Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આર્યન ખાન કેસમાં સમીર વાનખેડે સામે કડક કાર્યવાહી કરવા સરકારની સૂચના

આર્યન ખાન કૃઝ ડ્રગ્સ કેસમાં એનસીબીની ચાર્જશીટમાં આર્યન ખાનને ક્લીન ચીટ આપવામાં આવી છે. ત્યારબાદના ઘટના ક્રમમાં કેન્દ્ર સરકારે આર્યન ખાન મામલામાં તપાસ અધિકારી સમીર વાનખેડેની સામે કડક એક્શન લેવા માટે કહ્યું છે. સુત્રોએ કહ્યું કે સરકારે સક્ષમ અધિકારીથી વાનખેડેની સામે યોગ્ય કાર્યવાહી કરવા કહ્યું છે. એનસીબીના પૂર્વ અધિકારી સમીર વાનખેડેની સામે આર્યન ખાન ડ્રગ્સ મળવાની ઘટનામાં ત
11:47 AM May 27, 2022 IST | Vipul Pandya
આર્યન ખાન કૃઝ ડ્રગ્સ કેસમાં એનસીબીની ચાર્જશીટમાં આર્યન ખાનને ક્લીન ચીટ આપવામાં આવી છે. ત્યારબાદના ઘટના ક્રમમાં કેન્દ્ર સરકારે આર્યન ખાન મામલામાં તપાસ અધિકારી સમીર વાનખેડેની સામે કડક એક્શન લેવા માટે કહ્યું છે. 
સુત્રોએ કહ્યું કે સરકારે સક્ષમ અધિકારીથી વાનખેડેની સામે યોગ્ય કાર્યવાહી કરવા કહ્યું છે. એનસીબીના પૂર્વ અધિકારી સમીર વાનખેડેની સામે આર્યન ખાન ડ્રગ્સ મળવાની ઘટનામાં તેમની ખરાબ તપાસ માટે એક્શન લેવાની વાત કરી છે. 
સમીર વાનખેડે સામે બોગસ જાતિ પ્રમાણપત્ર મામલામાં સરકાર દ્વારા પહેલાથી જ કાર્યવાહી કરાઇ રહી છે. એનસીબીએ બોલીવુડ સુપરસ્ટાર શાહરુખખાનના પુત્ર આર્યન ખાનને કૃઝ પર ડ્રગ્સ મળવાના કેસમાં શુક્રવારે ક્લીન ચીટ મળી ગઇ હતી. મામલામાં માત્ર 14 લોકો સામે જ આરોપ પત્ર દાખલ કરાયુ છે. મામલામાં આર્યન સહિત 6 લોકો પાસેથી સબુત ન મળવાના કારણે છોડી દેવાયા હતા. 
યોગ્ય તપાસ નહી કરવાના મુદ્દે સરકારે સમીર વાનખેડે સામે એકશનની તૈયારી કરી લીધી છે અને આ માટેના નિર્દેશો પણ અપાઇ ગયા છે. 
Tags :
AryanKhanCasegovernmentGujaratFirstSamirWankhedeStrictAction
Next Article