Rajkot માં Baba Bageshwar નું Swaminarayan મંદિરે ભવ્ય સ્વાગત
રાજકોટમાં બાબા બાગેશ્વર (Baba Bageshwar) ધીરેન્દ્ર શાસ્ત્રીએ (Dhirendra Shastri) BAPS સ્વામિનારાયણ મંદિરની (Swaminarayan Temple) મુલાકાત લીધી હતી. તેમના આગમન સમયે સંતોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતુ. બાબા બાગેશ્વરે BAPS સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કર્યા હતા અને મંદિરમાં નીલકંઠવર્ણીનો અભિષેક કર્યો હતો. સાથે જ બાબા બાગેશ્વરે સંતો સાથે મુલાકાત કરી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.