Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ડ્રગ્સને લઈ ગુજરાત ATSની મોટી કાર્યવાહી, 200 કરોડની કિંમતનું પકડ્યું ડ્રગ્સ

ગુજરાતમાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો ખતમ નથી થઇ રહ્યો. એકવાર ફરી ગુજરાતના દરિયામાંથી ડ્રગ્સ મળી આવ્યું છે. આ વખતે ગુજરાત ATSએ 200 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. વળી આ પકડાયેલા ડ્રગ્સ સાથે 6 લોકો પણ ATS ના હથ્થે આવ્યા છે. 200 કરોડની કિંમતના ડ્રગ્સ સાથે 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મળી રહેલી માહિતી અનુસાર, ઈન્ડિયન કોસ્ટગાર્ડ સાથે મળી ATSએ આ ઓપરેશન હાથ ધર્યું હતું.  મળી રહેલી માહિતી અનુસ
05:18 AM Sep 14, 2022 IST | Vipul Pandya
ગુજરાતમાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો ખતમ નથી થઇ રહ્યો. એકવાર ફરી ગુજરાતના દરિયામાંથી ડ્રગ્સ મળી આવ્યું છે. આ વખતે ગુજરાત ATSએ 200 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. વળી આ પકડાયેલા ડ્રગ્સ સાથે 6 લોકો પણ ATS ના હથ્થે આવ્યા છે. 200 કરોડની કિંમતના ડ્રગ્સ સાથે 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મળી રહેલી માહિતી અનુસાર, ઈન્ડિયન કોસ્ટગાર્ડ સાથે મળી ATSએ આ ઓપરેશન હાથ ધર્યું હતું. 

મળી રહેલી માહિતી અનુસાર, પંજાબમાં હાલમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, ત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ અહીંની એક જેલમાંથી એક નાઇજિરિયન કેદીએ આ ડ્રગ્સ મંગાવ્યું હતું. ત્યારે કહી શકાય કે એક તરફ ગુજરાતની જનતાને ફ્રી ની રેવડી આપવાના વાયદા કરવામાં આવે છે અને બીજી તરફ જ્યા પોતાની જ પાર્ટીની સરકાર છે ત્યાં ડ્રગ્સ માફિયા તેમની જ નાક નીચે આ પ્રકારનું કામ કરે છે. અહીં સ્પષ્ટપણે દેખાય છે કે, હાથીના દાંત દેખાડવાના અલગ અને ચાવવાના અલગ છે. 

સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ પહેલા પણ ગુજરાતના દરિયામાંથી ડ્રગ્સ મોટા પ્રમાણમાં મળી આવ્યું છે. ત્યારે આ સિલસિલો આજે પણ યથાવત છે. તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, ગુજરાત ATS અને ઈન્ડિયન કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં વધુ એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ગુજરાતના દરિયા કિનારેથી 200 કરોડની કિંમતનું 40 કિલો ડ્રગ્સ પકડાયું છે. પ્રાથમિક અહેવાલની વાત કરીએ તો આ ડ્રગ્સ પંજાબની જેલમાં બંધ નાઇજિરિયન શખ્સે મંગાવ્યું હોવાનો ખુલાસો થયો છે. 
વળી આ ડ્રગ્સ સાથે કુલ 6 શખ્સોની ધરપકડ કરાઈ છે, જે પાકિસ્તાની હોવાનું સામે આવી રહ્યું છે. ગુજરાતની દરિયાઈ સીમાની અંદર કેટલાક નોટિકલ માઇલ્સ પાકિસ્તાનની મરીન સીમામાં જઈને ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. આ ઓપરેશમાં કુલ 6 પાકિસ્તાની શખ્સોની ધરપકડ કરાઈ છે. તેમની પાસેથી એક બોટ પણ કબજે કરાઈ છે. તમામ પાસેથી કુલ 40 હેરોઇનના પેકેટ મળી આવ્યા છે.  
પંજાબ પોલીસ અને પંજાબ સરકારની નિયત પર સવાલ ઉઠ્યા છે. 6 પાકીસ્તાનીઓ સાથે ડ્રગ્સ પકડાયું છે. કેજરીવાલની નાક નીચે ડ્રગ્સ નેટવર્ક ચાલતું હતું. ગુજરાત એટીએસએ ડ્રગ્સના ખપ્પરમાં હોમાતા યુવાધનને બચાવ્યું છે.પાકીસ્તાની હાજી હસનનું નેટવર્ક ગુજરાત એટીએસે તોડી પાડયું છે. 
200 કરોડનું ડ્રગ્સ પકડાતા સવાલ ઉઠી રહ્યા છે કે જો આ ડ્રગ્સ ના પકડાયું હોત તો  પંજાબના અધિકારી અને સરકારનું પાકિસ્તાની કનેક્શન છતું ના થાત.સવાલ એ પણ થઇ રહ્યો છે કે ભારત માતા કી જય ની વાતો કરતા કેજરીવાલનો ભારતને બરબાદ કરવાનો કારસો છે કે કેમ. સવાલ થઇ રહ્યો છે કે પંજાબની જેલમાંથી પાકિસ્તાની ડ્રગ્સનો સોદો થયો કેવી રીતે અને જો સોદો થયો તો પંજાબ પોલીસ રીતસર ઉંઘતી ઝડપાઇ છે. પંજાબની જેલના કેદીએ જેલમાં બેઠા બેઠા કેવી રીતે પાકિસ્તાનમાં વાત થઇ તે પણ મોટો પ્રશ્ન છે. 
આ પણ વાંચો - ગુજરાતમાં ડ્રગ્સ મામલે રાજનીતિ થઈ રહી છે તેનું મને દુઃખ : હર્ષ સંઘવી
Tags :
drugsGujaratATSGujaratFirstIndianCoastGurad
Next Article