Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત ATSની ડ્રગ્સ માફિયા પર સર્જિકલ સ્ટ્રાઇક, ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ

ગુજરાત ATS એ દેશમાં ડ્રગ્સ ઘુસાડવાનો કરાતો પ્રયાસ કચડી નાંખ્યો છે. ગુજરાત ATSએ ગુજરાતના દરિયા કિનારેથી કરોડોની કિંમતનું ડ્રગ્સ પકડીને  ડ્રગ્સ માફિયાઓની કમર તોડી નાખી છે. ગુજરાત  ATS એ વીતેલા 2 વર્ષમાં ડ્રગ્સ સાથે 30 પાકિસ્તાની અને 17 ઇરાનીને પકડ્યા છે. ગુજરાત પોલીસે 2 અફઘાની અને 1 નાઇજીરીયનને પણ પકડ્યા છે અને ડ્રગ્સ પર સર્જિકલ સ્ટ્રાઇકસ કરી છે.  દેશના યુવા ધનને બરબાદ કરવા માટે ડ્રગ્સ માફà
ગુજરાત atsની ડ્રગ્સ માફિયા પર સર્જિકલ સ્ટ્રાઇક  ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ
ગુજરાત ATS એ દેશમાં ડ્રગ્સ ઘુસાડવાનો કરાતો પ્રયાસ કચડી નાંખ્યો છે. ગુજરાત ATSએ ગુજરાતના દરિયા કિનારેથી કરોડોની કિંમતનું ડ્રગ્સ પકડીને  ડ્રગ્સ માફિયાઓની કમર તોડી નાખી છે. 
ગુજરાત  ATS એ વીતેલા 2 વર્ષમાં ડ્રગ્સ સાથે 30 પાકિસ્તાની અને 17 ઇરાનીને પકડ્યા છે. ગુજરાત પોલીસે 2 અફઘાની અને 1 નાઇજીરીયનને પણ પકડ્યા છે અને ડ્રગ્સ પર સર્જિકલ સ્ટ્રાઇકસ કરી છે.  
દેશના યુવા ધનને બરબાદ કરવા માટે ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના દરિયા કિનારેથી ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કર્યો છે પણ ગુજરાત પોલીસે ડ્રગ્સ સાથે ડ્રગ્સના કેરિયરોને ઝડપી લઇને ડ્રગ્સ માફિયાઓની કમર તોડી નાખી છે. 
છેલ્લા 6 માસમાં પોલીસે એનડીપીસીએસ એક્ટ મુજબ 422 ગુના રજીસ્ટર કર્યા છે અને 667 ડ્રગ્સ માફિયાઓને પકડ્યા છે. પોલીસે એજન્સીઓ સાથે મધદરીયે ઓપરેશન કરીને 25669 કિલો ડ્રગ્સને ઝડપી લીધું છે.  
ગુજરાત પોલીસ અને ગુજરાત એટીએસની સફળ કામગીરીના કારણે  નશાના કારોબારને અટકાવી શકાયો છે. ગુજરાત પોલીસની સતર્કતાના કારણે પાકિસ્તાન અને ઇરાનના ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. ગુજરાતનો દરિયા કિનારો માત્ર 200 કિમી દૂર છે છતાં પોલીસની સતર્કતાના કારણે ડ્રગ માફિયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. 
ડ્રગ્સ માફિયાઓમાં જે ફફડાટ અને ડર જોવા મળી રહ્યો છે તેની ખાસ એક ઓડિયો ક્લીપ પોલીસને હાથ લાગી છે જેમાં બે ડ્રગ્સ માફિયા વચ્ચેની વાતચીત સાંભળવા મળે છે. આ વાતચીતમાં  ગુજરાતના દરિયા કિનારે ગુજરાત પોલીસ અને એટીએસ તથા એજન્સીઓ કેટલી સતર્ક છે તે સાંભળવા મળે છે. ડ્રગ્સ માફિયા અહીંથી કોઇને બચીને નહીં જઇ શકે તેવું પણ બોલતો સંભળાય છે તથા આ રુટ સેફ નથી તેમ પણ બોલતો સંભળાય છે. ઓડિયો ક્લીપમાં ડ્રગ્સ માફિયામાં ખૌફ જોવા મળી રહ્યો છે. 
આ મામલે રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાત પોલીસની ડ્રગ્સની સામે મુહિમ ચાલી રહી છે પણ તેને રાજકીય મોડ આપીને આ મુહિમને ઢીલી પાડવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે. તેમણે કહ્યું કે ગુજરાત પોલીસે મક્કમતાથી નિર્ધાર કર્યો છે કે ડ્રગ્સ માફિયાઓને તેમનું સરનામું બદલવું  પડશે. 
ઓડીયોમાં સાંભળવા મળે છે કે ગુજરાત પોલીસ એટીએસ અને કેન્દ્રીય એજન્સીની જે કાર્યવાહી છે તેનાથી ડ્રગ્સ માફિયામાં ડર છે અને ગુજરાતના દરિયા કિનારે ડ્રગ્સ ઘુસાડવાનો ડર લાગી રહ્યો છે. 
ગુજરાત એટીએસના ચીફ દિપેન ભદ્રને કહ્યું કે અમારો આ પ્રયાસ ચાલુ જ રહેશે. એટીએસ અને વિવિધ એજન્સીઓની મદદથી ગુજરાતના દરિયા કિનારે ઘુસાડાતું ડ્રગ્સ ઝડપી લેવાયું છે અને તેનાથી ડ્રગ્સ માફિયાઓમાં ખૌફ પણ જોવા મળી રહ્યો છે. 
 
તેમણે કહ્યું કે, નાર્કો રિવોર્ડ પોલિસી ગુજરાતે ડિક્લેર કરી છે જેથી બાતમીદારો અને અધિકારીઓને પ્રોત્સાહન મળ્યું છે જેથી જે લોકો બાતમી આપે છે તેમનો આ ઝુંબેશમાં સહકાર મળે છે. ગુજરાત એટીએસની સાથે  એનસીબી, ઇન્ડીયન કોસ્ટગાર્ડની મદદ લેવામાં આવે છે. અત્યાર સુધીને 30 પાકિસ્તાની અને 18 ઇરાની અને નાઇજીરીયન પકડાયા છે. 
અગાઉ ગુજરાત ATS દ્વારા ભારત પાકિસ્તાર મરીન બોર્ડર પાસે કોસ્ટ ગાર્ડ 9 પાકિસ્તાની પકડાયા છે. કોસ્ટગાર્ડે આ ઓપરેશનમાં ગોળીબાર પણ કર્યા હતા. ગુજરાત ATSએ NCBને કન્સાઈનમેન્ટની જાણકારી સોંપી હતી. દિલ્હી, મુઝફરનગર, જામિયાનગર, અને શાહીનબાગમાં NCBએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન NCBએ 1500 કરોડ રૂપિયાનું 351 કિલો હેરોઈન NCBએ કબ્જે કર્યું હતું. ભારતમાં રહેલા ડ્રગ્સ માફિયા રાઝી હૈદર, ઈમરાન અને અવતાર સિંહની ધરપકડ થઈ હતી, ત્યારબાદ અટારી બોર્ડરથી NCBએ 100 કિલો હેરોઈન કબ્જે કર્યું હતું. ડ્રગ્સ માફિયા અબ્દુલ રફે ડ્રગ્સ બનાવીને પોતાની ફેક્ટરીમાં છુપાવ્યું હતું. અબ્દુલ રઉફ પેરાસિટામોલના પાવડરમાં ડ્રગ્સની ભેળસેળ કરતો હતો. ATSએ ફેક્ટરીમાં દરોડા પાડ્યા અને અબ્દુલ રઉફની ધરપકડ કરી હતી.
અગાઉ પણ  ગુજરાત પોલીસે સલાયા બંદરથી ડ્રગ્સ માફિયાની ધરપકડ કરી હતી. તે  20 વર્ષથી શાકભાજી વેચવાની આડમાં ડ્રગ્સનો કાળો કારોબાર કરતો હતો. સજ્જાદ સિકંદરના કનેક્શન પાકિસ્તાન અને દુબઈના ડ્રગ્સ માફિયાઓ સુધી હતા. પોલીસે  સજ્જાદ અને સલીમને  ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે  બંને પાસેથી લગભગ 63 કિલો હેરોઈન અને 137 કિલો મેથાઈમફેટામાઈન ડ્રગ્સ જપ્ત કર્યું હતું. 200 કિલો હેરોઈનની કિંમત 315 કરોડ રૂપિયા છે. 
Advertisement
Tags :
Advertisement

.