પોરબંદરમાં યુથ કોંગ્રેસે ભાજપના કમળના પેઇન્ટીગ પાસે શું લખ્યું, જુઓ વીડિયો
વિધાનસભાની ચૂંટણીનું વર્ષ છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ મુદ્દાઓ પર વ્યાપક પ્રચાર પ્રસાર શરુ થઇ ચુકયો છે. ત્રણેય પક્ષના શિર્ષ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. લોકોની વચ્ચે જવા માટે ત્રણે પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે દેશભરમાં આંદોલન શરુ કરાયું છે જેમાં પોરબંદરમાં યુવક કોંગ્રેસ દ્વારા નવતર વિરોધ કરવામાં
વિધાનસભાની ચૂંટણીનું વર્ષ છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ મુદ્દાઓ પર વ્યાપક પ્રચાર પ્રસાર શરુ થઇ ચુકયો છે. ત્રણેય પક્ષના શિર્ષ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. લોકોની વચ્ચે જવા માટે ત્રણે પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે દેશભરમાં આંદોલન શરુ કરાયું છે જેમાં પોરબંદરમાં યુવક કોંગ્રેસ દ્વારા નવતર વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપના કાર્યકરોએ પક્ષના સ્થાપના દિવસને અનુંલક્ષીને પોરબંદરમાં ઠેર ઠેર કમળના ચિત્રો દોર્યા છે ત્યારે યુવક કોંગ્રેસ દ્વારા આ કમળના ચિત્ર પાસે ગેસના બાટલાનું ચિત્ર દોરી તેમાં ભાવનો ઉલ્લેખ કર્યો છે અને તે રીતે મોંઘવારી મુદ્દે ભાજપને જવાબદાર ઠેરવી લોકોનું ધ્યાન આકર્ષીત કરવાનો પ્રયાસ કર્યો છે.
છેલ્લા કેલાક દિવસોથી પેટ્રોલ ડિઝલ અને સીએનજી તથા ગેસ સિલીન્ડરના ભાવ વધી રહ્યા છે અને તેથી જ કોંગ્રેસ દ્વારા દેશભરમાં મોંઘવારી મુદ્દે આંદોલન શરુ કરાયું છે. ગુજરાતમાં પણ મોંઘવારી મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાઇ રહ્યા છે ત્યારે પોરબંદરમાં યુવક કોંગ્રેસે મોંઘવારી મુદ્દે અનોખી રીતે વિરોધ કર્યો હતો. વાસ્તવમાં 6 એપ્રિલે ભાજપનો સ્થાપના દિવસ છે તેથી ભાજપના કાર્યકરો દ્વારા પોરબંદરમાં ઠેર ઠેર દિવાલો પર ભાજપના ચિહ્ન કમળના પેઇન્ટીગ દોરવામાં આવ્યા છે. યુવક કોંગ્રેસે પોતાનો વિરોધ કરવા માટે આ કમળના ચિત્ર પાસે જ ગેસના બાટલાનું પેઇન્ટીગ દોરી મોંઘવારી મુદ્દે ભાજપને જવાબદાર ઠેરવ્યું હતું. ગેસ સિલીન્ડર પાસે તેનો ભાવ 1050 રુપીયા પણ લખવામાં આવ્યો હતો. તો સાથે સાથે પેટ્રોલ પણ 100ને પાર કરી ગયું હોવાનો પણ ઉલ્લેખ કરાયો હતો.
આ પેઇન્ટીગ વોરમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ ગેસ સિલીન્ડરનો ભાવ વધારનાર અને બાટલો 1050 રુપિયા કરનાર તથા પેટ્રોલ 100 રુપિયા કરનાર તરીકે ઉલ્લેખ કર્યો છે અને લોકોનું ધ્યાન આકર્ષીત કરવાનો પ્રયાસ કર્યો છે. યુથ કોંગ્રેસના આ નવતર પ્રયોગથી પોરબંદરમાં ભારે ચર્ચા જોવા મળી હતી.
Advertisement