GTUના વિદ્યાર્થીએ તૈયાર કર્યુ ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતું ટ્રેકટર , મોંઘા ડિઝલથી ખેડૂતોને મળશે છૂટકારો
અમદાવાદ, જે લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેવા ખેડૂતો માટે તેમજ જે લોકો ખેતીના સાધનોની લે વેચ કરે છે તેવા લોકો માટે આ સમાચાર અગત્યના છે. કારણ એ છે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના MBAના વિધાર્થીએ ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતું ટ્રેકટર તૈયાર કર્યું છે અને તે પણ ભંગાર બની ગયેલા ડીઝલ ટ્રેકટર માંથી. જેને જોઈને કદાચ તમે પણ દંગ રહી જશો. આ ટ્રેક્ટર અઢીથી ત્રણ કલાકમાં ચાર્જ થઈ જાય છà
05:03 AM Feb 04, 2023 IST
|
Vipul Pandya
અમદાવાદ, જે લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેવા ખેડૂતો માટે તેમજ જે લોકો ખેતીના સાધનોની લે વેચ કરે છે તેવા લોકો માટે આ સમાચાર અગત્યના છે. કારણ એ છે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના MBAના વિધાર્થીએ ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતું ટ્રેકટર તૈયાર કર્યું છે અને તે પણ ભંગાર બની ગયેલા ડીઝલ ટ્રેકટર માંથી. જેને જોઈને કદાચ તમે પણ દંગ રહી જશો. આ ટ્રેક્ટર અઢીથી ત્રણ કલાકમાં ચાર્જ થઈ જાય છે અને તે સાત કલાક તેને કામમાં લઈ શકાય છે.
ખેડબ્રહ્મામાં રહેતા અને અમદાવાદમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં MBA કરી રહેલા વૃતિક પંચાલએ એક ભંગાર ટ્રેક્ટરને નવું નકોર બનાવી દીધું છે. દેખાવમાં તો જે રોજ બરોજ ખેતીના કામ માટે વપરાતા ટ્રેકટર જેવું જ છે. પણ તેની ખાસિયત જુદી છે. કારણ કે આ ટ્રેક્ટર ઇલેક્ટ્રિક બેટરીથી ચાલે છે. પાંચ વર્ષથી ભંગાર થઈ ગયેલા ડીઝલથી ચાલતા ટ્રેકટરને EV ટ્રેકટર કન્વર્ટ કરવામાં વૃતિકને સફળતા મળી છે. તેણે જણાવ્યું કે અમે ઈલેક્ટ્રીક વ્હીકલમાં કન્વર્ટ કર્યું છે. જે અઢીથી ત્રણ કલાક ચાર્જ કરવામાં સાત કલાક કામ માટે ચાલે છે. ડિઝલ ટ્રેક્ટર હતુ ત્યારે 22 એચપી પાવર હતો ઈવીમાં કન્વર્ટ કર્યું ત્યારે 24 એચપી પાવર થઈ ગયો. ડીઝલ ટ્રેક્ટર એ દોઢ ટન સુધી વજન ખેંચી શકે જ્યારે અમારુ આ ઈવી ટ્રેક્ટર અઢીથી ટ્રન ટન સુધી વજન ખેંચી શકે છે.
માર્કેટમાં રિસર્ચ કર્યું એમબીએ આઈવીમાં અમારે રિસર્ચ વર્ક કરવાનું આવે છે. જેથી માર્કેટમાં રિસર્ચ કર્યું તો ઈલેક્ટ્રીક બાઈક ઈલેક્ટ્રીક કાર અને ઈલેક્ટ્રીક રીક્ષા માર્કેટમાં આવી ગઈ છે. એટલે અમે વિચાર્યુ કે ખેડૂતો માટે ઈલેક્ટ્રીક વ્હીકલ ખેતી માટે હોવું જોઈએ પરંતુ હવે એગ્રીકલ્ચર ઈક્વીપમેન્ટમાં કોઈ એટલુ બધુ ફોકસ કરતું નથી. એટલે અમે એ વાત પર ફોકસ રાખ્યું કે કોઈ પણ ફાર્મર્સ પાસે જુનુ ટ્રેક્ટર હશે તો તેને ઈવીમાં કન્વર્ટ કરી આપીશું. માર્કેટમાં નવુ ડીઝલ ટ્રેક્ટર ચારથી સાડા ચાર લાખથી શરુ થાય છે. પછી તે એચપી પર ડીપેન્ડ હોય છે. અમે આ ફુલ મેટલ બોડી સાથે કન્વર્ટ કર્યું તો અમને આ અઢીલાખમાં પડ્યું છે. પરંતુ ફુલ મેટલ બોડી નહિ હોય તો દોઢ લાખથી નીચે કોસ્ટ લાવવાનો પ્રયાસ રહેશે.
ડિઝલ ટ્રેક્ટરમાં ચારસોથી પાંચસો રુપિયાનું ડીઝલ વપરાય જાય છે. પરંતુ ઈલેક્ટ્રીક બેટરીથી ચાલતા ટ્રેક્ટરમાં સાત કલાક ચાર્જમાં માત્ર 100થી 150 રુપિયાનો ખર્ચ થાય છે. મારા ઉપરાંત ત્રણ ટીમ મેમ્બર , અરુણભાઈ પંચાલ, લાલજીભાઈ પંચાલ અને ટેકનીકલ અને બેટરી માટે કાર્તિકભાઈ છે જેઓ બેંગલોરના છે. જે પણ ખેડૂતને ડીઝલ ટ્રેક્ટરમાંથી ઈવી ટ્રેક્ટરમાં કન્વર્ટ કરાવવું હોય તો ફેબ્રુઆરી માર્ચ સુધીમાં અમે તે કરી આપવા તૈયાર છીએ.
આ પણ વાંચોઃ અદાણીએ WPL ટીમ સ્પોર્ટ્સલાઈનના કોચ તરીકે રશેલ હેન્સ, નૂશીન અલ ખાદીર અને તુષાર અરોથેની નિમણૂક કરી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article