Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારતે ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવી 5મી વખત વર્લ્ડ કપનું ટાઈટલ જીત્યું

અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની ટીમે ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમે રેકોર્ડ પાંચમી વખત અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. ભારત તરફથી શેખ રાશિદે 50 રન બનાવ્યા હતા, જ્યારે રાજા બાવાએ છેલ્લી ઘડીએ 35 રન, નિશાંત સિંધુએ અણનમ 50 રન બનાવીને ભારતને જીત અપાવી હતી.આ પહેલા, મીડિયમ ઝડપી બોલર રાજ બાવાની પાંચ વિકેટ અને રવિ કુમારની ચાર વિકેટની મદદથી ભારતે શનિવારે અંડર-19 વર્લ્ડકપની ફાઇàª
ભારતે ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવી 5મી વખત વર્લ્ડ કપનું ટાઈટલ જીત્યું
અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની ટીમે ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું હતું. ભારતીય ટીમે રેકોર્ડ પાંચમી વખત અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. ભારત તરફથી શેખ રાશિદે 50 રન બનાવ્યા હતા, જ્યારે રાજા બાવાએ છેલ્લી ઘડીએ 35 રન, નિશાંત સિંધુએ અણનમ 50 રન બનાવીને ભારતને જીત અપાવી હતી.
આ પહેલા, મીડિયમ ઝડપી બોલર રાજ બાવાની પાંચ વિકેટ અને રવિ કુમારની ચાર વિકેટની મદદથી ભારતે શનિવારે અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં ઇંગ્લેન્ડને 44.5 ઓવરમાં 189 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ઈંગ્લેન્ડ તરફથી જેમ્સ રેયુએ 95 રન બનાવ્યા હતા. ભારતના બાવાએ 9.5 ઓવરમાં 31 રન આપીને પાંચ વિકેટ લીધી હતી જ્યારે ડાબોડી ફાસ્ટ બોલર રવિ કુમારે 34 રનમાં ચાર વિકેટલીધી હતી. ભારતે નિયમિત અંતરે વિકેટો લીધી. ટોસ જીત્યા બાદ ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ઈંગ્લેન્ડ સામેની ફાઈનલ મેચની બીજી ઈનિંગની 48મી ઓવરના ત્રીજા બોલ પર દિનેશ બાનાએ સિક્સર ફટકારીને સ્કોર બરાબરી કરી દીધો હતો. બસ ત્યાર બાદ એટલે કે, એ જ ઓવરના ચોથા બોલ પર તેણે સતત બીજી સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી. આ વિજય 2011 ODI વર્લ્ડ કપમાં એમ.એસ.ધોનીના છગ્ગા જેવો જ હતો, જેણે ભારતને બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું.
દિનેશ બાના અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં સિક્સર ફટકારીને ભારતને જીત તરફ દોરી જનાર પ્રથમ વિકેટકીપર-બેટ્સમેન બન્યો હતો. એમએસ ધોની પછી કોઈપણ વર્લ્ડ કપમાં આવું કરનાર તે બીજો વિકેટ કીપર અને બેટ્સમેન બન્યો. આ મેચમાં દિનેશ બાનાએ 5 બોલમાં 2 સિક્સરની મદદથી અણનમ 13 રન બનાવ્યા હતાં.
તમને જણાવી દઈએ કે આ ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 44.5 ઓવરમાં 189 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 47.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા હતાં. ભારતીય ટીમ આ મેચ 4 વિકેટે જીતીને આ સિઝનની ચેમ્પિયન બની હતી.
Advertisement
Tags :
Advertisement

.