Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હરમનપ્રીતના રન આઉટે ફરી એકવાર અપાવી ધોનીની યાદ, બન્યો હતો મેચનો ટર્નિંગ પોઈન્ટ

Womens T20 World Cup 2023 : મહિલા T20 વર્લ્ડ કપ 2023 હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયન ટીમ ટૂર્નામેન્ટની પ્રથમ ટીમ બની છે જે ફાઈનલમાં પહોંચી ચુકી છે. ભારતીય મહિલા ટીમને સેમી ફાઇનલમાં હરાવી ઓસ્ટ્રેલિયન ટીમ હવે ટ્રોફીની ખૂબ જ નજીક પહોંચી છે. ગુરુવારે રમાયેલી ભારત-ઓસ્ટ્રેલિયા (India-Australia) ની મેચમાં ભારતીય ટીમને 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચનો ટર્નિગ પોઈન્ટ કેપ્ટન હરમનપ્રીત કૌર (Harmanp
04:21 AM Feb 24, 2023 IST | Vipul Pandya
Womens T20 World Cup 2023 : મહિલા T20 વર્લ્ડ કપ 2023 હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયન ટીમ ટૂર્નામેન્ટની પ્રથમ ટીમ બની છે જે ફાઈનલમાં પહોંચી ચુકી છે. ભારતીય મહિલા ટીમને સેમી ફાઇનલમાં હરાવી ઓસ્ટ્રેલિયન ટીમ હવે ટ્રોફીની ખૂબ જ નજીક પહોંચી છે. ગુરુવારે રમાયેલી ભારત-ઓસ્ટ્રેલિયા (India-Australia) ની મેચમાં ભારતીય ટીમને 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચનો ટર્નિગ પોઈન્ટ કેપ્ટન હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) નું રન આઉટ હોવાનું કહેવાઇ રહ્યું છે. હવે તેના રન આઉટને લઇને પુરુષ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (Mahendra singh Dhoni) ને યાદ કરવામાં આવી રહ્યા છે. 

52 રનના અંગત સ્કોર પર રન આઉટ થઇ હરમનપ્રીત કૌર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુરુવારે રમાયેલી મહિલા T20 વર્લ્ડ કપની સેમી ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌર એવી રીતે આઉટ થઈ ગઈ કે ટીવી અને મોબાઈલ સાથે જોડાયેલા કરોડો દર્શકો દંગ રહી ગયા. કેપ્ટન પાસેથી જીતની આશા રાખતા ક્રિકેટ ચાહકોને 15મી ઓવરમાં મોટો ઝટકો લાગ્યો હતો. જીહા, જ્યારે લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા આસાનીથી જીત મેળવી લેશે પરંતુ ત્યારે જ હરમનપ્રીત કૌર રન આઉટ થઇ ગઇ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મળેલા 173 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે શરૂઆતમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ બાદમાં હરમનપ્રીત કૌર અને જેમિમા રોડ્રિગ્સે તોફાની બેટિંગ કરી હતી. રોડ્રિગ્સ 43 રને આઉટ થઇ હતી પરંતુ હરમનપ્રીત ફિફ્ટી ફટકારવામાં સફળ રહી હતી. તે મિડવિકેટ પર 52 રનના અંગત સ્કોર પર રમતા બે રન લઈ રહી હતી. આ દરમિયાન, તેણીને બીજો રન સરળ લાગ્યો અને આરામથી દોડતી વખતે તેણે બેટને ક્રિઝ તરફ ખેંચ્યું પણ બેટ એક જગ્યાએ સ્ટોપ થઇ ગયું અને તે રનઆઉટ થઈ ગઈ. હરમનપ્રીતનું બેટ જમીન પર ફસાઈ ગયું અને ત્યાં સુધીમાં બોલ કીપરના હાથમાં હતો. આ રીતે તેણી 52 રન બનાવીને આઉટ થઇ હતી. આ રીતે તેનો રન આઉટ મેચનો ટર્નિંગ પોઈન્ટ હતો.

ટીમની હાર બાદ 7 નંબરની જર્સી સોશિયલ મીડિયા પર વાયરલ
આ મેચમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરની એક ભૂલે તેની શાનદાર ઈનિંગ પર પાણી ફેરવી દીધું હતું. આ નોકઆઉટ મેચમાં જ્યારે ભારતીય ટીમ આસાન જીત તરફ આગળ વધી રહી હતી ત્યારે 52 રનના વ્યક્તિગત સ્કોર પર કેપ્ટનનો રન આઉટ ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો. જેથી ફરી એકવાર ભારતનું સપનું ચકનાચૂર થઈ ગયું અને ટીમ આઈસીસી ટ્રોફી સુધી પહોંચવાનું ચૂકી ગઈ. આ હાર બાદ 7 નંબરની જર્સી સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ હતી અને એમએસ ધોનીની તસવીરો પણ શેર કરવામાં આવી હતી. હવે તમે પણ વિચારતા હશો કે, જર્સી નંબર 7, રનઆઉટ અને હરમનપ્રીત કૌર અને ધોની વચ્ચે શું કનેક્શન છે?

હરમનપ્રીત રન આઉટ થતાની સાથે જ ચાહકોને ધોનીની આવી યાદ
ગઈકાલની મેચનો માહોલ કંઈક અંશે 2019ની મેચ જેવો જ હતો. જ્યારે હરમનપ્રીત કૌર રમી રહી હતી ત્યારે એવું લાગતું હતું કે મેચ તેના હાથમાં છે. હરમનપ્રીતે 34 બોલમાં 52 રન બનાવ્યા હતા. હરમનની રમત સાથે ટીમ ઈન્ડિયાને જીત માટે 36 બોલમાં 45 રનની જરૂર હતી. જોકે, હરમનપ્રીત રન આઉટ થઈ ગઈ અને મેચ પલટાઈ ગઇ. હવે ફેન્સ મહેન્દ્ર સિંહ ધોની અને હરમનપ્રીત કૌરની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે અને તેમની સરખામણી કરી રહ્યા છે. વાસ્તવમાં, ચાહકોનું માનવું છે કે હરમનપ્રીતના રન આઉટ પછી મેચનો વળાંક આવ્યો, જે રીતે ન્યૂઝીલેન્ડ સામે ODI વર્લ્ડ કપ 2019 સેમિફાઇનલમાં મહેન્દ્ર સિંહ ધોની રનઆઉટ થયો હતો. ઉલ્લેખનીય છે કે, મહિલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમે ગ્રુપ સ્ટેજમાં ત્રણ મેચ જીતી હતી. ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય ભારત ત્રણ મેચ જીતીને સેમીફાઈનલમાં પહોંચ્યું હતું. 
આ પણ વાંચો - સેમી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર, T20 વિશ્વકપ માંથી થયું બહાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
CricketDhoni'sRunOutGujaratFirstHarmanpreet'sRunOutharmanpreetkaurHarmanpreetKaurAngerINDvsAUSINDwvsAUSwSemifainalSportst20worldcupt20worldcup2023Women'sT20WC2023womenst20worldcupWomensT20WorldCup2023
Next Article