Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં ફરી એકવાર વીજળીના ભાવમાં વધારો, 1મે થી વીજળી યુનિટ દીઠ 20 પૈસા મોંઘી

એક તરફ રાંધણ ગેસ, પેટ્રોલ ડીઝલ સહિતની અનેક જીવનજરૂરિયાતની વસ્તુના ભાવ આસમાને પહોંચ્યા છે. વીજળી પણ જાણે ભાવ વધારાની હરીફાઈ કરી રહી હોઈ તેમ છેલ્લાં પાંચ મહિનામાં રાજ્ય સરકારે ચોથી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. ફ્યુઅલ સરચાર્જમાં 20 પૈસાનો વધારો કરીને રૂ. 2.50 કર્યો છે, જે વીજ વપરાશના દરેક યુનિટ માટે લાગુ પડે છે. વીજળી મોંઘી થતા ગુજરાતના 1.30 કરોડ ગ્રાહકો પર આ અસર થશે. વીજળીના આ ભાવ વધારાà
ગુજરાતમાં ફરી એકવાર વીજળીના ભાવમાં વધારો  1મે થી વીજળી યુનિટ દીઠ 20 પૈસા મોંઘી
એક તરફ રાંધણ ગેસ, પેટ્રોલ ડીઝલ સહિતની અનેક જીવનજરૂરિયાતની વસ્તુના ભાવ આસમાને પહોંચ્યા છે. વીજળી પણ જાણે ભાવ વધારાની હરીફાઈ કરી રહી હોઈ તેમ છેલ્લાં પાંચ મહિનામાં રાજ્ય સરકારે ચોથી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. 
ફ્યુઅલ સરચાર્જમાં 20 પૈસાનો વધારો કરીને રૂ. 2.50 કર્યો છે, જે વીજ વપરાશના દરેક યુનિટ માટે લાગુ પડે છે. વીજળી મોંઘી થતા ગુજરાતના 1.30 કરોડ ગ્રાહકો પર આ અસર થશે. વીજળીના આ ભાવ વધારાની અસર કૃષિ ક્ષેત્રે નહિ થાય.  
ગુજરાતમાં 1.30 કરોડ વીજ ધારકો છે તેમને વાર્ષિક વીજબિલમાં વર્ષે રૂ. 3240 કરોડનો વધારાનો બોજ આવશે.  1 મેની અસરથી ફ્યુઅલ સરચાર્જમાં વધારો લાગુ કરવામાં આવશે. આ ભાવ વધારાથી  મે અને જૂન મહિનાના વીજ બિલમાં યુનિટ દીઠ 20 પૈસા વધારો લાગુ થવાથી 200 યુનિટના વીજ વપરાશકારો પર વીજ બિલમાં રૂ. 40 અને ઇલેક્ટ્રિસિટી ડ્યુટી સાથે રૂ. 45થી 48નો વધારો થશે. ટૂંકા સમયમાં ફરી વધારો આવતા લોકો પરેશાન થયા છે. 
દેશમાં ચાલી રહ્યું છે વીજ સંકટ  
ઉનાળામાં વીજળીની વપરાશ સતત વધી રહી છે તો બીજી તરફ સતત કોલસાની અછત સર્જાય રહી છે. જેને પગલે અનેક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. કોલસાના સંકટના કારણે અનેક રાજ્યમાં વીજ સંકટ સર્જાયું છે. દેશમાં કુલ વીજ ઉત્પાદનના 70થી 75 ટકા ઉત્પાદન કોલસામાંથી થાય છે. વીજ સંકટની અસર ઉદ્યોગો પર પણ પડી છે. આંધ્રપ્રદેશમાં વીજ સંકટના કારણે કંપનીઓના ઉત્પાદન પર વધારે અસર થઈ રહી છે. સ્ટેઈનલેસ સ્ટીલનું ઉત્પાદન કરતી કંપનીઓએ વીજ કાપના કારણે તેમના ઉત્પાદનમાં  50 ટકાનો ઘટાડો કરી દીધો હતો.
Advertisement
Tags :
Advertisement

.