Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પંજાબના પતિયાલામાં શિવસૈનિકો અને ખાલિસ્તાન સમર્થકો વચ્ચે જૂથ અથડામણ, પોલીસકર્મી ઈજાગ્રસ્ત

પતિયાલામાં શુક્રવારે જ્યારે રેલી કાઢવામાં આવી ત્યારે હંગામો થયો હતો. ઐતિહાસિક શ્રી કાલી માતા મંદિર પાસે શિવસૈનિકો અને ખાલિસ્તાની તરફી શીખ સંગઠનો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન બંને તરફથી ભારે  પથ્થરમારો થયો હતો. પોલીસે બંને પક્ષોને રોકવા માટે ગોળીબાર કર્યો હતો. તલવાર લાગવાના કારણે એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો હતો.પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સમગ્ર ઘટના પર ચિંતા વ્યક્ત કરી à
10:02 AM Apr 29, 2022 IST | Vipul Pandya
પતિયાલામાં શુક્રવારે જ્યારે રેલી કાઢવામાં આવી ત્યારે હંગામો થયો હતો. ઐતિહાસિક શ્રી કાલી માતા મંદિર પાસે શિવસૈનિકો અને ખાલિસ્તાની તરફી શીખ સંગઠનો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન બંને તરફથી ભારે  પથ્થરમારો થયો હતો. પોલીસે બંને પક્ષોને રોકવા માટે ગોળીબાર કર્યો હતો. તલવાર લાગવાના કારણે એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયો હતો.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સમગ્ર ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. પોલીસને શાંતિ પુનઃસ્થાપિત કરવા સૂચના આપી છે.  એક સંગઠને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો જ્યારે બીજા સંગઠને પોલીસ પર તલવારથી હુમલો કર્યો હતો. બંને સંગઠનો રેલી સ્વરૂપે ફવારા ચોક તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ પોલીસનું કહેવું છે કે બંને પાસે પરવાનગી નહોતી. .આ ઘટનામાં એક SHO(પોલીસકર્મી) ઘાયલ થયો છે.
પતિયાલાના આર્ય સમાજ ચોકમાં શુક્રવારે શિવસેના દ્વારા નિર્ધારિત કાર્યક્રમ મુજબ ખાલિસ્તાનનું પૂતળું બાળવાની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. દરમિયાન તે સમયે વાતાવરણ તંગ બની ગયું હતું. આ વાતની જાણ થતાં જ ખાલિસ્તાની સમર્થકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વિરોધ કરવા લાગ્યા હતા. આ દરમિયાન બંને પક્ષો સામસામે આવી ગયા હતા.
સ્થળ પર હાજર ભારે પોલીસ બંદોબસ્તે બંને પક્ષોને સમજાવ્યા બાદ શાંત પડ્યા હતા. પરંતુ તેમ છતાં ખાલિસ્તાની સમર્થકો તલવારો સાથે શ્રી કાલી માતા મંદિરની અંદર પહોંચી ગયા હતા. આ દરમિયાન હિંદુ નેતાઓ અને ખાલિસ્તાની સમર્થકો વચ્ચે ઘણી ઈંટ અને પથ્થરબાજી થઈ હતી. એક હિંદુ નેતા પર પણ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો.
લોકોને રોકતા જવા  SHO કરણવીર સિંહના હાથ પર તલવાર પણ આવી ગઈ. ASP ડૉ.નાનક સિંહે પણ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ફાયરિંગ કર્યું હતું. DSPએ કહ્યું કે ઘટનાસ્થળે પોલીસ તૈનાત કરવામાં આવી છે. અમે શિવસેના પ્રમુખ હરીશ સિંગલા સાથે વાત કરી રહ્યા છીએ કારણ કે તેમની પાસે રેલીની પરવાનગી નથી.
Tags :
BhagwantMannGroupclashGujaratFirstKhalistanpatialaPunjabShivSena
Next Article