Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતી સિનેમા પ્રિમિયર લીગ કલાકારોને મળશે એક અનોખો મંચ

GCPL એટલે ગુજરાતી સિનેમા પ્રિમિયર લીગ તમે ક્રિકેટ પ્રિમિયર લીગ વિશે તો સાંભળ્યું હશે એવા જ એક ધમાકેદાર કોન્સેપ્ટ સાથે આવી ગયું છે ગુજરાતી સિનેમા પ્રિમિયર લીગ એટલે કે GCPL. હા, એટલે આમાં કલાકારો ક્રિેકેટ નથી રમવાના પરંતુ કલાકારોની વચ્ચે જામશે કલાકારીનો જંગ.હા, તો જરા માંડીને વાત કરીએ તો વિપુલ જાંબુચા અને તૃપ્તિ જાંબુચા કે જેમને આવ્યો GCPLનો વિચાર મોટામોટા મહાનુભાવોના સહયોગથી આ વિચાર અà
05:13 AM Jun 10, 2022 IST | Vipul Pandya
GCPL એટલે ગુજરાતી સિનેમા પ્રિમિયર લીગ 
તમે ક્રિકેટ પ્રિમિયર લીગ વિશે તો સાંભળ્યું હશે એવા જ એક ધમાકેદાર કોન્સેપ્ટ સાથે આવી ગયું છે ગુજરાતી સિનેમા પ્રિમિયર લીગ એટલે કે GCPL. હા, એટલે આમાં કલાકારો ક્રિેકેટ નથી રમવાના પરંતુ કલાકારોની વચ્ચે જામશે કલાકારીનો જંગ.
હા, તો જરા માંડીને વાત કરીએ તો વિપુલ જાંબુચા અને તૃપ્તિ જાંબુચા કે જેમને આવ્યો GCPLનો વિચાર મોટામોટા મહાનુભાવોના સહયોગથી આ વિચાર અમલમાં મૂકાયો. મૌલિક નાયક, આકાશ ઝાલા, ચેતન દૈયા, જીગર શાહ, દીપા ત્રિવેદી, જાન્હવી પટેલ, હેમાંગ દવે, સ્મિત પંડયા, ભૂમિકા બારોટ જેવા જાણીતા કલાકારોની સાથે ઘણા બધા નવા કલાકારોને એક સુંદર મંચ મળ્યો અને કલાકારો વહેંચાયા અલગ-અલગ 8 જેટલી ટીમોમાં. 
ફક્ત કલાકારો જ નહીં દરેક ટીમનું એક પ્રોડક્શન હાઉસ એટલે કે પ્રોડ્યુસર, ડિરેક્ટર, DOP,  એડિટર, રાઈટર  એમ આખો કાફલો ટીમના રુપમાં વહેંચાયો અને બની કુલ ધમાકેદાર આઠ ટીમો. 
1. અમે અમદાવાદી 
2. ભાવભીનું ભાવનગર 
3. જોરદાર જામનગર
4. કિંગ્સ ઓફ કચ્છ 
5. મનમૌજી મહેસાણા 
6. રંગીલું રાજકોટ
7. સુરતી સુપરસ્ટાર્સ 
8. વર્સેટાઈલ વડોદરા 
GCPLની ઓક્શન ઈવેન્ટ યોજાઈ. સુપર સ્ટાર મલ્હાર ઠાકર અને આરોહી પટેલ GCPLના બ્રાન્ડ એમ્બેસેડેર છે. સાથે સુપરસ્ટાર હિતેન કુમાર સમગ્ર GCPL ના મેન્ટોર બન્યા છે. જે સમગ્ર સિરીઝ દરમ્યાન ટીમનું માર્ગદર્શન અને સુપરવિઝન કરશે. આઠ ટીમો વચ્ચે અલગ-અલગ વિષય પર 4 રાઉન્ડ મેચ યોજાશે જેમાં વિષય અનુસાર કલાકારો અને ટીમે 30 મિનિટની એક ફિલ્મ તૈયાર કરવાની રહેશે. દરેક રાઉન્ડના અંતે એક ટીમ સ્પર્ધાની બહાર થશે અને છેલ્લે 4 ટીમો વચ્ચે ફાઈનલ રાઉન્ડ અપ મેચ યોજાશે. જેમાંથી એક ટીમ વિજેતા અને એક ટીમ રનર અપ બનશે. સાથે-સાથે બેસ્ટ આર્ટિસ્ટ, બેસ્ટ ન્યૂ કમર, બેસ્ટ ડિરેક્ટર જેવી ઘણી બધી કેટેગરીમાં કલાકારોને પ્રોત્સાહન અને ઈનામ પણ આપવામાં આવશે. પ્રથમ ઈવેન્ટ દરમ્યાન જ તમામ ટીમને ફર્સ્ટ રાઉન્ડ માટે વિષય આપી દેવાયો છે. જેનો સબજેક્ટ છે કોમેડી. તમામ કલાકારોએ પ્રથમ રાઉન્ડ માટે જોરદાર તૈયારી સાથે સુસજ્જ ફિલ્મો સબમીટ પણ કરી દીધી. આઠ જેટલી કમાલ-ધમાલ કોમેડી મુવીઝ રજૂ થઈ. 
પ્રથમ રાઉન્ડનું ગ્રાન્ડ સ્ક્રીનીંગ યોજાયું. જેમાં ફિલ્મ અને મીડિયા ઇન્ડસ્ટ્રીઝના 4 જેટલા ઘૂરંધરો જજીસ તરીકે જોડાયા અને અલગ-અલગ કેટેગરીમાં મૂલ્યાંકન સાથે એક ટીમ બહાર થઈ ગઈ. પ્રથમ રાઉન્ડમાં અમે અમદાવાદી એ લોલક, રંગીલા રાજકોટની શોર્ટકટ, વર્સેટાઈલ વડોદરાની પોપટલાલ એન્ડ સન્સ જેવી ફિલ્મોએ દર્શકો અને જજીસને ખૂબ હસાવ્યા જ્યારે ભોળા ઘોઘાનો ઘોબો, લોકડાઉનના લોચા, ટીંગ ટોંગ જેવા ટાઈટલ વાળી ફિલ્મોનો પણ ઘણો દબદબો રહ્યો. જજીસ માટે નિર્ણય કરી કોઈ એક ટીમને બહાર કરવું પણ થોડું અઘરું રહ્યું પણ આ તો સ્પર્ઘા છે પરંતુ એક વાત ચોક્કસ છે GCPL જેવા વિચારથી કલાજગતમાં આગળ વધવા માગતા તમામને ચોક્કસ એક મજબૂત પ્લેટફોર્મ મળ્યું છે અને સાથે-સાથે ગુજરાતી ફિલ્મ અને કલાજગતને પણ ઘણા સારા કલાકારો મળશે જ એ વાત નક્કી.
પ્રેમ પ્રકરણઃ આ પ્રકરણના પ્રેમમાં પડવા જેવું ખરું 
આ શુક્રવારે ચંદ્રેશ ભટ્ટ દિગ્દર્શિત, સંજય ભટ્ટ અને કેવિન ભટ્ટે પ્રોડ્યુસ કરેલી ફિલ્મ પ્રેમ પ્રકરણ રિલીઝ થઈ. આમ તો આ ગુજરાતી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સની સાથે રિલીઝ થઈ હતી જોકે કાશ્મીર ફાઈલ્સને સન્માન આપવા જે તે સમયે ફિલ્મ પાછી ખેંચી લેવાઈ હતી. હવે ફિલ્મને ફરી રી-રિલીઝ કરવામાં આવી છે. સાથે સાથે ફિલ્મ ગુજરાત ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં પણ અમુક જગ્યાએ રિલીઝ કરવામાં આવી છે. 
પ્રેમ.....
જે ક્યારેક કેહવાયેલો તો ક્યારેક ના કહેવાયેલો, 
જે ક્યારેક પૂરો થયેલો તો ક્યારેક અધૂરો રહી ગયેલો...
આમ તો પ્રેમને કોઈ ભાષા, સીમાડા કે બંધન નડતા નથી. એમાં પણ કાચી ઉંમરે સ્કૂલ-કોલેજીસમાં પાંગરતો પહેલો પહેલો પ્રેમ એ રોમાંચ જીવનભર ક્યારેય ભૂલી  શકાતો નથી. અને એમાં પણ જો એ પ્રેમ કહી ન શકાય કે એક તરફી હોય કે લવ ટ્રાયેંગલ જેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે એ ટીનેજમાં ભગ્ન હ્રદયની પીડા અસહ્ય થઈ જતી હોય છે. 90 ની જનરેશનની 90ના દાયકામાં હાઈસ્કુલ-કોલેજમાં પાંગરતી એક ગુજરાતી લવ સ્ટોરી એટલે પ્રેમ પ્રકરણ. 
સૌરાષ્ટ્રના નાના ગામનો એક કિશોર સાથે ભણતી એક કિશોરીના  પ્રેમમાં પાગલ બની જાય છે અને પછી ફ્રેન્ડ ઝોન થઈ જતા ગામ છોડી શહેરમાં આવી લાઈફમાં કેવા કેવા વળાંકો આવે છે એને રજૂ કરતી એક પ્રેમ કથા એટલે પ્રેમ પ્રકરણ.  
ફિલ્મની ટ્રીટમેન્ટ સારી છે. નાના ગામના રુપમાં સૌરાષ્ટ્ર અને જુનાગઢની બહાઉદ્દીન કોલેજથી લઈ ભવનાથ અને ઉપરકોટ જેવી જગ્યાઓએ પણ ખાસ શૂટ કરવામાં આવ્યું છે.  
90ના તમામ લોકો આ ફિલ્મ સાથે ખાસ કનેક્ટ કરી શકશે. ખાસ કરીને સ્કૂલમાં થતી નોટની આપલે, સાઈકલ લઈને છોકરીઓને ફોલો કરવી, ભૂંગળા બટેકાની જયાફત, મિત્રોનો સપોર્ટ, ગૃપમાં ગિરનાર, દાતાર અને ભવનાથ ફરવા જવું. આ બધી વાતો તમને શાળાનો તમારો એ પહેલો પ્રેમ કે આવી કોઈ ઘટના જરુરથી યાદ અપાવી જશે.
આદિત્યના પાત્રમાં ગૌરવ પાસવાલા તેની આગવી છાપ છોડી જાય છે ખાસ કરીને શરમાળ પ્રેમમાં પાગલ ટીનેજરના પાત્રમાં ખૂબ સોહામણો લાગે છે સાથે નેક્સ્ટ પાર્ટ માટે આવતો ચેન્જ ઓવર પણ કન્વીંસીંગ લાગે છે. એ સમયમાં ગામ છોડી અમદાવાદ જેવા શહેરમાં આવવું કેટલી મોટી ઘટના ગણાતી એ વાત સાથે પણ ઘણા લોકો કનેક્ટ કરી શકશે. આરતીના પાત્રમાં દિક્ષા ઓકે ઓકે. અમુક અમુક જગ્યાએ દિક્ષા પરાણે માસૂમ દેખાવાની કોશિશ કરતી હોય એવું લાગે. જો કે રિયાના પાત્રમાં ઈશા કંસારા ખૂબ જામે છે. ફિલ્મની પેસ ઘણી સ્લો છે અને અમુક જગ્યાએ ફિલ્મ ખૂબ ખેંચાતી હોય એવું લાગે. આદિત્યના મિત્રોના પાત્રમાં તમામ કલાકારોનું પર્ફોરમન્સ સારું. ફિલ્મનું સંગીત અમિત ત્રિવેદીએ આપેલું છે. જો તમને લવ સ્ટોરી ગમતી હોય તો ફિલ્મ એકવાર જોવી ગમશે .  
ખણખોદ 
ગુજરાતી ફિલ્મો અને કલાકારો હિંદી ફિલ્મોની જેમ આગળ તો વધી રહ્યાં છે પણ હિંદી ફિલ્મો અને કલાકારો જેવું પ્રોફેશ્નાલિઝમ ક્યાંથી લાવશે? 
હિંદી ફિલ્મોના કલાકારોની જેમ કલાકારો એજન્સી અને મેનેજરો પણ રાખતા થયા છે. અમુક કિસ્સાઓમાં તો મેનેજરો જ કલાકારોની સ્ક્રીપ્ટ પણ વાંચે છે અને કલાકારો ક્યાં કોને ઈન્ટરવ્યૂ આપશે એ પણ નક્કી કરતા હોય છે પરંતુ વ્યસ્તતા તો સમજ્યા પણ સાથે હિંદી કલાકારો જેવું જ પ્રોફેશ્નલિઝમ અને વર્ક કમિટમેન્ટ પણ જોવા મળે એ પણ એટલું જ મહત્વનું છે. 
યશ સોની, જાનકી બોડીવાલા અને રોનક કામદારની આગામી ફિલ્મ એક નવા હટકે સબજેક્ટ સાથે આવી રહ્યાં છે ફિલ્મ નાડીદોષ લઈને. જાણીતા ડિરેક્ટર ક્રિષ્નદેવ યાજ્ઞિકની આ ફિલ્મ આગામી 17 જૂને રિલીઝ થઈ રહી છે.
આ પણ વાંચો: તમારા જીવનમાં મનોરંજનનું મહત્ત્વ કેટલું?
Tags :
BanikivanientertainmentGCPLGujaratFirstGUJARATIgujaraticinemapremierleagueLifeMovie
Next Article