Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિદેશી કૃષ્ણભક્ત તરીકે જાણીતા Achyut Gopi સાથે Gujarat First નો ખાસ સંવાદ

કૃષ્ણભક્ત તરીકે પ્રસિદ્ધ અચ્યૂત ગોપી (Achyut Gopi) કે જેઓ મુળ અમેરિકાના છે પરંતુ કૃષ્ણભક્તિ (Krishnabhakti) સાથે બાળપણથી જોડાયેલા છે અને તેઓ ગાંધીનગરમાં ગીફ્ટ સિટી ખાતે “ચલ મન વૃંદાવન” (Chal Man Vrindavan) કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા છે જેને લઈને અચ્યૂત ગોપીએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી.
વિદેશી કૃષ્ણભક્ત તરીકે જાણીતા achyut gopi સાથે gujarat first નો ખાસ સંવાદ
Advertisement
  • આધ્યાત્મિક વક્તા અને સંગીતકાર અચ્યૂત ગોપી સાથે ખાસ સંવાદ
  • વિદેશી કૃષ્ણભક્ત તરીકે જાણીતા છે અચ્યૂત ગોપી
  • ગુજરાત ફર્સ્ટની ટીમ સાથે અચ્યૂત ગોપીનો સંવાદ
  • આધ્યાત્મ અને ભક્તિ ગીતોથી પ્રચલિત છે અચ્યૂત ગોપી
  • પોતાના ભક્તિ ગીતોને લઈને દેશ-વિદેશમાં છે પ્રચલિત
  • ભારતની આદ્યાત્મતા અંગે અચ્યૂત ગોપીએ કર્યા વખાણ
  • કૃષ્ણ ભક્તિ અંગે પણ અચ્યૂત ગોપીએ કર્યો સંવાદ

Achyut Gopi : કૃષ્ણભક્ત તરીકે પ્રસિદ્ધ અચ્યૂત ગોપી (Achyut Gopi) કે જેઓ મુળ અમેરિકાના છે પરંતુ કૃષ્ણભક્તિ (Krishnabhakti) સાથે બાળપણથી જોડાયેલા છે અને તેઓ ગાંધીનગરમાં ગીફ્ટ સિટી ખાતે “ચલ મન વૃંદાવન” (Chal Man Vrindavan) કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા છે જેને લઈને અચ્યૂત ગોપીએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી.

કૃષ્ણભક્ત અચ્યૂત ગોપીએ જણાવ્યું કે, હું કૃષ્ણભક્તિ સાથે એટલા માટે જોડાઈ કેમ કે હું જાણવા માંગતી હતી કે, ગોપી ખરેખર કોણ છે, અને મેં કૃષ્ણના ઘણા બધા પુસ્તકો વાંચ્યા છે અને કૃષ્ણભક્તિ જ મારું જીવન છે. અને હું વિદેશી તરીકે નહીં પણ કૃષ્ણની ગોપી તરીકે ઓળખાવા માગુ છું. ભગવાન કૃષ્ણની ભક્તિ જ મારુ જીવન છે, શ્રીમદ ભગવદ ગીતાના પઠનને જીવનમાં ઉતાર્યા છે. ભારતમાં સનાતન ધર્મની સત્યતા જોઈ છે. આપણે બધા કૃષ્ણના સંતાનો છીએ. હું જન્મી ત્યારે માત્ર 1 કિલોગ્રામની હતી, મારા માતા-પિતા ચિંતિત હતા અને ભગવદ ગીતાનું પઠન કરતા હતા. મારો જન્મ થયો ત્યારે મારા માતા-પિતા શ્રીમદ્ ભગવત ગીતાના પાઠ કરતા હતા એટલે બાળપણથી જ મારામાં કૃષ્ણભક્તિના સંસ્કાર આવ્યા છે, મારા ઉછેર આધ્યાત્મિક પરંપરામાં થયો છે. અમે કૃષ્ણભક્તો 2019થી કૃષ્ણનું કિર્તન કરીએ છીએ.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×