Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પંજાબની જેલમાંથી ચાલે છે દેશમાં ડ્રગ્ઝ ઘુસાડવાનું નેટવર્ક! ગુજરાત પોલીસનું વધુ એક ઓપરેશન

ગુજરાત  ATS અને કોસ્ટગાર્ડ સાથે કરેલ જોઇન્ટ ઓપરેશનમાં પકડી પાડવામાં આવેલ નાર્કોટીકસના મોટા જથ્થા સંદર્ભે ડી.જી.પી.શ્રી આશીષ ભાટિયાના અધ્યક્ષ સ્થાને આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં આજે ઝડપાયેલા 200 કરોડના ડ્રગ્ઝ કેસના તાર પંજાબની જેલો સુધી ફેલાયેલા છે તેવી સ્પષ્ટતા કરી હતી. સાથે જ ડ્રગ્સ મુદ્દે ગુજરાતને બદનામ કરનાર ત્તત્વો સામે ગુજરાત પોલીસની ઝાંબાઝ કામગીરી મુદ્દે પણ સ્પષ્ટત
પંજાબની જેલમાંથી ચાલે છે દેશમાં ડ્રગ્ઝ ઘુસાડવાનું નેટવર્ક  ગુજરાત પોલીસનું વધુ એક ઓપરેશન
ગુજરાત  ATS અને કોસ્ટગાર્ડ સાથે કરેલ જોઇન્ટ ઓપરેશનમાં પકડી પાડવામાં આવેલ નાર્કોટીકસના મોટા જથ્થા સંદર્ભે ડી.જી.પી.શ્રી આશીષ ભાટિયાના અધ્યક્ષ સ્થાને આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં આજે ઝડપાયેલા 200 કરોડના ડ્રગ્ઝ કેસના તાર પંજાબની જેલો સુધી ફેલાયેલા છે તેવી સ્પષ્ટતા કરી હતી. સાથે જ ડ્રગ્સ મુદ્દે ગુજરાતને બદનામ કરનાર ત્તત્વો સામે ગુજરાત પોલીસની ઝાંબાઝ કામગીરી મુદ્દે પણ સ્પષ્ટતા કરી હતી

દરિયાઈ માર્ગે ડ્રગ્ઝ મોકલ્યું હતુ જેમાં 6 પાકિસ્તાનીઓ હતા
DGPએ પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપતા જણાવ્યું કે, પાકિસ્તાના કરાંચીથી અબ્દુલ્લા નામના શખ્સે દરિયાઈ માર્ગે ડ્રગ્ઝ મોકલ્યું હતુ જેમાં 6 પાકિસ્તાનીઓ હતા. આ ડ્રગ્ઝની ડિલિવરી જખૌ આગળ 50 નોટિકલ માઈલ પાસે થવાની હતી અને ડ્રગ્ઝની ડિલિવરી લેવા માટે વેસ્ટ દિલ્હીના રહેવાસી સરતાજ મલિક અને જગ્ગી સિંગ આવ્યા હતા. પોલીસે 6 પાકિસ્તાની અને આ બંન્ને મળી કુલ 8ને ઝડપી લીધાં છે.

વરસાદી માહોલમાં દરિયાની વચ્ચે પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું 
વરસાદી માહોલમાં દરિયાની વચ્ચે પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું હતું જેના તાર પંજાબની જેલ સુધી ફેલાયેલા હોવાનું ફલિત થયું છે. પંજાબની અમૃતસર જેલમાં નાઈજેરિયન નાગરિક અની ચીફ બિના ઉર્ફે ચીફ  અને કપુલ થલા જેલમાં મેરાજ રહેમાનીએ હિરોઈન મંગાવી હતી. અગાઉ પણ આ બંન્ને આરોપીઓ પર ડ્રગ્ઝનો કેસ છે, જેના કારણે આરોપીઓ જેલમાં હતા, જો કે પંજાબની જેલમાં બેઠાં-બેઠાં તેમણે આ સમગ્ર ઓપરેશન ગોઠવ્યું હતું.
અગાઉ બે કેસોના તાર પંજાબ જેલ સુધી નીકળ્યા હતા
ગુજરાતમાં ઝડપાયેલા ડ્રગ્ઝ કેસના તાર પંજાબની જેલો સુધી ફેલાયેલા હોય તેવો આ પહેલો કેસ નથી. અગાઉ વર્ષ 2021માં મોરબીમાં 146 કિલો ડ્રગ્ઝ ઝડપાયું. તેમાંથી ફિરોઝપુર જેલમાં રહેલા ભોલા શુટરે તેમાંથી 4 કિલો હેરોઈન ખરીદ્યું હતું. ભોલા શૂટર લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય હતો જે મુસેવાલા મર્ડર કેસ સાથે સંકળાયેલી ગેંગ છે. જોકે ભોલા શૂટરનું જેલમાં મોત થયું હતું. તેમજ  મુંદ્રા સીએફએસ 75 કિલો ડ્રગ્ઝ તર્કીના કોન્ટેક્ટથી ફરીદકોટ જેલમાં બગ્ગા ખાને મુદ્રાં બંદરથી મંગાવ્યું હતું અને આ ડ્રગ્સનો ત્રીજો કેસ છે જેના તાર પંજાબ જેલ સુધી નિકળ્યા છે.
 
Advertisement
Tags :
Advertisement

.