Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની થઇ શરૂઆત, Googleએ બનાવ્યું ખાસ Doodle

ગૂગલે આજે ડૂડલ વડે ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆતની ઉજવણી કરી છે. ન્યૂઝીલેન્ડના બે ઓવલ સ્ટેડિયમમાં આજથી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2022નો પ્રારંભ થયો છે. પ્રથમ મેચ યજમાન ન્યૂઝીલેન્ડ વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.Doodleમાં છ મહિલા ક્રિકેટરો બેકગ્રાઉન્ડમાં દર્શકોની હાજરીમાં રમતી જોવા મળી રહી છે. જો તમે Google હોમપેજ પર જાઓ અને
મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની થઇ શરૂઆત  googleએ બનાવ્યું ખાસ doodle
Advertisement
ગૂગલે આજે ડૂડલ વડે ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆતની ઉજવણી કરી છે. ન્યૂઝીલેન્ડના બે ઓવલ સ્ટેડિયમમાં આજથી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2022નો પ્રારંભ થયો છે. પ્રથમ મેચ યજમાન ન્યૂઝીલેન્ડ વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
Doodleમાં છ મહિલા ક્રિકેટરો બેકગ્રાઉન્ડમાં દર્શકોની હાજરીમાં રમતી જોવા મળી રહી છે. જો તમે Google હોમપેજ પર જાઓ અને મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે સર્ચ કરશો, તો તમે જોશો કે ક્રિકેટના બોલ તમારી સ્ક્રીન પર ડાબેથી જમણે ખસે છે. તેમને ફરીથી જોવા માટે, તમે પૃષ્ઠના તળિયે કન્ફેદી પોપર પર ક્લિંક કરી શકો છો. વિશ્વની પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ 1844માં કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે યોજાઇ હતી. પ્રથમ મહિલા વિશ્વ કપ ટૂર્નામેન્ટ 1973માં યોજાઈ હતી, જે ઈંગ્લેન્ડે જીતી હતી. ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2022માં આઠ ટીમો એકબીજા સામે ટકરાશે.
ટૂર્નામેન્ટ મૂળ 2021 ની શરૂઆતમાં સુનિશ્ચિત કરવામાં આવી હતી, પરંતુ આ વર્ષે માર્ચ સુધી મુલતવી રાખવી પડી હતી કારણ કે કોરોનાવાયરસ સંબંધિત મુસાફરી પ્રતિબંધોને કારણે ટીમોને ન્યૂઝીલેન્ડમાં લાવવાનું અશક્ય બન્યું હતું. વિદેશી ખેલાડીઓ 10 દિવસના આઇસોલેશનમાંથી પસાર થાય છે અને તેમણે કડક બાયો બબલ હેલ્થ પ્રોટોકોલનું પાલન કરવું પડશે.
Tags :
Advertisement

.

×