Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બાઇક ખરીદવા યુવકે કર્યું કંઇક એવું કે લોકો થઇ ગયા દંગ

તમિલનાડુના આ યુવકની પોતાની પસંદગીનું બાઇક ખરીદવા જે કર્યું તે ચર્ચાનો વિષય બની ગયું છે. તમિલનાડુના સાલેમમાં એક યુવકે પોતાની પસંદગીની સુપરબાઈક ખરીદવા માટે જે રીતે પૈસા ચૂકવ્યા તે ચર્ચાનો વિષય બન્યો હતો. હકીકતમાં, આ બાઇક ખરીદવા માટે, તેણે ત્રણ વર્ષ સુધી દરરોજ એક રૂપિયાના સિક્કા ભેગા કર્યા અને જ્યારે રકમ ભેગી થઈ, ત્યારે તેને બોરીઓમાં ભરીને, તે બાઇક ખરીદવા માટે શોરૂમ પર પહોંચ્યો અન
બાઇક ખરીદવા યુવકે કર્યું કંઇક એવું કે લોકો થઇ ગયા દંગ
તમિલનાડુના આ યુવકની પોતાની પસંદગીનું બાઇક ખરીદવા જે કર્યું તે ચર્ચાનો વિષય બની ગયું છે. તમિલનાડુના સાલેમમાં એક યુવકે પોતાની પસંદગીની સુપરબાઈક ખરીદવા માટે જે રીતે પૈસા ચૂકવ્યા તે ચર્ચાનો વિષય બન્યો હતો. હકીકતમાં, આ બાઇક ખરીદવા માટે, તેણે ત્રણ વર્ષ સુધી દરરોજ એક રૂપિયાના સિક્કા ભેગા કર્યા અને જ્યારે રકમ ભેગી થઈ, ત્યારે તેને બોરીઓમાં ભરીને, તે બાઇક ખરીદવા માટે શોરૂમ પર પહોંચ્યો અને સિક્કા સાથે 2.6 લાખ રૂપિયા ચૂકવ્યા. એવું કહેવાય છે કે ઘણાં લોકો પોતાના સપનાને પૂરા કરવા માટે તમામ પ્રયાસો કરે છે અને તે સપનાને સાકાર કરવાનો પ્રયાસ કરે છે. આ  કિસ્સો તામિલનાડુમાંથી સામે આવ્યો છે, જ્યાં એક યુવક પોતાની પસંદગીની સુપરબાઈક ખરીદવા માટે બોરીમાં પૈસા ભરીને શેરૂમ પહોંચ્યો હતો.
બધા કર્મચારીઓ ચોંકી ગયા
જ્યારે તેણે બોરી ખોલી તો ત્યાં હાજર કર્મચારીઓની સાથે વાહન ખરીદવા આવેલા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બોરીમાં એક રૂપિયાના સિક્કા  ભરેલા હતાં. પોતાનો શોખ પૂરો કરવ માટે આ યુવક દરરોજ આ સિક્કા  ભેગા કરતો હતો. બાઇક માટે પૂરતી રકમ જોડ્યાં બાદ તે બાઇક ખરીદવા શોરૂમ પર પહોંચ્યો હતો.
ત્રણ વર્ષથી ભેગી કરતો હતો રકમ 
તમિલનાડુના સલેમના રહેવાસી વી ભૂપતિ નામના આ યુવકે બોરીમાં એક-એક રૂપિયો ઉમેરીને 2.6 લાખ રૂપિયા જેટલી તગડી રકમ  ભેગી કરી  દીધી , તે લઇને તે પોતાની  સુપર બાઇક ખરીદવા પહોંચ્યો હતો. તેણે ત્રણ વર્ષમાં આ રકમ એકઠી કરી હતી. બીસીએના વિદ્યાર્થી ભૂપતિએ ચાર વર્ષ પહેલા પોતાના સપનાની બજાજ ડોમિનાર બાઇક ખરીદવાનું સપનું બનાવી લીધું હતું પરંતુ તે સમયે તેની પાસે તે બાઇક ખરીદવાના પૈસા નહોતા. પછી તેણે બાઇક ખરીદવા માટે પૈસા ભેગા કરવાનું નક્કી કર્યુ. અને આખરે તેણે તે બાઇક ખરીદી. 
પૈસાની ગણતરીમાં પરસેવો
ભારત એજન્સીના મેનેજર મહાવિક્રાંતે કહ્યું કે બાઇક શોરૂમના કર્મચારીઓએ ભૂપતિની ત્રણ વર્ષની બચતની ગણતરી કરવામાં પૂરા 10 કલાકનો સમય લાગ્યો હતો. જો કે એવું કહેવાય છે કે કોઈ વસ્તુ મેળવવાની જો દિલથી ઇચ્છા હોય તો તે એક દિવસ ચોક્કસ પૂરી થાય છે. ભૂપતિ આ બાઇક ખરીદવા માટે દરરોજ એક રૂપિયાના સિક્કા ઉમેરતો હતો અને આખરે તેનું સપનું પૂરુ થયું . પરંતુ  તેની આ અનોખી ખરીદી સોશિયલ મીડિયા પર હવે ચર્ચાનો વિષય બની છે.
 
Advertisement
Tags :
Advertisement

.