ખોટી માહિતી ફેલાવવા બદલ સરકારની કાર્યવાહી, 35 વ્હોટ્સએપ ગૃપ પર પ્રતિબંધ, 10ની ધરપકડ
અગ્નિપથ યોજનાને લઈને દેશના ઘણા રાજ્યોમાં યુવાનો વિરોધ કરી રહ્યા છે. અનેક રાજ્યોમાં હિંસક પ્રદ્રશનો પણ થઇ રહ્યા છે. આ અંગે આજે ત્રણેય સેનાઓ વતી પત્રકાર પરિષદ યોજીને તમામ શંકાઓનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ પછી પણ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે. જેથી હવે આ અંગે સરકારે મોટું પગલું ભર્યું છે.સરકારની લાલ આંખઅગ્નિપથ યોજના પર ફેક ન્યૂઝ અને ભ્રામક માહિતી ફેલાવવà
અગ્નિપથ યોજનાને લઈને દેશના ઘણા રાજ્યોમાં યુવાનો વિરોધ કરી રહ્યા છે. અનેક રાજ્યોમાં હિંસક પ્રદ્રશનો પણ થઇ રહ્યા છે. આ અંગે આજે ત્રણેય સેનાઓ વતી પત્રકાર પરિષદ યોજીને તમામ શંકાઓનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ પછી પણ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે. જેથી હવે આ અંગે સરકારે મોટું પગલું ભર્યું છે.
સરકારની લાલ આંખ
અગ્નિપથ યોજના પર ફેક ન્યૂઝ અને ભ્રામક માહિતી ફેલાવવા બદલ સરકારે 35 વ્હોટ્સએપ ગૃપ પર પ્રતિબંધ મૂક્યો છે. અગ્નિપથ યોજનાનો વિરોધ કરવા અને ખોટી માહિતી ફેલાવવા બદલ 10 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. જો કોઈને માહિતી અંગે શંકા હોય, તો તે PIB દ્વારા ફેક્ટ ચેક કરી શકે છે. ઉલ્લેખનીય છે કે બિહારમાં શરુ થયેલા હિંસક પ્રદર્સન પાછળ કોચિંગ સેન્ટરોનો હાથ હોવાની વાત પણ સામે આવી છે જે દિશામાં તપાસ શરુ છે. ત્યારે જે લોકો યોજનાને લઇને ખોટી માહિતી ફેલાવી રહ્યા છે, તેમની સામે કાર્યવાહી શરુ થઇ છે.
સેનાની પ્રેસ કોન્ફરન્સ
રવિવારે ભારતીય સેનાની ત્રણેય પાંખ દ્વારા અગ્નિપથ યોજનાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં ત્રણેય સેનાના અધિકારીઓએ યુવાનોને કોઈપણ રીતે ગેરમાર્ગે ન દોરવા અપીલ કરી હતી. સેના તરફથી કહેવામાં આવ્યું હતું કે જો યુવક પર કેસ નોંધવામાં આવશે તો તે અગ્નિવીર બની શકશે નહીં. સાથે જ એ વાત પણ સ્પષ્ટ કરવામાં આવી હતી કે કોઇ પણ સંજોગોમાં આ યોજના પરત નહીં ખેંચાય.
સહારનપુરમાં 5ની ધરપકડ
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં પોલીસે અગ્નિપથ યોજના સામે યુવાનોને ભડકાવનારા પાંચ લોકોની ધરપકડ કરી હતી. આ તમામ સેનાના નકલી ઉમેદવાર બનીને યુવાનોને અગ્નિપથ યોજના વિરુદ્ધ ભડકાવી રહ્યા હતા. આ પાંચેય આરોપીઓ એક રાજકીય પક્ષના સભ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
Advertisement