ઉદ્ધવ સરકારને આવતીકાલે ગૃહમાં બહુમત સાબિત કરવા રાજ્યપાલનો આદેશ
મહારાષ્ટ્રમાં સર્જાયેલા રાજકીય સંકટ વચ્ચે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ઉદ્ધવ સરકારને આવતીકાલે ગૃહમાં બહુમત સાબિત કરવા જણાવ્યું છે. દેવેન્દ્ર ફડણવીસ ગઈકાલે રાત્રે રાજ્યપાલને મળ્યા હતા અને ફ્લોર ટેસ્ટની માંગ કરી હતી. આ પહેલા ફડણવીસે દિલ્હીમાં ગૃહ મંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.રાજ્યપાલે વિધાનસભા સચિવને પત્ર લખીને આવતીકાલે સવારે 11 વાગ્યે à
મહારાષ્ટ્રમાં સર્જાયેલા રાજકીય સંકટ વચ્ચે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ઉદ્ધવ સરકારને આવતીકાલે ગૃહમાં બહુમત સાબિત કરવા જણાવ્યું છે. દેવેન્દ્ર ફડણવીસ ગઈકાલે રાત્રે રાજ્યપાલને મળ્યા હતા અને ફ્લોર ટેસ્ટની માંગ કરી હતી. આ પહેલા ફડણવીસે દિલ્હીમાં ગૃહ મંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.
રાજ્યપાલે વિધાનસભા સચિવને પત્ર લખીને આવતીકાલે સવારે 11 વાગ્યે ફ્લોર ટેસ્ટની વ્યવસ્થા કરવા જણાવ્યું છે. આ સાથે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીને ગૃહમાં બહુમત સાબિત કરવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્યપાલે પોતાના પત્રમાં બહુમત પરીક્ષણ માટે ત્રણ આધાર આપ્યા છે.
રાજ્યપાલે પત્રમાં કહ્યું કે 7 અપક્ષ ધારાસભ્યોએ મને પત્ર લખીને કહ્યું કે મુખ્યમંત્રીએ બહુમતી ગુમાવી દીધી છે, તેથી ફ્લોર ટેસ્ટ કરાવવો જરૂરી છે. આ ઉપરાંત રાજ્યપાલે કહ્યું કે પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં સતત કવરેજ થઈ રહ્યું છે કે શિવસેનાના લગભગ 40 ધારાસભ્યોએ તેમને છોડી દીધા છે. પત્રમાં ત્રીજો આધાર રજૂ કરતાં રાજ્યપાલે કહ્યું કે વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ મળ્યા અને માહિતી આપી કે સરકાર પાસે બહુમત નથી. આવી સ્થિતિમાં બહુમતી પરીક્ષણ જરૂરી છે.
આ સાથે રાજ્યપાલે નિર્દેશ આપ્યા છે કે બહુમત પરીક્ષણ દરમિયાન વિધાન ભવનની બહાર અને અંદર ચુસ્ત સુરક્ષા ગોઠવવામાં આવે. ગૃહની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવા માટે કહેવામાં આવ્યું છે. ફ્લોર ટેસ્ટ ઓપન થશે, એટલે કે દરેક ધારાસભ્ય હાથ ઉંચો કરીને મત આપશે, પછી ભલે તે સરકારના સમર્થનમાં હોય કે વિરોધમાં.
બીજી તરફ શિવસેનાના સૂત્રોએ કહ્યું કે જો ફ્લોર ટેસ્ટની વાત આવશે તો પાર્ટી કોર્ટનો સંપર્ક કરશે. કારણ કે ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં ફ્લોર ટેસ્ટ અંગે કોઈ નિર્ણય કે ટિપ્પણી કરવામાં આવી ન હતી. કોર્ટે કહ્યું હતું કે જો ફ્લોર ટેસ્ટની વાત આવે છે તો તે મામલાની સુનાવણી કરશે. તેથી શકય છે કે આવતીકાલે યોજાનાર ફ્લોર ટેસ્ટ પહેલા શિવસેના કોર્ટનો સંપર્ક કરી શકે.
એવી પણ અટકળો છે કે સીએમ ઉદ્ધવ ઠાકરે ફ્લોર ટેસ્ટ પહેલા જ તેમના પદ પરથી રાજીનામું આપી શકે છે. મળતી માહિતી મુજબ, ગઈકાલે મહારાષ્ટ્ર કેબિનેટની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેઓ ફ્લોર ટેસ્ટ માટે તૈયાર છે.
શિવસેનાએ પોતાનું વલણ કડક કર્યું છે. શિવસેના ફ્લોર ટેસ્ટના આદેશને પડકારશે. શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે તેઓ ફ્લોર ટેસ્ટના આદેશને પડકારશે. ફ્લોર ટેસ્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં જશે. તેમણે કહ્યું કે બંધારણનો ભંગ થઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવો જોઈએ.
આ પણ વાંચો-- શિંદેનો ઉદ્ધવ પર પ્રહાર, કહ્યું - પુત્ર અને પ્રવક્તા અપશબ્દો બોલે છે અને તમારે સમર્થન જોઈએ છે
Advertisement