Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુનાવણી દરમિયાન CJI એન વી રમન્નાએ કહ્યું, 'સરકાર ન્યાયાધીશોને બદનામ કરે છે, આ નવો ટ્રેન્ડ શરૂ થયો છે'

મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમન્નાએ  શુક્રવારે કહ્યું કે સરકારે ન્યાયાધીશોને બદનામ કરવાનો નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે. તેણે તેને 'દુર્ભાગ્યપૂર્ણ' ગણાવ્યું. ત્રણ ન્યાયાધીશોની બેંચની અધ્યક્ષતા કરી રહેલા એનવી રમણે કહ્યું, “આજે એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. અમે કોર્ટમાં પણ તપાસ કરી રહ્યા છીએ. જસ્ટિસ રમન્નાનું આનિવેદન ત્યારે આવ્યું જ્યારે જસ્ટિસ મુરારી અને હિમા કોહલીની બેંચ છત્તીસગઢ હાઈકોર
સુનાવણી દરમિયાન cji એન વી રમન્નાએ કહ્યું   સરકાર ન્યાયાધીશોને બદનામ કરે છે  આ નવો ટ્રેન્ડ શરૂ થયો છે
Advertisement
મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમન્નાએ  શુક્રવારે કહ્યું કે સરકારે ન્યાયાધીશોને બદનામ કરવાનો નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે. તેણે તેને 'દુર્ભાગ્યપૂર્ણ' ગણાવ્યું. ત્રણ ન્યાયાધીશોની બેંચની અધ્યક્ષતા કરી રહેલા એનવી રમણે કહ્યું, “આજે એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. અમે કોર્ટમાં પણ તપાસ કરી રહ્યા છીએ.
 જસ્ટિસ રમન્નાનું આનિવેદન ત્યારે આવ્યું જ્યારે જસ્ટિસ મુરારી અને હિમા કોહલીની બેંચ છત્તીસગઢ હાઈકોર્ટના આદેશ સામેની અપીલની સુનાવણી કરી રહી હતી. આ કેસમાં પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહના મુખ્ય સચિવ અમન સિંહ અને પત્ની યાસ્મિન સિંહ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ દાખલ કરવામાં આવેલી FIRને ફગાવી દેવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપની સરકાર બહાર થયા બાદ અને કોંગ્રેસ સત્તામાં આવ્યા બાદ આ મામલો રદ્દ કરવામાં આવ્યો છે.
રાજ્ય પોલીસની આર્થિક અપરાધ શાખાએ ઉચિત શર્માની ફરિયાદના આધારે 25 ફેબ્રુઆરી, 2020ના રોજ FIR નોંધી હતી. ઉચિત શર્માએ અમન સિંહ અને તેની પત્ની પર અપ્રમાણસર સંપત્તિની તપાસની માગ કરી હતી.  28 ફેબ્રુઆરી 2020ના રોજ, હાઇકોર્ટે એક વચગાળાના આદેશમાં નિર્દેશ આપ્યો કે અમન સિંહ અને તેની પત્ની વિરુદ્ધ કોઈ બળજબરીભર્યું પગલું લેવામાં આવવું જોઈએ નહીં.  10 જાન્યુઆરી 2022ના રોજ, હાઈકોર્ટે FIRને રદ્દ કરતા કહ્યું કે અરજદાર દ્વારા કરવામાં આવેલા તમામ આરોપો સંભાવનાઓ પર આધારિત છે અને સંભાવના તરીકે કોઈ પણ વ્યક્તિ પર કાર્યવાહી કરી શકાતી નથી.
 CJIએ વ્યથિત નિવેદન આપ્યું 
હાઈકોર્ટે તેના આદેશમાં રેખાંકિત કર્યું કે મુખ્યમંત્રીએ ઉચિત શર્માની ફરિયાદને સમર્થન આપ્યું છે, તેથી તેની તપાસ થવી જોઈએ. જે બાદ 11 નવેમ્બર 2019ના રોજ અમન સિંહ વિરુદ્ધ તપાસ શરૂ થઈ હતી.  ઉચિત શર્મા સહિત રાજ્ય સરકારે SC સમક્ષ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અપીલ સાંભળીને, CJI નારાજ થઈ ગયા અને આવી ટિપ્પણી કરી.
Tags :
Advertisement

.

×