Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હિન્દી નાટક ‘રાષ્ટ્રપતિ ભવન’માં રિચાર્ડ એટનબરોની ભૂમિકામાં ગુજરાતી અભિનેતા હેમાંગ પલાણ

હિન્દી નાટક ‘રાષ્ટ્રપતિ ભવન’ તાજેતરમાં નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ડ્રામા ઓડિટોરિયમમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ નાટકના પ્રેક્ષકોમાં ભારતના 14મા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમના પત્ની તથા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ભારતના અન્ય રાજ્યોના રાજ્યપાલ સામેલ હતા.અભિનેતા મનોજ જોશી દ્વારા નિર્મિત આ ઐતિહાસિક નાટક બ્રિટિશ આર્કિટેક્ટ એડવર્
હિન્દી નાટક  lsquo રાષ્ટ્રપતિ ભવન rsquo માં  રિચાર્ડ એટનબરોની ભૂમિકામાં ગુજરાતી અભિનેતા હેમાંગ પલાણ
હિન્દી નાટક ‘રાષ્ટ્રપતિ ભવન’ તાજેતરમાં નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ડ્રામા ઓડિટોરિયમમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ નાટકના પ્રેક્ષકોમાં ભારતના 14મા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમના પત્ની તથા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ભારતના અન્ય રાજ્યોના રાજ્યપાલ સામેલ હતા.
અભિનેતા મનોજ જોશી દ્વારા નિર્મિત આ ઐતિહાસિક નાટક બ્રિટિશ આર્કિટેક્ટ એડવર્ડ લ્યુટિયન દ્વારા ડિઝાઇન કરાયેલ ભવ્ય રાષ્ટ્રપતિ ભવન ઈમારતનો ઇતિહાસ દર્શાવે છે. આ નાટક આજ સુધીના 14 ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા લેવામાં આવેલા કેટલાક નિર્ણયો વિશે રસપ્રદ રીતે માહિતી આપે છે.
આ નાટકમાં બ્રિટિશ ફિલ્મ નિર્માતા રિચાર્ડ એટનબરો અને ભારતના છઠ્ઠા પ્રમુખ નીલમ સંજીવ રેડ્ડી વચ્ચેની બેઠકમાં મહત્વપૂર્ણ વાતચીતના દ્રશ્યો જોવા મળ્યા છે. ભારતમાં 1981માં ફિલ્મ 'ગાંધી'નું શૂટિંગ શરૂ કરતા પહેલા, ફિલ્મના બ્રિટિશ ડિરેક્ટર રિચર્ડ એટનબરો રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીને મળવા ગયા હતા. રિચર્ડ એટનબરો રાષ્ટ્રપતિ ભવનની અંદર ફિલ્મ 'ગાંધી'ના થોડા દ્રશ્ય શૂટ કરવા માંગતા હતા. તેઓ રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીની પરવાનગી લેવા ગયા હતા. રિચાર્ડ એટનબરો માટે તે એક મોટો આંચકો હતો કારણ કે રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીએ  રાષ્ટ્રપતિ ભવનની અંદર અને તેની આસપાસ 'ગાંધી' ફિલ્મના ઘણા દ્રશ્ય શૂટ કરવાની પરવાનગી નકારી હતી. 
રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીએ  રિચાર્ડ એટનબરોને પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ભવનની અંદર ફિલ્મ ગાંધીના દ્રશ્યો ફિલ્માવવાથી રાષ્ટ્રપતિ ભવન સંકુલની ગરિમા ઘટશે.
મૂળ વેરાવળ સોમનાથના વતની અને મુંબઈ સ્થિત ગુજરાતી અભિનેતા હેમાંગ પલાણે 'રાષ્ટ્રપતિ ભવન' નાટકમાં રિચાર્ડ એટનબરોની ભૂમિકા ભજવી છે. હેમાંગ પલાણે કહ્યું, "આ એક પડકારજનક અને રસપ્રદ ભૂમિકા છે કારણ કે મારે રિચાર્ડ એટનબરોની બોડી લેંગ્વેજ અને ડિક્શન શીખવા માટે તેમના કેટલાક જૂના વીડિયોનો અભ્યાસ કરવો પડ્યો હતો. રિચાર્ડ એટનબરો તરીકેનો મારો મેકઅપ એક કલાકથી વધુ સમય લે છે અને હું અમારા વરિષ્ઠ મેકઅપ આર્ટિસ્ટનો અત્યંત આભારી છું કારણ કે તે રિચાર્ડ એટનબરોના દેખાવ પ્રમાણે ઉત્તમ મેકઅપ કરે છે.”
આગામી સમયમાં ઈંગ્લેન્ડમાં 'રાષ્ટ્રપતિ ભવન' હિન્દી નાટકના શોનું આયોજન કરવામાં આવશે.
Advertisement
Tags :
Advertisement

.