ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ પર લાગશે લગામ, સરકાર લાવી રહી છે ગાઈડલાઈન

સરકાર સોશિયલ મીડિયા સ્ટાર્સ (ઈન્ફ્લુએન્સર્સ) માટે સરકાર ટૂંક સમયમાં ગાઈડલાઈન લાવશે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ (Influencers) જે પ્રોડક્ટનો પ્રચાર-પ્રસાર કરી રહ્યાં છે તેનો તેની સાથે શું સંબંધ છે તે તેમણે ફરજીયાત જણાવવું પડશે. સત્તાવાર સુત્રોએ જણાવ્યું કે, એવા લોકો જેના સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ્સ પર ફોલોઅર્સની સંખ્યા વધારે છે અને તેઓ બ્રાંડના પૈસા લીધાં બાદ ઉત્પાદનોનો પ્રચા
04:18 PM Sep 07, 2022 IST | Vipul Pandya
સરકાર સોશિયલ મીડિયા સ્ટાર્સ (ઈન્ફ્લુએન્સર્સ) માટે સરકાર ટૂંક સમયમાં ગાઈડલાઈન લાવશે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ (Influencers) જે પ્રોડક્ટનો પ્રચાર-પ્રસાર કરી રહ્યાં છે તેનો તેની સાથે શું સંબંધ છે તે તેમણે ફરજીયાત જણાવવું પડશે. સત્તાવાર સુત્રોએ જણાવ્યું કે, એવા લોકો જેના સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ્સ પર ફોલોઅર્સની સંખ્યા વધારે છે અને તેઓ બ્રાંડના પૈસા લીધાં બાદ ઉત્પાદનોનો પ્રચાર કરે છે તેમના માટે ગ્રાહકોની બાબતોનો વિભાગ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ માટે ગાઈડ લાઈન લાવવા જઈ રહ્યું છે.
પ્રસ્તાવિત દિશાનિર્દેશો પ્રમાણે જો સોશિયલ મીડિયા (Social Media) ઈન્ફ્લૂએન્સર (Influencers) પેઈડ પ્રમોશન કરશે તો તેણે તે બ્રાંડ સાથે તેમના સંબંધો વિશેની જાહેરાત તેમણે પ્રચારવાળી પોસ્ટમાં જ કરવી પડશે. આ ગાઈડલાઈન આગામી 15 દિવસમાં આવી શકે છે. એ સિવાય વિભાગે ઈ-કોમર્સ વેબસાઈટ્સ પર ખોટા રિવ્યૂ રોકવા માટે માળખું તૈયાર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે અને તેને પણ જલ્દી જ લાગૂ કરી દેવામાં આવશે.
ગાઈડલાઈનમાં સેલિબ્રિટિઝનો પણ સમાવેશ
જાણકારો પ્રમાણે આ ગાઈડલાઈનનું (Guidelines) પાલન સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર્સ અને સેલિબ્રિટિઝે પણ કરવું પડશે અન  પાલન નહી કરનાર પર સરકારે દંડની લગાવવાની તૈયારી પણ કરી છે. આ ગાઈડલાઈનને જાહેર કરવા માટે દરેક હીતધારકના સલાહ સુચન લેવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ દિશા-નિર્દેશમાં તે પણ જણાવવામાં આવશે કે સોશિયલ મીડિયા સ્ટાર્સે શું કરવાનું અને શું નહી કરવાનું?
ડિસ્ક્લેમર ફરજીયાત
સુત્રો પ્રમાણે જે ઈન્ફ્લૂએન્સર્સ પેઈડ પ્રમોશન કરે છે તેમને ગાઈડલાઈન હેઠળ લાવવાનો પ્રયાસ કરાયો છે. પ્રસ્તાવિત ગાઈડલાઈનમાં ઈન્ફ્લૂએન્સરે પ્રોડક્ટ સાથે પોતાના જોડાણની જાહેરાત કરવી પડશે. આ ગાઈડલાઈન અનુસાર સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર્સ પ્રચારવાળી પોસ્ટમાં એક ડિસ્ક્લેમર (Disclaimer) લગાવવું પડશે.
ઈ-કોમર્સ સાઈટ્સ પર ફેક રિવ્યૂ પર  લગામ
ઈ-કોમર્સ (E-commerce) વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવતા ફેક રિવ્યૂ (Fake Review) પર કંટ્રોલ લાવવાની તૈયારી પણ વિભાગ કરી રહ્યું છે. તેની સામે કામગીરી કરવાનું માળખું તૈયાર કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચુકી છે અને જલ્દી જ જાહેર કરવામાં આવશે. આ વર્ષે મે મહિનામાં એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ASCI)ની સાથે વિભાગે ઈ-કોમર્સ સંસ્થાઓ સહિત હિતધારકો સાથે તેમના પ્લેટફોર્મો પર નકલી સમીક્ષઓની અસરની ચર્ચા કરવા માટે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. ઉલ્લેખનીય છે કે, ફેક રિવ્યૂથી ગ્રાહકો ઓનલાઈન ઉત્પાદનો અને સેવાઓને મેળવવા માટે ગેરમાર્ગે દોરાય છે.
ગ્રાહકોની બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે આ મામલે કહ્યું કે, સમિક્ષકની પ્રામાણિકતા અને પ્લેટફોર્મની જવાબદારી આ બે મુખ્ય મુદ્દા છે જેને સુનિશ્ચિત કરવા જોઈએ. ઈ-કોમર્સ વેપાર કરી કંપનીએ તે ખુલાસો કરવો જોઈએ કે તે નિષ્પક્ષ અને પારદર્શી  રીતે સૌથી પ્રાસંગિક સમીક્ષાની (Review) પસંદગી કેવી રીતે કરે છે.
Tags :
governmentGuielinesGujaratFirstInfluencersSocialmedia
Next Article