મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે રાજ્યપાલ કોરોના પોઝિટિવ
મહારાષ્ટ્રમાં એક તરફ રાજકીય સંકટ ઘેરાયું છે ત્યારે સમાચાર આવ્યા છે કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી કોવિડ સંક્રમિત થયા છે. તેમને અત્યારે એચએન રિલાયંસ હોસ્પિટલમાં ભરતી કરાયા છે. મહારાષ્ટ્રમાં મંત્રી એકનાથ શિંદેના બળવા બાદ ઉધ્ધવ ઠાકરે સરકાર મુશ્કેલીમાં મુકાઇ છે. એકનાથ શિંદે તેમના સમર્થક 35 ધારાસભ્યો સાથે સુરતથી ગુવાહાટી પહોંચ્યા છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદના ઇલેકશનમાં ક્રોસ વોટà«
05:03 AM Jun 22, 2022 IST
|
Vipul Pandya
મહારાષ્ટ્રમાં એક તરફ રાજકીય સંકટ ઘેરાયું છે ત્યારે સમાચાર આવ્યા છે કે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી કોવિડ સંક્રમિત થયા છે. તેમને અત્યારે એચએન રિલાયંસ હોસ્પિટલમાં ભરતી કરાયા છે.
મહારાષ્ટ્રમાં મંત્રી એકનાથ શિંદેના બળવા બાદ ઉધ્ધવ ઠાકરે સરકાર મુશ્કેલીમાં મુકાઇ છે. એકનાથ શિંદે તેમના સમર્થક 35 ધારાસભ્યો સાથે સુરતથી ગુવાહાટી પહોંચ્યા છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદના ઇલેકશનમાં ક્રોસ વોટીંગ થયું હતું, જેનો ફાયદો ભાજપને મળ્યો હતો.
બળવો કર્યા બાદ એકનાથ શિંદે અને ધારાસભ્યો પહેલા ગુજરાત પહોંચ્યા હતા અને તમામ ધારાસભ્યો મંગળવારે સુરતમાં રોકાયા હતા અને ત્યારબાદ મોડી રાત્રે તે ગુવાહાટી પહોંચ્યા હતા.
બીજી તરફ બાકી બચેલા ધારાસભ્યોને એકત્ર રાખવા માટે ઉદ્ધવ ઠાકરેએ તેમને હોટેલમાં મોકલ્યા છે કારણ કે એકનાથ શિંદેના દાવા લગાતાર વધી રહ્યા છે. અને તેથી ઉદ્ધવ ઠાકરે સરકાર સામે મુશ્કેલીઓ ઉભી થઇ છે.
Next Article