AMCના બજેટ પર રહેશે સૌની નજર, નવા કામોની થશે જાહેરાત, તો જૂના બાકી કામો પર વિપક્ષ ઉઠાવશે સવાલ...
દર વર્ષની જેમ ગત વર્ષના બજેટમા પણ વિવિધ જાહેરાત કરવમા આવી હતી જેમાંથી કેટલીક જાહેરાતોનું અમલીકરણ કરવામાં આવ્યું નથી તો કેટલીક જાહેરાત પોકળ સાબિત થઇ છે. અમદાવાદ મહાનગરપાલિકાના સતાધારી પક્ષ વિકાસની વાતો કરે છે, અને બજેટમાં તેને સામેલ પણ કરવામા આવે છે પરંતું આ કામગીરી જમીન પર જોવા મળતી નથી. ભૂતકાળમાં બજેટમાં રજૂ કરેલા અનેક કામો હજુ પણ અધૂરા છે. ગત વર્ષના બજેટમાં બાકી રહેલા કામોની
દર વર્ષની જેમ ગત વર્ષના બજેટમા પણ વિવિધ જાહેરાત કરવમા આવી હતી જેમાંથી કેટલીક જાહેરાતોનું અમલીકરણ કરવામાં આવ્યું નથી તો કેટલીક જાહેરાત પોકળ સાબિત થઇ છે. અમદાવાદ મહાનગરપાલિકાના સતાધારી પક્ષ વિકાસની વાતો કરે છે, અને બજેટમાં તેને સામેલ પણ કરવામા આવે છે પરંતું આ કામગીરી જમીન પર જોવા મળતી નથી. ભૂતકાળમાં બજેટમાં રજૂ કરેલા અનેક કામો હજુ પણ અધૂરા છે.
ગત વર્ષના બજેટમાં બાકી રહેલા કામોની વાત કરીએ તો
- 19 સ્માર્ટ વોટર ATM
- શારદાબહેન હોસ્પિટલમાં કેન્સર અને કિડનીના નિદાન માટેના અલાયદા વોર્ડ
- શહેરની રેફરલ હોસ્પિટલને વધુ અદ્યતન બનાવવી
- ઝાયડસ રોડ પર 30 બેડની અધતન હોસ્પિટલના નિર્માણ માટે 15 કરોડની ફાળવણી કરવાની બાકી
- ઠક્કરબાપાનગર વોર્ડમાં જીમ બનાવવા એક કરોડની જોગવાઈ નથી કરાઈ
- વર્ષ 2020-21ના 263 કરોડના કામો હજુ કાગળ પર
5 વર્ષમાં બાકી રહી ગયેલા કામોની વાત કરીએ તો
- ભદ્ર કિલ્લાથી ત્રણ દરવાજા સુધીના વિસ્તારને સિટી સ્કવેર તરીકે વિકસાવવો
- કાલુપુર રેલવે સ્ટેશન, ખમાસાચારરસ્તા, નિકોલ, વાળીનાથ ચોક, નારાણપુરા, બાપુનગર ખાતે ફૂટ ઓવરબ્રિજ ની કામગીરી
- મોડ્યુલર મિકેનિકલ કાર પાર્કીંગ
- શહેરના 500 સ્થળોએ શુદ્ધ હવાના મશીન
- મહાનગરપાલિકા સંચાલિક FM રેડિયો સ્ટેશન બનાવવા
- સોલાથી સરખેજના વિસ્તારમા 500 બેડની હોસ્પીટલ બાકી
- પૂર્વ વિસ્તારમા મહિલાઓની હોસ્પિટલ
- સમગ્ર શહેરમાં 24 કલાક પાણી
- પોલ્યુશન કંટ્રોલ એક્શન પ્લાન
- હેરીટેજ બિલ્ડિંગ સેન્ટર
- ચંડોળા તળાવનો વિકાસ
- ડ્રગ ટેસ્ટીંગ લેબ
- જલધારા વોટર પાર્કની જગ્યાએ મનોરંજનની નવી વ્યવસ્થા
- કાંકરિયા ખાતે સિંગાપોર જેવું એક્વેરિયમ
Advertisement