બ્રાહ્મણો માટે અમદાવાદના આંગણે બ્રહ્મ ચોર્યાસીનું ભવ્ય આયોજન , 11,000 બ્રાહ્મણોએ લીધું એક જ પંગતમાં બ્રહ્મભોજન
અમદાવાદના આંગણે બ્રાહ્મણો દ્વારા બ્રાહ્મણો માટે બ્રહ્મ ચોર્યાસી એટલે કે બ્રહ્મ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. 8 મી જાન્યુઆરીના રોજ શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલા ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતભરમાંથી 84 પેટાજ્ઞાતિના 11 ,000 બ્રાહ્મણોએ બ્રહ્મ વસ્ત્રો ધારણ કરી એક સાથે પંગતમાં બેસી બ્રહ્મ ભોજન કર્યું. તેની પહેલા વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યા.આ બ્રહ્મ ચોર્યાસીમાં પરમ પà«
અમદાવાદના આંગણે બ્રાહ્મણો દ્વારા બ્રાહ્મણો માટે બ્રહ્મ ચોર્યાસી એટલે કે બ્રહ્મ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. 8 મી જાન્યુઆરીના રોજ શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલા ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતભરમાંથી 84 પેટાજ્ઞાતિના 11 ,000 બ્રાહ્મણોએ બ્રહ્મ વસ્ત્રો ધારણ કરી એક સાથે પંગતમાં બેસી બ્રહ્મ ભોજન કર્યું. તેની પહેલા વૈદિક મંત્રોચ્ચાર કરવામાં આવ્યા.આ બ્રહ્મ ચોર્યાસીમાં પરમ પૂજ્ય અનંતશ્રી વિભૂષિત દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શ્રી શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ શ્રીનાં પ્રતિનિધિ પૂજ્ય બ્રહ્મચારી શ્રી નારાયણાનંદજીએ આશીર્વચન આપ્યા હતા.
આયોજક અમદાવાદ યુવા બ્રાહ્મણો દ્વારા જણાવાયુ કે બ્રહ્મ ચોર્યાસીએ વર્ષોથી ચાલી આવતી પરંપરા છે.આ બ્રહ્મ ભોજનનો હેતુ આવનારી પેઢીને તેનાથી વાકેફ કરાવાનો અને બ્રહ્મ એકતાનો છે. શાસ્ત્રોમાં બ્રહ્મ ભોજન કરાવાનો અનેરો મહિમા છે. એવું માનવામાં આવે છે કે જે યજમાન બ્રાહ્મણોને ભોજન કરાવે છે તેમના પર દેવની અસીમ કૃપા બની રહે છે.
આ પણ વાંચોઃ 'વિદ્યામંદિરની આ ભૂમિ એક નહીં પણ સેંકડો ગૌતમ અદાણી પેદા કરશે' અદાણીએ કરી તેમના સંઘર્ષની વાતો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement