંત્રીશ્રી હર્ષ સંઘવી એક્શન મોડમાં છે. હર્ષ સંઘવીએ અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારમાં સ્થિત ગુજરાત રાજ્ય માર્ગ અને  વાહન વ્યવહાર નિગમના મધ્યસ્થ યંત્રાલય ખાતે પહોંચી બસના બોડી બિલ્ડીંગ વર્કનું નિરીક્ષણ કર્યું હતું. આશરે ૫૧ એકરમાં ફેલાયેલા આ પરિસરમાં વિવિધ ૧૬ વિભાગો આવેલા છે. જ્યાં એસેમ્બલી લાઇન સિસ્ટમ મુજબ બસ ઉત્પાદન થાય છે. આ સૌથી મોટા એસટીઓ વર્કશોપમાં પ્રતિમાસ ૬૫ બસ બોડી બિલ્ડીંગ કરવામાં આવે છે. મધ્યસ્થ યંત્રાલયમાં કુલ ૪૨૭ લોકોનો સ્કિલડ સ્ટાફ કાર્યરત છે.
હેલમેટ પહેરી વિવિધ વિભાગોનું કર્યુ નિરિક્ષણ 
વર્કશોપના સલામતી નિયમોને અનુસરતા શ્રીહર્ષ સંઘવીએ હેલ્મેટ પહેરી વિવિધ વિભાગોમાં ચાલી રહેલા ઉત્પાદન કાર્યનુ નિરીક્ષણ કર્યું હતું જેમાં બસની બોડી બિલ્ડીંગ, વેલ્ડીંગ શોપ, ગ્લાસ શોપ, કોચ શોપ, ઇન્જેક્શન સેક્શન, એન્જિન શોપ સહિતના વિભાગોની મુલાકાત લીધી હતી. અહીં યંત્રાલયમાં બસ બોડી બિલ્ડિંગ ઉપરાંત ટાયર ટ્રેડિંગ ઉત્પાદન ૧૦૦૦  યુનિટ પ્રતિ માસ છે સાથોસાથ ફિવલ ઇન્જેક્શન પંપ અને કેલિબ્રેશનનું ઉત્પાદન ૧૦૦ યુનિટ પ્રતિમાસ છે.



100 દિવસમાં 900થી વધુ નવી બસો કાર્યરત કરવાનો લક્ષ્યાંક
આ પ્રસંગે મંત્રીશ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાતના તમામ નાગરિકોના પરિવહન માટે નવા યુગની બસો આ જ વર્કશોપમાં બનશે. 100 દિવસમાં 900થી વધુ નવી બસો કાર્યરત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. 1959થી ચાલતું વર્કશોપ આધુનિક ટેક્નોલ્પજીથી સજ્જ છે.દેશના કોઈપણ ટ્રાન્સપોર્ટ વિભાગ પાસે હોય તેવો સૌથી મોટો વર્કશોપ નરોડા પાટિયા વિસ્તારમાં આવેલો છે.. હર્ષ સંઘવીએ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા..તેમણે કહ્યું કે અન્ય રાજ્યો કરતા નવી બસોનું પ્રમાણ સૌથી વધુ ગુજરાતમાં છે.

મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં કામ ચાલી રહ્યું છે
રાજ્યના તમામ વિસ્તારમાં બસ સેવા મળે તે માટે વિવિધ પાસાઓ પર કામ કરવામાં આવી રહ્યું હોવાનું તેમણે કહ્યું સાથે જ સફાઈ, મુસાફરો માટેની સુવિધા વિકસાવવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું. તેમણે કહ્યું કે યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સમયમાં નિર્મિત મોડલ બસ સ્ટોપની સંખ્યા વધે તે માટે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં કામ ચાલી રહ્યું છે. આ વર્કશોપ ખાસ કરીને મિકેનિકલ ઇજનેરી વિભાગના છાત્રાલયો માટે પાઠશાળા અને સ્ટુડન્ટ ટુરનું આયોજન કરાશે 
આ પણ વાંચોઃ  AMCની બોર્ડ મિટીંગનું આયોજન, બેઠકમાં તમામ મહિલાઓ કેસરિયો ધારણ કર્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
actionmodecentralofficeGSRTCGujaratFirstGujaratStateRoadandTransportCorporationHarshSanghviVisited
Next Article