ગીરના સિંહોને બદનામ કરવાનું કૃત્ય, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ Video ગુજરાત બહારનો...
Gujarat First Fact Check: સોશિયલ મીડિયામાં પાલતું પશુની જેમ સિંહોની સાથેની કનડગતનો એક વીડિયો વાયરલ થતાં ગુજરાત ફર્સ્ટ (Gujrarat First) દ્વારા આ વીડિયોનું Fact Check કરવામાં આવ્યું. જેમાં વીડિયોમાં તથ્ય કરતા ભ્રામક અને બદનામી વધુ થતી હોય તેવા પ્રચાર પ્રસાર થતા હોવાની માન્યતાઓ યથાર્થ ઠરતી હોય તેમ 4 થી 5 સિંહો વચ્ચે 1 યુવકનો વિડિયો થયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો છે.સિંહોની પજવણીખમ્મા ગીર કરીને સોશીયલ મીડિયામાં
Gujarat First Fact Check: સોશિયલ મીડિયામાં પાલતું પશુની જેમ સિંહોની સાથેની કનડગતનો એક વીડિયો વાયરલ થતાં ગુજરાત ફર્સ્ટ (Gujrarat First) દ્વારા આ વીડિયોનું Fact Check કરવામાં આવ્યું. જેમાં વીડિયોમાં તથ્ય કરતા ભ્રામક અને બદનામી વધુ થતી હોય તેવા પ્રચાર પ્રસાર થતા હોવાની માન્યતાઓ યથાર્થ ઠરતી હોય તેમ 4 થી 5 સિંહો વચ્ચે 1 યુવકનો વિડિયો થયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો છે.
સિંહોની પજવણી
ખમ્મા ગીર કરીને સોશીયલ મીડિયામાં સિંહોની (Lion) પજવણી કરતા યુવકને 4 થી 5 સિંહો ઘેરી લે છે અને આ 4 થી 5 સિંહો દ્વારા એક બંધ મકાનમાં 1 યુવકને પકડે છે તેવું વીડિયોમાં જણાઈ છે જ્યારે સિંહો દ્વારા યુવક પર હુમલા જેવો પ્રયાસ કરે છે ત્યારે અન્ય બે ત્રણ વ્યક્તિઓ સિંહો પાસેથી યુવકને છોડાવે છે. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં ખમ્મા ગીર કરીને લખ્યું છે
ધારી DFOની પુષ્ટિ
આ વીડિયો અંગે ગુજરાત ફર્સ્ટ દ્વારા ધારીના DFO રાજદીપસિંહ ઝાલાને પુછતા તેમણે જણાવ્યું હતું કે, ગીરના સિંહોની કનડગત શક્ય નથી કેમ કે, વનવિભાગ સિંહોની સુરક્ષા સાથે સિંહની કાળજી લે છે અને સિંહો માટેના જે રેસ્કયુ સેન્ટરો આવેલા છે એવા આ વીડિયોમાં દેખાતા મકાનમાં સિંહો એ ગીરના વિસ્તારના રેસ્ક્યું સેન્ટરો નથી જાણતા.
મીડલ ઈસ્ટ દેશોના હોવાનું અનુમાન, સિંહપ્રેમીઓમાં કચવાટ
ખમ્મા ગીર કરીને સોશીયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો દુબઈ અથવા મિડલ ઇસ્ટ વિસ્તારનો હોવાનું અનુમાન ધારી ગીર પૂર્વના DFO રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું ત્યારે ખમ્મા ગીર કરીને ગુજરાતને બદનામ કરતા વિડીયો સામે સિંહપ્રેમી ઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement