પેટ્રોલના વધતા ભાવ અંગે સરકારનો ખુલાસો, અમેરિકા અને બ્રિટનની સરખામણીમાં ભારતમાં ઓછો વધારો!
છેલ્લા પંદરેક દિવસથી દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધરો થઇ રહ્યો છે. સતત વધી રહેલી આ કિમતોના કારણે કેન્દ્ર સરકારની દેશવ્યાપી ટીકા થઇ રહી છે. વિપક્ષ દ્વારા આ મુદ્દે સડકથી લઇને સંસદ સુધી હોબાળો કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે સરકારે આ વધી રહેલી કિંમતો વિશે ખુલાસો આપ્યો છે. જેને લઇને પણ હવે ટીકા તઇ રહી છે. સરકારે દેશમાં વધી રહેલી પેટ્રોલ ડીઝલની કિંમતની સરખામણી અન્ય દેશો સાથે કર
Advertisement
છેલ્લા પંદરેક દિવસથી દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધરો થઇ રહ્યો છે. સતત વધી રહેલી આ કિમતોના કારણે કેન્દ્ર સરકારની દેશવ્યાપી ટીકા થઇ રહી છે. વિપક્ષ દ્વારા આ મુદ્દે સડકથી લઇને સંસદ સુધી હોબાળો કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે સરકારે આ વધી રહેલી કિંમતો વિશે ખુલાસો આપ્યો છે. જેને લઇને પણ હવે ટીકા તઇ રહી છે. સરકારે દેશમાં વધી રહેલી પેટ્રોલ ડીઝલની કિંમતની સરખામણી અન્ય દેશો સાથે કરી છે.
પેટ્રોલિયમ મંત્રીએ શું કહ્યું?
જ્યારે આજે સંસદમાં આ વિષય પર પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જવાબમાં તેની તુલના યુએસ અને યુકેમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સાથે કરી હતી. હરદીપ સિંહ પુરીએ કહ્યું કે ‘મારા મતે છેલ્લા બે સપ્તાહમાં ભારતમાં પેટ્રોલની કિંમતમાં 5%નો વધારો થયો છે. આ વધારો એકલા ભારતમાં જ નથી થયો. એપ્રિલ 2021થી માર્ચ 2022 વચ્ચે અમેરિકામાં પેટ્રોલના ભાવમાં 51%, કેનેડામાં 52%, જર્મનીમાં 55%, યુકેમાં 55%, ફ્રાન્સમાં 50% અને સ્પેનમાં 58%નો વધારો થયો છે. આ બધાની સરખામણીમાં ભારતમાં તો તેના દસમા ભાગનો જ વધારો થયો છે.’
સંસદમાં વિપક્ષનો હોબાળો
પેટ્રોલ-ડીઝલ અને એલપીજીની વધતી કિંમતોને લઈને વિપક્ષ સતત સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે. વિપક્ષના નેતાઓએ ઘણી વખત સંસદમાં આ મુદ્દે ચર્ચાનો પ્રસ્તાવ મૂક્યો છે. જે કે ચર્ચા નથી થઇ રહી. જેના કારણે બંને ગૃહની કાર્યવાહી પણ પ્રભાવિત થઈ રહી છે. વિપક્ષના નેતાઓ મોંઘવારી અને તેલની કિંમતોને લઈને સતત સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. આ પહેલા કોંગ્રેસ સહિત કેટલાક વિપક્ષી નેતાઓએ સંસદ પરિસરમાં પ્રદર્શન પણ કર્યું હતું. વિપક્ષનો આરોપ છે કે ચૂંટણી સુધી સરકારે તેલના ભાવ નહોતા વધવા દીધા અને હવે જનતા પર કમરતોડ મોંઘવારીનો માર કરવામાં આવી રહ્યો છે.
છેલ્લા 15 દિવસમાં 9.20 રુપિયાનો વધારો
ઉલ્લેખનીય કે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ પેટ્રોલ-ડીઝલ સહિત અનેક વસ્તુની કિંમતો વધવા લાગી છે. છેલ્લા 15 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 13 વખત વધારો થયો છે. ઓઈલ કંપનીઓએ ધીમે ધીમે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. સરકારી ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ દરરોજ વધારો કરીને સામાન્ય માણસને મોંઘવારીનો આંચકો આપી રહી છે. છેલ્લા 2 અઠવાડિયામાં પેટ્રોલની કિંમતમાં 9 રૂપિયા 20 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે.