લીલા ધાણા ઘટાડે છે કોલેસ્ટ્રોલ, સેવનથી મળશે આ ફાયદાઓ
આપણા ઘરનું રસોડું ઔષધિઓથી ભરેલું છે. જે આપણને સ્વસ્થ રાખે છે. જો તમને ખબર ના હોય તો તમને જણાવી દઈએ કે આપણું રસોડું ઘણી બિમારીઓથી પણ બચાવે છે. ભારતના રસોડામાં સૌથી વધુ લીલા ધાણાનો ઉપયોગ સૌથી વધુ ઉપયોગ થાય છે. લીધા ધાણા ખાવાથી ઘણા આરોગ્ય લાભ મળે છે. લીલા ધાણા ખાવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે.હૃદયના રોગોથી લઈને ડાયાબિટીસનું જોખમ ઘટાડવાધાણા પાચનની તંદુરસ્તી જાળવવામાં ખૂબ જ સારà«
01:35 PM Dec 13, 2022 IST
|
Vipul Pandya
આપણા ઘરનું રસોડું ઔષધિઓથી ભરેલું છે. જે આપણને સ્વસ્થ રાખે છે. જો તમને ખબર ના હોય તો તમને જણાવી દઈએ કે આપણું રસોડું ઘણી બિમારીઓથી પણ બચાવે છે. ભારતના રસોડામાં સૌથી વધુ લીલા ધાણાનો ઉપયોગ સૌથી વધુ ઉપયોગ થાય છે. લીધા ધાણા ખાવાથી ઘણા આરોગ્ય લાભ મળે છે. લીલા ધાણા ખાવાથી કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે.
હૃદયના રોગોથી લઈને ડાયાબિટીસનું જોખમ ઘટાડવા
ધાણા પાચનની તંદુરસ્તી જાળવવામાં ખૂબ જ સારી રીતે મદદ કરે છે. ધાણાના પાન તમારા માટે ખાવાનો સ્વાદ વધારવાની સાથે ઘણી બીમારીઓનું જોખમ ઘટાડવામાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. હૃદયના રોગોથી લઈને ડાયાબિટીસનું જોખમ ઘટાડવા અને પાચનની તંદુરસ્તી જાળવવા માટે પણ તમે તેના ઉપયોગથી લાભ મેળવી શકો છો. હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે, દરેક ઉંમરના લોકોએ તેને ડાયટનો ભાગ બનાવવો જ જોઈએ. ધાણા એકંદર સ્વાસ્થ્ય લાભો માટે ફાયદાકારક હોય શકે છે.
કોલેસ્ટ્રોલનું જોખમ ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ
કોથમીર કોલેસ્ટ્રોલનું જોખમ ઘટાડીને તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, એલડીએલ (બેડ) કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં ધાણાના પાંદડા તમારા માટે ફાયદાકારક છે. હાઈ બ્લડપ્રેશર ધરાવતા લોકોમાં પણ ધાણા ખાવાના ફાયદા જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં તેના સેવનથી હૃદયના સ્વાસ્થ્યમાં વિશેષ લાભ થઈ શકેછે.
કંટ્રોલ કરે છે બ્લડ શુગર બ્લડ સુગર
ધાણા તમારા શરીરમાં બ્લડ સુગરનું પ્રમાણ ઘટાડીને તમને ડાયાબિટીસની ગૂંચવણોથી બચાવવામાં ધાણા ફાયદાકારક સાબિત થઈ શકે છે. ધાણાના બીજ, અર્કઅને તેના પાંદડામાં રહેલા તત્વો બ્લડ સુગરને ઘટાડવામાં મદદ કરે છે. પ્રાણીઓના અભ્યાસો સૂચવે છે કે, ધાણાના બીજ એન્ઝાઇમનીપ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે, જે બ્લડ સુગરના વધારાને અટકાવે છે. તેના સેવનથી ડાયાબિટીસ થવાનું જોખમ પણ ઘટી જાયછે.
કોથમીરના પાંદડામાં હોય છે અસરકારક
એન્ટીઓક્સિડેન્ટ ધાણામાં ઘણા અસરકારક એન્ટીઓક્સિડેન્ટ હોય છે, જે શરીરને મુક્ત રેડિકલથી થતા નુકસાનથી બચાવે છે. આવી સ્થિતિમાં ધાણાનાપાંદડા અથવા તેના બીજનું સેવન કરવાની આદત તમારા માટે શરીરના સોજાને ઘટાડવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. અભ્યાસોઅનુસાર, તેમાં ક્વેર્સેટીન અને ટોકોફેરોલ્સ જેવા ઘટકો હોય છે, જે કેન્સર વિરોધી, રોગપ્રતિકારક શક્તિ વધારનાર અને ન્યુરોપ્રોટેક્ટિવ અસરોધરાવે છે. આ તમામ તત્વો તમને ગંભીર રોગોના જોખમથી બચાવવામાં મદદરૂપ છે.
પાચન માટે ફાયદાકારક છે ધાણા
ધાણાના પાંદડા પાચન સંબંધી સમસ્યાઓ ઘટાડવા અને સંબંધિત વિકૃતિઓના જોખમ સામે રક્ષણ આપવા માટે પણ અત્યંત ફાયદાકારક છે. 8 અઠવાડિયાના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ધાણાના પાંદડાનો અર્ક દરરોજ ત્રણ વખત લેવાથી પેટનો દુઃખાવો અને પેટનું ફૂલવુંઘટાડવામાં ફાયદો થઈ શકે છે. ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ જેવી ગંભીર બીમારીમાં પણ ધાણાના પાંદડાના ફાયદા જોવા મળ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article