Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સરકારી કારકુન નીકળ્યો કરોડોનો માલિક, દરોડા રોકવા માટે પીધું ફિનાઈલ

હીરા કેસવાણી કે જે એક સામાન્ય કલર્ક છે જેણે મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં કારકૂન તરીકે 4000 રૂપિયાના પગારથી શરૂઆત કરી હતી. આજે તે અનેક જમીન, ફ્લેટ અને વાહનોનો માલિક છે. તેમ છતા તે ટુવ્હીલર પર ફરે છે. મધ્યપ્રદેશના ભોપાલમાં હાલમાં એક કારકુન પર દરોડા પાડ્યાં છે, તેની પાસેથી 85 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. ભોપાલના બૈરાગઢમાં રહેતો હીરો કેસવાણી મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ (MED)માં કà«
સરકારી કારકુન નીકળ્યો કરોડોનો માલિક  દરોડા રોકવા માટે પીધું ફિનાઈલ
હીરા કેસવાણી કે જે એક સામાન્ય કલર્ક છે જેણે મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં કારકૂન તરીકે 4000 રૂપિયાના પગારથી શરૂઆત કરી હતી. આજે તે અનેક જમીન, ફ્લેટ અને વાહનોનો માલિક છે. તેમ છતા તે ટુવ્હીલર પર ફરે છે. મધ્યપ્રદેશના ભોપાલમાં હાલમાં એક કારકુન પર દરોડા પાડ્યાં છે, તેની પાસેથી 85 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. ભોપાલના બૈરાગઢમાં રહેતો હીરો કેસવાણી મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ (MED)માં ક્લર્ક છે. આ મામલો એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે આરોપી કારકુને આ પોલીસ કાર્યવાહીના વિરોધમાં કથિત રીતે ફિનાઈલ પીધું હતું.

MEDમાં અપર ડિવિઝન ક્લર્ક 
MP પોલીસની આર્થિક અપરાધ શાખા (EOW) એ બુધવાર, 3 ઓગસ્ટના રોજ હીરા કેસવાનીના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરોડા અપ્રમાણસર સંપત્તિના કેસ મુદ્દે પાડવામાં આવ્યા હતા. કેસવાણી હાલમાં MEDમાં અપર ડિવિઝન ક્લાર્ક છે, પરંતુ તેમની સંપત્તિ લગભગ 4 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

ઘરેણાંની રસીદો અને બેનામી જમીનના ઘણા કાગળો પણ મળી આવ્યા
દરોડામાં કારકુનના ઘરેથી રોકડ ઉપરાંત ઘરેણાંની રસીદો અને બેનામી જમીનના ઘણા કાગળો પણ મળી આવ્યા છે. કરોડો રૂપિયા ધરાવતા કેસવાણી માત્ર ટુ-વ્હીલરથી જ ઓફિસ જતો હતો. ઇકોનોમિક ઓફેન્સીસ વિંગને કેસવાણી પર શંકા ગઈ જ્યારે તેણે જીવ સેવા સંસ્થાનની મોંઘી જમીન ખરીદી હતી. EOW પહેલાથી જ આ જમીન સંબંધિત કેસની તપાસ કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું કે આ તપાસ દરમિયાન કેસવાણી EOWના ધ્યાન પર આવ્યો હતો.
ભોપાલ EOW ને શું મળ્યું?
કેસવાણીના ઘરમાંથી 85 લાખ રોકડ ઉપરાંત કરોડો રૂપિયાની જમીન અને મકાનના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. જે ઘરની વાત કરવામાં આવી રહી છે તે વાસ્તવમાં ત્રણ માળની આલીશાન ઇમારત છે. બૈરાગઢમાં બનેલી આ ઈમારતની કિંમત લગભગ 1.5 કરોડ છે. આ સિવાય કેસવાનીએ બૈરાગઢની આસપાસ વિકસિત કોલોનીઓમાં મોંઘા ફ્લેટ ખરીદ્યા છે. તેણે મોટાભાગની મિલકત પત્નીના નામે ખરીદી છે. ઘણી મિલકતો ખરીદ-વેચાણ પણ કરવામાં આવી છે. કેસવાણી અને તેની પત્નીના બેંક ખાતામાં લાખો રૂપિયા જમા થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. જ્યારે પત્ની પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી. તેની પાસે ત્રણ મોંઘી કાર પણ છે.
કાર્યવાહીથી બચવા  કારકુન કેસવાણીએ ફિનાઈલ પીધું
મીડિયા અહેવાલ મુજબ, જ્યારે EOWની ટીમ 54 વર્ષીય કેસવાનીના ઘરે પહોંચી તો તેઓએ તેને ઘરમાં પ્રવેશતા અટકાવવાનું શરૂ કર્યું. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે તપાસ ટીમ સંમત ન થઈ ત્યારે કેસરવાણીએ ફિનાઈલ પીધું. આ પછી તેને હમીદિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે તેની હાલત સ્થિર છે. બૈરાગઢ પોલીસ સ્ટેશનના ટાઉન ઈન્સ્પેક્ટર ડીપી સિંહે જણાવ્યું કે કેસવાની સામે આત્મહત્યાના પ્રયાસ માટે એફઆઈઆર નોંધવામાં આવી છે.

કેસવાણીએ 4,000 રૂપિયાના માસિક પગારથી નોકરી શરૂ કરી હતી 
મિડીયા રિપોર્ટ અનુસાર રાજ્ય સરકારે કેસવાણીને તબીબી શિક્ષણ વિભાગમાંથી સાગર મેડિકલ કોલેજમાં ખસેડ્યો છે. તેમની સામે અપ્રમાણસર સંપત્તિના કેસની તપાસ ચાલુ રહેશે. કેસવાણીએ 4,000 રૂપિયાના માસિક પગારથી નોકરી શરૂ કરી. અત્યારે તેનો પગાર 50 હજાર રૂપિયા માસિક છે. પરંતુ  તેની પાસે બેનાની કિંમતની કરોડોમાં  સંપત્તિ છે.
Advertisement
Tags :
Advertisement

.