Google ના CEO સુંદર પિચાઈએ ટીમ ઈન્ડિયાને જીતની આ રીતે આપી શુભકામનાઓ
ટીમ ઈન્ડિયાએ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમી અને તેમા શાનદાર પ્રદર્શન કરતા જીત મેળવી હતી. આ મેચનો હીરો ટીમ ઈન્ડિયાનો સૌથી ભરોસાપાત્ર ખેલાડી વિરાટ કોહલી બન્યો હતો. જેણે પાકિસ્તાન સામે 82 રનની અણનમ ઈનિંગ રમીને ઈતિહાસ રચ્યો હતો. વળી આ મેચમાં જીત મેળવ્યા બાદ Google ના CEO સુંદર પિચાઈએ પણ પોતાના અંદાજમાં ટીમ ઈન્ડિયાને શુભકામનાઓ પાઠવતા ટ્વીટ કર્યુ છે. સુંદર પિચા
10:51 AM Oct 24, 2022 IST
|
Vipul Pandya

ટીમ ઈન્ડિયાએ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમી અને તેમા શાનદાર પ્રદર્શન કરતા જીત મેળવી હતી. આ મેચનો હીરો ટીમ ઈન્ડિયાનો સૌથી ભરોસાપાત્ર ખેલાડી વિરાટ કોહલી બન્યો હતો. જેણે પાકિસ્તાન સામે 82 રનની અણનમ ઈનિંગ રમીને ઈતિહાસ રચ્યો હતો. વળી આ મેચમાં જીત મેળવ્યા બાદ Google ના CEO સુંદર પિચાઈએ પણ પોતાના અંદાજમાં ટીમ ઈન્ડિયાને શુભકામનાઓ પાઠવતા ટ્વીટ કર્યુ છે.
સુંદર પિચાઈએ ટ્વીટ કરી કહ્યું Happy Diwali!
દિવાળી પર પોતાની ઉષ્માભરી શુભેચ્છાઓ શેર કરતા, Google ના CEO સુંદર પિચાઈએ કહ્યું કે, T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન પર ભારતની રોમાંચક જીત જોઈને તેમણે સોમવારે ફરીથી તહેવારની ઉજવણી કરી. Google ના CEO સુંદર પિચાઈએ ભારતીય ક્રિકેટ ટીમની આ જીત પર ખુશી વ્યક્ત કરી છે. Google ના CEO સુંદર પિચાઈએ પોતાના ટ્વીટમાં લખ્યું, હેપ્પી દિવાળી! આશા છે કે ઉજવણી કરનાર દરેક વ્યક્તિ મિત્રો અને પરિવાર સાથે સારો સમય પસાર કરી રહ્યા હોય. તેમણે લખ્યું કે, આજે મેં છેલ્લી ત્રણ ઓવર જોઈને ઉજવણી કરી, કેવી રમત અને પ્રદર્શન. આ સાથે તેમણે પાકિસ્તાન સામે છેલ્લી ત્રણ ઓવરમાં ભારતના રન ચેઝનો ઉલ્લેખ કર્યો હતો. તમે જાણો છો કે વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની શાનદાર ઇનિંગ્સના આધારે રવિવારે ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને છેલ્લા બોલ પર 4 વિકેટથી હરાવ્યું હતું.
અનેક મોટી હસ્તીઓએ દિવાળીની શુભકામના પાઠવી
દિવાળી એ ભારતમાં ઉજવાતા મુખ્ય તહેવારોમાંનો એક છે. ખુશીનો આ તહેવાર ભારતની સાથે લગભગ તમામ મોટા દેશોમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે દિવાળી 24મી ઓક્ટોબર 2022, સોમવારના રોજ છે. આ અવસર પર દેશ-વિદેશની અનેક મોટી હસ્તીઓએ દિવાળીની શુભકામનાઓ પાઠવી છે. દિવાળીના અવસર પર લોકો એકબીજાને શુભકામનાઓ પાઠવીને ખુશીઓ મનાવી રહ્યા છે.