Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સરકાર પસ્ત બુટલેગરો મસ્ત? ગુજરાતના ગૃહ વિભાગની ઉંઘ ક્યારે ઉડશે!

દાહોદના ધાનપુરમાં બુટલેગરો બેફામપાંચીયાશાળમાં વિજિલન્સ ટીમ પર હુમલોવિજિલન્સની ટીમ પર ગાડી ચઢાવવા પ્રયાસદારૂની રેડ કરવા ગઈ હતી વિજિલન્સ ટીમબુટલેગરોએ ફાયરિંગ વિજિલન્સ ટીમ પર કર્યુ ફાયરિંગપોલીસને વળતા જવાબમાં સામે કર્યું ફાયરિંગ વિજિલન્સ દ્વારા ફરિયાદની તજવીજગુજરાતમાં દારૂબંધી છે, તેવું ભલે કહેવામાં આવતું હોય પરંતુ જેટલો દારુ રાજ્યમાં છુપાઈને વેચવામાં કે પીવામાં આવે છ
સરકાર પસ્ત બુટલેગરો મસ્ત  ગુજરાતના ગૃહ વિભાગની ઉંઘ ક્યારે ઉડશે
  • દાહોદના ધાનપુરમાં બુટલેગરો બેફામ
  • પાંચીયાશાળમાં વિજિલન્સ ટીમ પર હુમલો
  • વિજિલન્સની ટીમ પર ગાડી ચઢાવવા પ્રયાસ
  • દારૂની રેડ કરવા ગઈ હતી વિજિલન્સ ટીમ
  • બુટલેગરોએ ફાયરિંગ વિજિલન્સ ટીમ પર કર્યુ ફાયરિંગ
  • પોલીસને વળતા જવાબમાં સામે કર્યું ફાયરિંગ 
  • વિજિલન્સ દ્વારા ફરિયાદની તજવીજ
ગુજરાતમાં દારૂબંધી છે, તેવું ભલે કહેવામાં આવતું હોય પરંતુ જેટલો દારુ રાજ્યમાં છુપાઈને વેચવામાં કે પીવામાં આવે છે તે જાણીને સૌ કોઇ ચોંકી જશે. ગુજરાતમાં હવે બુટલેગરોનું રાજ ચાલવા લાગ્યું છે, તેઓને હવે પોલીસનો પણ ભય ન રહ્યો હોય તેવો એક બનાવ તાજેતરમાં સામે આવ્યો છે. દાહોદમાં ધાનપુરમાં પાંચીયાશાળમાં વિજિલન્સની ટીમ પર બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જાણકારી મુજબ વિજિલન્સની ટીમ દારૂની બાતમી મળ્યા બાદ રેડ પાડવા માટે ગઇ હતી, આ દરમિયાન ટીમ પર બુટલેગરો બેફામ બનતા ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જોકે, તેનો પોલીસે વળતો જવાબ આપતા સામે ફાયરિંગ કર્યું હતું. 
દારૂબંધી માત્ર નામની જ
રાજ્યનો લગભગ કોઇ ખૂણો બાકી નહીં હોય કે જ્યા દારૂ ન મળતો હોય. પોલીસ ભલે દારૂબંધીને સફળ બનાવવાની વાતો કરતી હોય પરંતુ સચ્ચાઇ શું છે તે સૌ કોઇ જાણે છે. રાજ્યનું માન્ચેસ્તર અમદાવાદ હોય કે રાજ્યનું પાટનગર ગાંધીનગર આ તમામ જિલ્લાઓમાં દારૂબંધી માત્ર નામની જ છે. જનમુખે ચર્ચાતું આવ્યું છે કે, બુટલેગરોનું ઉપર સુધી સેટિંગ હોય છે, એટલે જ તેમને ક્યારે કોઇ તકલીફ નથી પડતી. વળી ઘણીવાર તો બુટલેગરો પાસે ગ્રાહક દારૂ લેવા માટે આવે છે તો તે સામેથી કહે છે કે, કોઇ પોલીસવાળા હેરાન કરે તો મારુ નામ આપી દેવાનું. આ બુટલેગરો અનેક કિમિયા અપનાવી રાજ્યના ખૂણે ખૂણા સુધી દારૂ કેવી રીતે પહોંચાડવો તે માટે અનેકો પ્રકારના કિમિયા અપનાવી બેફામ બન્યા છે. 
સરકાર પસ્ત અને બુટલેગરો મસ્ત
બુટલેગરો આટલા બિંદાસ્ત થઇને કેવી રીતે દારુ વેચી શકે છે, ઘણીવાર સામાન્ય માણસ વિચારતો હોય છે. પરંતુ કહેવાય છે ને ચોકીદાર જ ચોર હોય તો શું થાય.. આવું જ કઇંક ગુજરાતમાં થઇ રહ્યું છે. જે રીતે બુટલેગરો પોતાનો ધંધો વિકસાવી રહ્યા છે તે જોતા લાગે છે કે સરકાર આવા લોકો પર એક્શન લેવામાં પસ્ત થઇ છે જ્યારે બુટલોગરો મસ્ત થયા છે. લોકો હવે રાહ જોઇ રહ્યા છે કે દિવસેને દિવસે જે રીતે બુટલેગરો બેફામ બન્યા છે તે જોતા ગુજરાતના ગૃહ વિભાગની ઉંઘ ક્યારે ઉડશે તે એક મોટો સવાલ બન્યો છે.

શું બુટલેગરોને નથી પોલીસનો ભય?
રાજ્યમાં જે રીતે બુટલેગરો બિદાસ્ત દારુનો ઘંધો કરી રહ્યા છે તે બતાવે  છે કે, તેઓને હવે પોલીસનો કોઇ ભય જ નથી રહ્યો. આ બુટલેગરો એટલા સ્વતંત્ર થઇને દારૂનું વેચાણ કરે છે કે જાણે તેમને દારુ વેચવા માટે લાયસન્સ આપવામાં આવ્યું હોય. વળી એ વાત પણ ઘણીવાર ચર્ચામાં આવતી રહે છે કે, બુટલેગરો પોલીસને સમયાંતરે હપ્તો પહોંચાડતા રહે છે, અને આ હપ્તો ઉપર સુધી પહોંચતો હોય છે, જેના કારણે તેઓને કોઇ ડર જ નથી રહ્યો.

દારૂબંધી હોવા છતા ગુજરાતમાં દારૂ ક્યાથી આવે છે?
ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ અહીં લગભગ તમામ જિલ્લાઓમાં દારૂ મળે છે. જે સરકારની કામગીરી પર સવાલો ઉભા કરે છે. વળી અહીં દારુબંધી હોવા છતા પણ દારુ મળવો તેનો સીધો અર્થ એ છે કે, રાજ્યમાં દારુ આજુબાજુના રાજ્યોમાંથી આવી રહ્યો છે. જો તેમ છે તો પોલીસ શું કરે છે, સરકાર શું કરે છે. કેમ કોઇ એવી એક્શન લેવામાં નથી આવતી કે જે એક ઉદાહરણ સાબિત થઇ શકે. સરકાર દ્વારા આ અંગે ઢીલુ વલણ પણ ઘણુ કહી જાય છે. 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.