ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

વિદેશી કૃષ્ણભક્ત તરીકે જાણીતા Achyut Gopi સાથે Gujarat First નો ખાસ સંવાદ

કૃષ્ણભક્ત તરીકે પ્રસિદ્ધ અચ્યૂત ગોપી (Achyut Gopi) કે જેઓ મુળ અમેરિકાના છે પરંતુ કૃષ્ણભક્તિ (Krishnabhakti) સાથે બાળપણથી જોડાયેલા છે અને તેઓ ગાંધીનગરમાં ગીફ્ટ સિટી ખાતે “ચલ મન વૃંદાવન” (Chal Man Vrindavan) કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા છે જેને લઈને અચ્યૂત ગોપીએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી.
04:18 PM Feb 16, 2025 IST | Hardik Shah
featuredImage featuredImage
ACHYUT GOPI SAATHE ADHYATMIK SAMVAAD

Achyut Gopi : કૃષ્ણભક્ત તરીકે પ્રસિદ્ધ અચ્યૂત ગોપી (Achyut Gopi) કે જેઓ મુળ અમેરિકાના છે પરંતુ કૃષ્ણભક્તિ (Krishnabhakti) સાથે બાળપણથી જોડાયેલા છે અને તેઓ ગાંધીનગરમાં ગીફ્ટ સિટી ખાતે “ચલ મન વૃંદાવન” (Chal Man Vrindavan) કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા છે જેને લઈને અચ્યૂત ગોપીએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી.

કૃષ્ણભક્ત અચ્યૂત ગોપીએ જણાવ્યું કે, હું કૃષ્ણભક્તિ સાથે એટલા માટે જોડાઈ કેમ કે હું જાણવા માંગતી હતી કે, ગોપી ખરેખર કોણ છે, અને મેં કૃષ્ણના ઘણા બધા પુસ્તકો વાંચ્યા છે અને કૃષ્ણભક્તિ જ મારું જીવન છે. અને હું વિદેશી તરીકે નહીં પણ કૃષ્ણની ગોપી તરીકે ઓળખાવા માગુ છું. ભગવાન કૃષ્ણની ભક્તિ જ મારુ જીવન છે, શ્રીમદ ભગવદ ગીતાના પઠનને જીવનમાં ઉતાર્યા છે. ભારતમાં સનાતન ધર્મની સત્યતા જોઈ છે. આપણે બધા કૃષ્ણના સંતાનો છીએ. હું જન્મી ત્યારે માત્ર 1 કિલોગ્રામની હતી, મારા માતા-પિતા ચિંતિત હતા અને ભગવદ ગીતાનું પઠન કરતા હતા. મારો જન્મ થયો ત્યારે મારા માતા-પિતા શ્રીમદ્ ભગવત ગીતાના પાઠ કરતા હતા એટલે બાળપણથી જ મારામાં કૃષ્ણભક્તિના સંસ્કાર આવ્યા છે, મારા ઉછેર આધ્યાત્મિક પરંપરામાં થયો છે. અમે કૃષ્ણભક્તો 2019થી કૃષ્ણનું કિર્તન કરીએ છીએ.

Tags :
ACHYUT GOPIGujarat FirstGUJARAT FIRST NEWSHardik Shah