Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

STFને મળ્યા ચોંકાવનારા પુરાવા, મુર્તઝા કરી રહ્યો હતો આ જેહાદી કામ

ગોરખનાથ મંદિરની સુરક્ષા કરી રહેલા જવાનો પર ઘાતક હુમલાનો આરોપી અહેમદ મુર્તઝા અબ્બાસી જેહાદની નર્સરી તૈયાર કરી રહ્યો હતો. પોલીસના હાથે પકડાયા પહેલા મુર્તઝાએ અનેક બેંક ખાતાઓમાં પૈસા મોકલીને ફંડિંગ પૂરું પાડ્યું હતું. આ હકીકત સામે આવ્યા બાદ એજન્સીઓએ તપાસ તેજ કરી દીધી છે.મંગળવારે રાત્રે જ કોર્ટમાંથી વોરંટ બી અને રિમાન્ડ મેળવ્યા બાદ એટીએસની ટીમ મુર્તઝાને લઈને લખનૌ ગઈ છે. લખનૌમાં àª
stfને મળ્યા ચોંકાવનારા પુરાવા  મુર્તઝા કરી રહ્યો હતો આ જેહાદી કામ
ગોરખનાથ મંદિરની સુરક્ષા કરી રહેલા જવાનો પર ઘાતક હુમલાનો આરોપી અહેમદ મુર્તઝા અબ્બાસી જેહાદની નર્સરી તૈયાર કરી રહ્યો હતો. પોલીસના હાથે પકડાયા પહેલા મુર્તઝાએ અનેક બેંક ખાતાઓમાં પૈસા મોકલીને ફંડિંગ પૂરું પાડ્યું હતું. આ હકીકત સામે આવ્યા બાદ એજન્સીઓએ તપાસ તેજ કરી દીધી છે.
મંગળવારે રાત્રે જ કોર્ટમાંથી વોરંટ બી અને રિમાન્ડ મેળવ્યા બાદ એટીએસની ટીમ મુર્તઝાને લઈને લખનૌ ગઈ છે. લખનૌમાં જ પૂછપરછ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ મુર્તઝાની ધરપકડ બાદથી એટીએસ, એસટીએફ અને પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. આ કેસ અંગે દરરોજ ચોંકાવનારા ખુલાસા બહાર આવી રહ્યા છે. 
એટીએસ અને એસટીએફના સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસમાં સામે આવ્યું છે કે મુર્તઝાએ ડોલરનો ઉપયોગ કરીને વિદેશી સિમ ખરીદ્યું હતું. સિમની મદદથી તે પ્રતિબંધિત વેબસાઈટ સર્ચ કરતો અને જેહાદી વીડિયો જોતો હતો. મુર્તઝા પાસેથી નેપાળી ચલણ સાથે ડોલર પણ મળી આવ્યા છે. એવું પણ સામે આવ્યું છે કે ઘણા ખાતાઓમાં તેમણે રૂપિયા મોકલ્યા હતા. 
નોકરી દરમિયાન તેણે જે પણ પૈસા ભેગા કર્યા તે તેણે જેહાદની નર્સરી તૈયાર કરવામાં ખર્ચી નાખ્યા. નેપાળના બેંક ખાતા દ્વારા સીરિયાના જુદા જુદા બેંક ખાતાઓમાં લગભગ આઠ લાખ રૂપિયા મોકલવામાં આવ્યા છે. નેપાળ ઉપરાંત વિદેશમાં પણ તેના ખાતાઓ ઓપરેટ થયાના સમાચાર પર તપાસ તેજ કરવામાં આવી છે. 
શું છે આ મામલો? 
ગોરખનાથ મંદિરની સુરક્ષામાં તૈનાત જવાનો પર 3 એપ્રિલે સાંજે 7.15 વાગ્યાની આસપાસ એક યુવકે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. પોલીસે લોકોની મદદથી આરોપીને પકડી લીધો હતો. તેની ઓળખ સિવિલ લાઇન્સના પાર્ક રોડના રહેવાસી મુર્તઝા અબ્બાસી તરીકે થઈ હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગોરખનાથ પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ કેસ નોંધ્યા છે. પોલીસ ઉપરાંત એટીએસ, એસટીએફ પણ આ મામલે તપાસ કરી રહી છે. NIAની ટીમ પણ તેના સ્તરથી તપાસમાં લાગેલી છે.
Advertisement
Tags :
Advertisement

.