Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અચ્છે દિનના વાયદા પર સરકાર Fail, સતત વધી રહ્યા છે પેટ્રોલ-ડીઝલના ભાવ

દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ અને તેનું પરિણામ પણ સામે આવી ગયું છે. પરિણામ પહેલા જ ચર્ચાઓ તેજ થઇ ગઇ હતી કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે. કહેવામાં આવ્યું કે, ચૂંટણી પરિણામના બીજા જ દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10થી 15 રૂપિયા સુધીનો વધારો થઇ શકે છે. પરંતુ તેમ ન થયું. ઘણા સમય સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ન થયો. પરંતુ હવે ધીમે ધીમે તેમા વધારો થઇ રહ્યો છે. આàª
અચ્છે દિનના વાયદા પર સરકાર fail  સતત વધી રહ્યા છે પેટ્રોલ ડીઝલના ભાવ
દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ અને તેનું પરિણામ પણ સામે આવી ગયું છે. પરિણામ પહેલા જ ચર્ચાઓ તેજ થઇ ગઇ હતી કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે. કહેવામાં આવ્યું કે, ચૂંટણી પરિણામના બીજા જ દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10થી 15 રૂપિયા સુધીનો વધારો થઇ શકે છે. પરંતુ તેમ ન થયું. ઘણા સમય સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ન થયો. પરંતુ હવે ધીમે ધીમે તેમા વધારો થઇ રહ્યો છે. આજે એકવાર ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. 
આજે ફરી સામાન્ય લોકોને મોંઘવારીનો આંચકો લાગ્યો છે. મંગળવારે (29 માર્ચ) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આ રીતે આઠ દિવસમાં સાતમી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે પેટ્રોલમાં 80 પૈસા પ્રતિ લીટર જ્યારે ડીઝલના ભાવમાં 70 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. આ રીતે સાત દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 4.80 રૂપિયા સુધીનો વધારો થયો છે. 
આ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. પેટ્રોલ હવે 100.21 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 91.47 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. 29 માર્ચ, 2022ના રોજ મુંબઈમાં પેટ્રોલનો દર 115.04 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે. જ્યારે ડીઝલની કિંમત 99.25 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. 
Advertisement

આ પહેલા સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 30 પૈસા અને 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, આ પહેલા 22, 23, 25, 26, 27 અને 28 માર્ચે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો. આ પહેલા લાંબા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો ન હતો.
નોંધપાત્ર વાત એ છે કે રશિયામાં યુક્રેનનું યુદ્ધ હજુ પણ ચાલી રહ્યું છે. તેની વૈશ્વિક અસર પણ જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં હવે પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને ચિંતા વધી ગઈ છે. બીજી તરફ કાચા તેલના ભાવ પણ આ દિવસોમાં આસમાને છે. આવી સ્થિતિમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના કારણે સામાન્ય માણસ આર્થિક રીતે પરેશાન થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, જે વાયદા સાથે 2014માં કેન્દ્રની મોદી સરકાર આવી હતી, તે વાયદાઓ લગભગ ભૂલાઇ રહ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે. અચ્છે દિન આયેગે, બુરે દિન જાયેગે, દર વર્ષે 2 કરોડ નોકરીઓ, મોંઘવારી પર કાબુ આવા ઘણા વાયદાઓ સાથે મોદી સરકાર કેન્દ્રમાં આવી. પરંતુ આજે પણ સ્થિતિમાં કોઇ સુધાર લાવવામાં તે નિષ્ફળ ગઇ હોય તેવું દેખાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પહેલા વધારો થાય ત્યારે હાલનો સત્તાપક્ષ વિરોધ કરી ધરણા પ્રદર્શન કરતો અને અમે સત્તા પર આવીશું તો મોંઘવારી પર કાબુ મેળવીશું કહી, આજે સત્તા સુધી પહોંચી ગયા બાદ પણ સ્થિતિ જેમની તેમ છે. વળી ચર્ચાઓ એવી પણ છે કે કોરોના મહામારીના કારણે મોંઘવારીમાં વધારો થયો છે. લોકોની આર્થિક સ્થિતિ આ કારણોસર ખરાબ થઇ છે. પરંતુ તે પહેલાના આંકડા જો કાઢવામાં આવે તો ખબર પડે કે સરકાર દ્વારા લેવામાં આવેલા અમુક નિર્ણય પછી તે નોટબંદીનો હોય કે ઉતાવળમાં GST લાગુ કરવાને લઇને હોય તે આજે આ મોંઘવારીમાં વધારો કરવાનું કામ કરી રહ્યું છે. 
Tags :
Advertisement

.